End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Bhavna Bhatt

Others


4  

Bhavna Bhatt

Others


લાલી મહેંદીની

લાલી મહેંદીની

3 mins 32 3 mins 32

આયુષીના લગ્ન લોકડાઉન ખૂલ્યું પછી સાથે ભણતાં અને એકબીજાને પ્રેમ કરતાં મનન સાથે થયાં. બહું સાદાઈથી લગ્ન થયાં પણ આયુષીને મહેંદીનો શોખ ખૂબજ હતો એટલે બન્ને હાથ અને પગે મહેંદી ડિઝાઈન કરવા વાળી જોડે મુકાવી હતી અને આયુષીને મહેંદીનો રંગ પણ ખૂબ સરસ આવ્યો હતો. લાલી નિખરી હતી મહેંદીની એટલે આયુષીનાં હાથ ખૂબ જ સુંદર લાગતાં હતાં એણે મહેંદીવાળા હાથના ફોટા પડાવ્યા અલગ-અલગ સ્ટાઈલમાં.

ઘરનાં બધાં કેહવા લાગ્યા 'બસ આયુષી આ શું મહેંદીના આટલાં બધાં ફોટા ?' આયુષી એ હસીને કહ્યું 'હાં આ મારી યાદગીરી છે મારાં જીવનનો આ પ્રેમનો રંગ એને હું સંભારણા તરીકે રાખવાં માગું છું.'બધાં આયુષીની વાત સાંભળી ને હસી પડ્યા કે મહેંદી ઘેલી છે.

આયુષી અને મનનના લગ્ન થયા અને મનન સાંજે મિત્રો જોડે પોતાના ઘરનાં ધાબા પર વ્હીસ્કીની પાર્ટી રાખી અને સિગરેટ અને દારૂની રેલમછેલ થઈ. અડધી રાત્રે એ પોતાના રૂમમાં પહોંચ્યો. આયુષી રાહ જોઈ રહી હતી. મનન અને આયુષીના લગ્નને પાંચજ દિવસ‌ થયાં હતાં હજુ તો આયુષી ના હાથ, પગમાંથી મહેંદીની લાલી ગઈ‌ નહોતી. અને પતિ-પત્ની બન્ને કોરોના સંક્રમિત થયાં અને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આયુષીની તબિયત વધુ બગડતી ચાલી એને‌ ઓકિસજન આપવામાં આવ્યો હતો છતાંય આયુષીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. એ ડોક્ટર ને હાથ જોડીને આંખો દ્વારા યાચના કરતી હતી કે મને બચાવી લો મારે જીવવું છે હજુ તો મેં મારી જિંદગી માણી નથી મારાં સપનાં પૂરાં કરવાં છે. અને આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી મનનની સ્થિતિ પણ ખરાબ હતી એ પોતાની જાતનેજ દોષિત માની રહ્યો હતો કે દોસ્તોની વાત માનીને ધાબા પર પાર્ટી કરવાની માગણી મારે સ્વીકારવીજ નહોતી જોઈતી. મારીજ ભૂલ થી હું સંક્રમિત થયો અને મેં આયુષીને સંક્રમિત કરી. આમ વિચારીને એ પોતાની જાતને દોષિત ઠેરવી ને અશ્રું વહાવી રહ્યો.

એણે એક નર્સને આયુષી વિશે પુછ્યું અને આયુષીની તબિયત વધારે ખરાબ છે જાણીને એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન આયુષીને બચાવી લે મારાં ભૂલની સજા એને ના આપીશ હજુ તો‌ એનાં હાથની મહેંદી પણ ગઈ નથી કેટ કેટલા સપનાં સજાવ્યાં છે ભગવાન એને બચાવી લે. કેટલાં અરમાનો છે આયુષીના એને જિંદગી માણવી છે મારી સાથે હે ભગવાન તું એને ‌જલ્દી સાજી કરી દે.

આયુષીને ડર લાગતો જ હતો કોરોનાનો પણ હુંજ એની વાત ના માન્યો ‌અને દોસ્તો પાસે હું મહાન છું એ બતાવવા ગયો અને મારો ભ્રમ અને અંહમ હું પુરુષ છું સ્ત્રીની વાત કેમ માનું એમ માનીને મારા અંહમને સંતોષવા મેં પાર્ટી રાખી અને એજ આજે અમારી જિંદગી મરણનો સવાલ બની ગયો. અને આ અસહ્ય વેદના અને ભયાનક ભય એકલતા વધુ મનને નબળું પાડી દે છે. હે ભગવાન બચાવી લે અમને.

આમ મનન ભગવાન ને અંતરથી વિનંતી કરી રહ્યો. આયુષીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ડોક્ટરે ઉપચારનાં પ્રયત્નો ચાલુ રાખ્યાં પણ આયુષી ની તબિયત વધુ ને વધુ બગડતી ચાલી..

અને હોસ્પિટલમાં ત્રીજાજ દિવસે આયુષી એ‌ અંતિમ શ્વાસ લીધા અને કેટલાંયે અરમાનો અને સપનાં અને મહેંદીની લાલી સાથે એ કોરોનાનો કોળિયો બની ગઈ. મનન ને જાણ કરવામાં આવી એણે કરુણ આક્રંદ કર્યું જે સાંભળીને આખી હોસ્પિટલ રડી પડી અને ગમગીન બની ગઈ. મનનની ભૂલ મનનનેજ ભારે પડી.


Rate this content
Log in