લાલ મકોડો
લાલ મકોડો




ક્લિનિકની બહાર સ્ટુલ ઊપર બેઠા બેઠા કજરી વિચારતી રહેતી. તે અહીં કેવી મજબૂરીએ આવી હતી !
તે દિવસે તેના નાનકડા સ્ટુલ ઊપર લાલ મંકોડો ફરી રહ્યો હતો અને તેની ધ્યાન બહાર જ તેને ચટકી ગયો હતો ! પણ તે મજબૂર હતી. આજે ફરીથી સોફા ઊપર લાલ મંકોડો ફરી રહ્યો છે. આજની એપોઇન્ટમેન્ટ છે, કેતકી ઉતવળે ક્લિનિકમાં દાખલ થઈ.
થોડી વાર માટે સોફે બેઠી. ત્યાં પેલો હરામખોર લાલ મંકોડો તેને ચટક્યો 'ઓ..મમ્મી તે ચીસ પાડી ગઈ ! પણ તે સાથે જ તેણે પેલા મંકોડાને ચપ્પલથી મસળી નાંખ્યો.
ત્યાં બેલ વાગતા કજરી બોલી; 'તમે જાવ..'
કેતકી અંદર ગઈ.
બહાર લાલ લાઈટ થઈ ! કજરી પેલા મૃત્યુ પામેલા મંકોડાને જોઈને વિચારી રહી છે 'શુ તે... !'