લગ્નતિથિ નિમિત્તે પાઠવેલ શુભેચ્છા પત્ર
લગ્નતિથિ નિમિત્તે પાઠવેલ શુભેચ્છા પત્ર


સ્નેહી વર્ષા બહેન તથા પ્રદીપ ભાઈ
જય શ્રી કૃષ્ણ
તમારી ૨૫મી લગ્ન તિથિની નિમિત્તે, આ વખતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળી ને તમને પત્રરૂપી પુષ્પ દ્વારા શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી ઉર્મી અને ઉષ્મા ભરી આ ચેષ્ટા તમને ગમશે.
તમારી લગ્ન તિથિની ૨૫મી વર્ષ ગાંઠે અમારા દિલથી અભિનંદન અને શુભેચ્છાઓ છે. આવનારા વર્ષોમાં પણ તમારી એકબીજા માટેની સ્નેહની સરવાણી આમ જ વહેતી રહે અને તમે બંને સર્વે રીતે સુખી થાઓ એવી ભગવાન પાસે પ્રાર્થના છે. તમારૂ મધુર દાંપત્ય જીવન જોઈને તમારા માટે નીચેની ચાર પંક્તિઓ લખાઈ ગઈ છેઃ
એકબીજાને સુખી રાખવાની એમની હોડ છે,
સમાજમાં સુખ ફેલાવવાની એમની દોડ છે,
સુખી અને મધુર દામ્પત્ય જીવન એમનું છે દાખલારૂપ
વર્ષા બહેન તથા પ્રદીપ ભાઈની જોડી ‘અજોડ’ છે.
શુભ અને મંગલકામનાઓ સાથે – આપના સ્નેહી ભરત તથા સંધ્યા