લટકેલી સરપ્રાઈઝ...
લટકેલી સરપ્રાઈઝ...




મુકેશભાઈ ઓફિસથી વહેલા નિકળી ગયા. પોતાની એકની એક દીકરીને સરપ્રાઈઝ આપી ફરવા લઈ જવાનો નિર્ણય કર્યો.
"આજે એને પણ કોલેજમાં રજા છે તો ખુશ કરી દઉ. ગઈકાલે થોડું વધારે જ ગુસ્સે થઈ જવાયું હતું. શું કરું ? એકલા હાથે ઉછેર ઘણો અઘરો છે."
દરવાજાનું લોક ખોલ્યુ તો નિઃશબ્દ થઈ ગયા અનેરી પંખે લટકતી હતી.