STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લીમડો

લીમડો

1 min
157

આંગણામાં ઘેઘૂર લીમડો હતો.. લીમડા નીચે ખાટલામાં મનુભાઈ સૂતાં હતાં. સાયકલની ઘંટડી વગાડતાં પોસ્ટમેન આવ્યાં અને મનુભાઈને એક ટપાલ આપીને રામ રામ કહીને જતાં રહ્યાં. મનુભાઈ એ ટપાલ ખોલીને વાંચી.

શહેરમાં રહેતા દીકરાએ લખ્યું હતું કે બાપુ હવે શહેરમાં રહેવા આવી જાવ બાળકો દાદા, દાદા કરે છે.

અમે પતિ પત્ની નોકરીયાત જીવ છીએ તમે હોવ તો બાળકોની ચિંતા ના રહે માટે આ રવિવારે હું તમને તેડવા આવીશ.

પત્ર વાંચીને મનુભાઈ એ એક ફળફળતો નિસાસો નાંખ્યો અને લીમડાના ઝાડ ઉપર નજર કરી અને બબડ્યા કે આ લીમડા વગર હું શહેરમાં કેમ રહી શકીશ ? આ લીમડો તો મારી ધડકન છે. અને આ લીમડા ઉપર બેસતાં મૂંગા પક્ષીઓ મારો પરિવાર છે. આ લીમડો તો મારી દિલની ભાવનાઓનો એકમાત્ર સાક્ષી છે એને મૂકીને શહેરમાં નહીં જવાય એમ મનમાં દ્રઢ નિર્ણય કર્યો ને લીમડાને ભેટી પડ્યા.


Rate this content
Log in