MITA PATHAK

Others

4.5  

MITA PATHAK

Others

લોટરી

લોટરી

2 mins
234


એક સાવનાના ગામમાં હસમુખભાઇ રહેતા. ગરીબ કુટુંબમાં જન્મ થયો હોવાથી હમેંશા સુખદુખના પડછાયો જોયો ! તેથી તે નાના હતા ત્યાંરથી સપનુ જોતા કે મને એક લોટરી લાગી જાય અને હું કરોડપતિ બની જાવ તો કેટલું સારુ, આમ ને આમ સપના જોતા અને લોટરીની ટિકિટ ખરીદીતા.

એમને એમ પોતાનો પરિવાર પણ વસી ગયો. હાલત હજુ એવી જ સિલાઈ કામ કરીનેતાનું ગુજરાન ચલાવતા. પણ તે લગભગ સાત વરસથી લોટરીની ટીકીટ ખરીદતા. કયારેક 10 રુપિયાની તો કયારેય 100 રુપિયાની.પોતે એક કપડુ ઓછુ ખરીદે. પણ ટિકિટ એક ઉમ્મીદ સાથે હમેંશા ખરીદતા કે કયારેક તો મારો ગાગર સાગર જેવો થશે. એમ વિચારી હસમુખભાઈ ટિકિટ ખરીદી કરતા હવે તો લોટરીવાળાભાઇ પણ કહેતા. 'હસમુખભાઇ તમારી ઝૂંપડીમાંથી કદાચ એક મકાન બની જાય અત્યારે સુધી.' હસમુખભાઇ હસીને ..! બોલતા 'મને આશા છે એક દિવસ હું જરૂર કરોડપતિ બનીશ.'

પોતાને ઘર હવે બીજા દિકરાનો પણ જન્મ થયો. સિલાઈ કામથી ઠીકઠાક ચાલે છે. હવે, તો ગામના લોકો પણ હસમુખભાઇની મજાક કરતા. 'નાણા વગરનો નાથિયો.'..સપના જોવે છે "નાથાલાલ" બનવાના પણ હસમુખભાઇને કોઈ ફરક ન પડતો. રોજ સવાર બાજુવાળાનું છાપુ લાવી લોટરીના નંબર ચેક કરતા.

એક દિવસે તેમનો નંબર લાગ્યો. અને તે પણ પહેલા નંબરની લોટરી હતી પોતે લાખોપતિ બની ગયો છે. તે જોઈને તે નાચવા લાગ્યો અને દોડીને બોલવા લાગ્યા કે મારુ સપનુ સાકાર થવાનો દિવસ આવી ગયો છે. હસમુખભાઇનું સપનુ હતું કે જે દિવસે લોટરી લાગશે. એ દિવસથી તે ગામ છોડીને મુંબઈ મહાનગરમાં જઇને પોતાનો બિઝનેસ ચાલુ કરશે. અને મારા દસ લાખને હું કરોડો બનાવીશ. અને તેમની મહેનત રંગ લાવી અને ખરેખર હસમુખભાઇ મુંબઈ શહેરમાં વસી ગયા અને દસના દશકરોડ બનાવ્યા. તે ખૂબ બુદ્ધિશાળી હતા. તેમને પોતાનુ જીવનને ગાગરમાંથી સાગર સુધી પહોંચાડી એક ખ્યાતનામ વ્યક્તિ તરીકે પોતાનું જીવન જીવી ગયા.


Rate this content
Log in