લાખેણી
લાખેણી
1 min
124
લાખેણી દીકરીનો જન્મ થયો એનાં કંકુ પગલાં પડ્યાં અને ચારે દિશાએથી ફાયદાઓ થવા લાગ્યાં. એકદમ સૂરજમુખી જેવી ગોળ મટોળ. મોટી મોટી આંખો અને હસતું મોઢું. જે પણ એને જુએ એનાં મુખ પર પણ સ્મિત આવી જાય. આવી સૂરજમુખી જેવી દીકરીનું નામ પણ ઘરનાએ સૂરજમુખી જ નામ રાખ્યું એને જોઈ ને દિવસ સુધરી જાય.
સૂરજમુખીનો જન્મ થયો અને તરતજ એનાં દાદાને સરકારી ખાતામાં ઓફિસર તરીકેની બઢતી મળી. સૂરજમુખીનાં પિતાને ધંધામાં સફળતા મળી. સૂરજમુખીની નાની જે બિમાર હતાં એમની બિમારી દૂર થઈ અને નિરોગી થયાં.
આમ આ સૂરજમુખી એ આવીને એનાં પગલે આખાં પરિવારમાં ફાયદો જ કરાવ્યો.
