Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

લક્ષણ

લક્ષણ

1 min
1.2K


બાળપણથીજ એ ઈન્જેકશનથી ખૂબજ ડરતી. ઇન્જેક્શન જોતાંજ ચીખી ઊઠતી. બધાં મળીને પકડે ત્યારે એને ઇન્જેક્શન અપાતું.

આખી હોસ્પિટલ માથે ઊઠાવતી. ઇન્જેક્શન અડે એ પહેલાં જ એને ચક્કર ચડી જતા. પણ હવે જુઓ. ઇન્જેક્શન લેવા હોંશે હોંશે જાય છે. શાંતિથી ઇન્જેક્શન મુકાવે છે. એક નાનકડી ડાયરી પણ રાખી છે. બધાજ ઇન્જેક્શનની તારીખ અચૂક નોંધે છે. આટલી નીડરતા ક્યાંથી આવી? દ્રષ્ટિકોણ કેમ બદલાયો? કારણ એટલુંજ કે એની અંદર વિકસી રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે આ ઇન્જેક્શન અનિવાર્ય. મા હજુ બની નથી પણ માતૃત્વના લક્ષણ દેખાવા લાગ્યા  છે!


Rate this content
Log in