Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Dina Vachharajani

Others


4.3  

Dina Vachharajani

Others


લગ્નદિન

લગ્નદિન

3 mins 226 3 mins 226

મોટો સુશોભિત એસી હોલ,સ્ટેજ પર પણ રિસેપ્શન જેવું ડેકોરેશન, એક-બાજુ ડ્રીન્કસ નું કાઉન્ટર, સ્ટાર્ટર્સ લઈને ફરી રહેલાં વેઈટર્સ, સજ્જ -ધજ્જ મહેમાનો...ઓહો..હો ...આતો જાણે લગ્નની જ ધામધૂમ....હાથમાં ગીફ્ટનું પેકેટ પકડી ઉભેલી નીમા જોતી જ રહી ગઈ. એણે બાજુમાં ઊભેલ નીરજને પૂછ્યું "આપણે બરાબર એડ્રેસ પર આવ્યાં છીએ ને ? "જોકે ત્યાં જ એનું ધ્યાન એકમેકના ગળામાં હાથ નાંખી ફોટો સેશન કરી રહેલા કપલ પર પડ્યું.બંને હસી-હસીને પોઝ આપી રહ્યાં હતાં. આસપાસ ઊભેલા સગાં અને મિત્રો એમને તાળીઓ પાડી ચીયરઅપ કરી રહ્યાં હતાં .કપલ એટલે નીરજના ક્લાયંટ મીસ્ટર એન્ડ મીસીસ ભલ્લાં જેમની આજે પચીસમી લગ્નની વર્ષગાંઠની ઉજવણી હતી.

એમ તો કાર્ડ આપતી વખતે મિસ્ટર ભલ્લા એ જણાવેલું કે આતો એમની દીકરી માટે હજી વર શોધવાનો બાકી છે એટલે સમાજ અને બીઝનેસ સર્કલમાં નામ ઊંચું રાખવું જરુરી છે માટે જબરદસ્તી આ પાર્ટીનું આયોજન કર્યું છે. બાકી અમારા વકીલ તરીકે તમને તો બધી ખબર જ છે ! વાત પણ સાચી હતી. નિરજ છેલ્લા પાંચ વર્ષથી એમને કાનૂની સલાહ આપતો હતો. બહારની કોઈ વ્યક્તિ સામે લડવા નહીં પણ એકમેકની સામે લડવા. બંનેએ મિલકતમાં પોતપોતાના હિસ્સા માટે લેખીત બાંયધરી લઈ લીધેલી કારણ એમને એકમેકમાં બિલ્કુલ વિશ્વાસ નહોતો. મારપીટ અને ઘરેલું હિંસા માટે મીસીસ ભલ્લા કેટલીએ વાર મિસ્ટર પર કેસ કરતા -કરતાં અટકી ગયેલાં. એકવાર તો ડાયવોર્સ સુધી વાત આવી અટકી ગયેલી.બહુ ઓછા લોકોને આ વાતની ખબર હતી અને નીરજ-નીમા એમાંના એક હતાં. ગીફ્ટ આપી થોડા ફોટા પડાવી નીરજ-નીમા ત્યાંથી નીકળી ગયાં. શુભેચ્છાના શબ્દોએ પણ હોઠમાં જ દબાઈ રહેવું પસંદ કર્યું. ભૂખ તો ખૂબ લાગી હતી પણ બંનેને ત્યાં કંઈ ખાવાનું મન ન થયું.

ઘરે જવા કારમાં ગોઠવાયાં, જરાક જ આગળ ગયાં હતાં ને નીરજે જોરથી બ્રેક મારી....ચમકીને નીમાએ સામે જોયું તો એક ગરીબ માણસ હડફટમાં આવતાં -આવતાં બચી ગયેલો, એના હાથમાં બે-ત્રણ નાનાં પેકેટ હતાં એ રસ્તા પર ઊડી પડ્યાં હતાં. આ જોઈ નીરજ-નીમા નીચે ઉતર્યા એને ઊભો કર્યો અને બધાં પેકેટ્સ ભેગાં કરી એના હાથમાં આપ્યાં કે એ હાથ જોડી બોલ્યો." તમારો આભાર ..તમે મને બચાવી લીધો, નહીં તો રોડ ક્રોસ કરી ત્યાં ઉભેલી મારી પત્ની પાસે પહોંચવા હું તો ઉતાવળો થયેલો." એણે બતાવેલી દિશામાં એમણે જોયું કે એક આઘેડ ઉંમરની સ્ત્રી આંખ પર ગોગલ્સ પહેરી હાથમાં લાકડી લઈ એક ખૂણામાં ઊભેલી. જોઈને જ ખ્યાલ આવતો હતો કે એ અંધ છે.

"અરે ! પણ જરા ખ્યાલ રાખવો જોઈએ ને ? એવી તે શું ઉતાવળ હતી ."

" હા ! વાત તો સાચી.... પણ આજે અમારા લગ્નની પચીસમી વર્ષગાંઠ છે.મારી પત્નીને ખૂબ વહાલા એવા આ મોગરાનો ગજરો અને પાંવ-વડા લઈ હું એના સુધી પહોંચવા ઉતાવળો થયો હતો ....મારે એના ચહેરા પર પ્રસરતી ખુશી જો જોવી હતી ! "

એના આ શબ્દો સાંભળી નીરજ-નીમાની આંખોએ કંઈક વાત કરી. અને ક્યારનાએ એમનાં હોઠમાં દબાયેલા શુભેચ્છાના શબ્દો નીકળી પડ્યાં " ઓહો ! તમને બંનેને લગ્નદિન મુબારક હો ! "

પેલા માણસના ગયા પછી નીમા બોલી.... " નિરજ, બહુ ભૂખ લાગી છે...ચાલ, પાંવ-વડા ખાઈશું ? "


Rate this content
Log in