Riten Antani

Others

3  

Riten Antani

Others

લક્ષ્મીદાસ કે લક્કી

લક્ષ્મીદાસ કે લક્કી

2 mins
141


લક્ષ્મીદાસ એક પ્રખ્યાત અને ધનકુબેર કહેવાય તેવા મુંબઈના બિલ્ડર હતા. બોરીવલીથી થાણા સુધી પચાસેક બહુમાળી મકાનોની શ્રેણીખૂબ જ સરસ રીતે બાંધી, સફળ સંચાલન કરી વેંચીને હવે હમણાં જ નિવૃત્ત થrયા હતા. પોતા માટે એક સરસ સાત માળની ઇમારત બનાવી હતી. જેમાં તેમના બે પુત્રો અને એક દીકરી જમાઈ રહેતા હતાં. બસ એક વાત નું દુઃખ હતું.લક્ષ્મીદાસના પત્ની શુકનબેન ગયા વર્ષે જ મૃત્યુ પામેલા. એટલે તેઓ એકલા પડેલા.

જીવનભર બાંધકામનો વ્યવસાય કરતા હતા એટલે અલગ અલગ કારીગરો સાથે પનારો પડયો હતો. એટલે લક્ષ્મીદાસ બહુ તોછડા બની ગયા હતા, સ્વભાવ તો ફટાકડાની વાટ જેવો..જેવી દીવાસળી ચાંપી ...એટલે... ભૂ... મ...ભડાકા. પણ કહે છે કે જેને કોઈ ન પહોંચે તે ને પેટ પહોંચે.લક્ષ્મીદાસનો લાડકો પૌત્ર છે ,લક્કી. નાના દીકરાનો સૌથી નાનો દીકરો. આમ તો કુટુંબ મોટું દીકરા, વહુ, પોત્રા, દીકરી જમાઈ, દોહિત્રી. બધાં આમ ભેગાં. એક જ ઇમારત માં રહે પણ પોત પોતાના ફ્લેટમાં.

લક્ષ્મીદાસ પોતે રહે ગ્રાઉન્ડ ફ્લોર પર અને બાકીના માળ પર બીજા સહુ. બધા પરિવાર કામ અલગ અલગ જગ્યાએ કરે પણ રહે સાથે. અપવાદ આ લક્કી...સોળ વરસની વયે એકદમ ચાલાક, બુધ્ધિશાળી. બારમા ધોરણમાં પણ ખૂબ જ સારા માર્ક સાથે પાસ થયો. I.T. mumbai માં b.tech ભણે. આજે તો મોટો થયો છે, માબાપ સાથે ઓછો, દાદા સાથે વધુ રહે, દાદા પણ એકદમ ટોપ ક્લાસ ફોન વાપરે,બધી એપ્લીકેશન ડાઉનલોડ કરીને લક્કીને પણ ઓનલાઇન ગેમમાં પણ 

હરાવી દે.

એમાં લક્કી તો શીખી ગયો બિટકોઇન કમાતા. જેટલી મિલકત ઊભી કરવા માં દાદા એ જિંદગી કાઢી નાખી,એટલા તો એ ત્રણ વર્ષમાં કમાઈ ગયો.  હવે લક્ષ્મીદાસ તો મુંઝાય. મારી આખી જિંદગી ગઈ અને આ તો ચમત્કાર. શું દુનિયા છે ?

લક્કીએ દાદાને કીધું કે "હું તમને પ્રેમ ખૂબ કરું પણ મારી સ્પેસનું શું ?"

દાદા કહે એ વળી શું ?"

આ એક એવી વાત કે એ આપણે સમજાય જ નહી. મને તો એમ થાય કે હું લક્ષ્મીદાસ હોઉં તો શું કરું ? તમે પણ વિચારજો.


Rate this content
Log in