Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Others


4.0  

Bhavna Bhatt

Others


લાગ્યો રંગ

લાગ્યો રંગ

8 mins 263 8 mins 263

મારી બાજુમાં રહેતો પરિવાર અને આ અજબ છોકરો અંકૂર.. બે ઘર વચ્ચે પાળી છે એટલે બધું જ સંભળાય અને દેખાય..

આવાં લોકડાઉનનાં માહોલમાં તો નિરવ શાંતિ હોય છે એટલે બધું જ સાંભળવા મળે..

એક દિવસ સવાર સવારમાં.

અંકુર નાં પપ્પા સાંભળો છો ?

આ તમારી ચા અને આ નાસ્તો ટેબલ પર રાખ્યા છે.

ચલો ચા નાસ્તો કરી લઈએ.

ચા નાસ્તો કરતાં કરતાં રાકેશભાઈ અને ધારીણી બહેન વાતો કરી રહ્યાં.

નહાવા માટે ટુવાલ બાથરૂમમાં મૂકી દીધો છે.. એ પહેલા આ દવા લઇ લેજો..

રાકેશભાઈ ને ધારીણી બહેન સાહેબ કહીને જ બોલાવે.

આપણે પરવારીને પ્રભુ સ્મરણ કરી લઈએ.

બંને છોકરાઓ ઓનલાઇન લેક્ચર લે છે તો ઉપરથી મોડાં આવશે નીચે..

"એ ભલે.." કહીને રાકેશભાઈ બાથરૂમમાં ચાલ્યા ગયા..

ધારીણી બહેન રસોડામાં ગયા અને સવારનું વાસી કામ પરવાર્યા.

પછી પોતાના ઓરડામાં જઈ રાકેશભાઈની વસ્તુઓ સરખી કરીને પૂજા ઘરમાં ગયાં.

ધારણી બહેન પૂજા પાઠમાંથી પરવાર્યા અને અંકૂર અને સ્નેહા નીચે આવ્યા.

આજે સમોસા અને રોટલી, શાક બનાવવાના હતા એટલે બધીજ તૈયારી કરી સ્નેહા સમોસાનાં માવામાં મસાલો કરી રહી અને સમોસા તૈયાર કરી રહી..

સ્નેહા કહે તેમ અંકૂર સમોસા તળતો હતો.

આ જોઇને પહેલા તો તેમને સહેજ ગુસ્સો આવ્યો કે આ શું પુરુષ થઈ ને આ શું કરે છે ?

તેમનો દિકરો પણ.

અચાનક જ એ એ બંનેના ચહેરા પર મુસ્કાન અને રમત જોઈ ગુસ્સો ગાયબ થઇ ગયો.

તેમની આંખો ઠરી ગઈ એ સંબંધના હેતને, પ્રેમને અને વહાલને નિહાળીને.

"અરે અરે જાન મમ્મી કે પપ્પા જોઈ જશે તો તકલીફ થશે.. પ્લીઝ તમે હવે જતા રહો. .

તમે કહ્યું એટલે મેં બે ( ઘાણ ) વખત તરવા દીધા.. પણ હવે વધારે નહીં.. મમ્મી કે પપ્પા જોશે તો કેવું લાગશે તેમને ?"

"કંઈ ખરાબ નહીં લાગે જાન. . તું એ બધું ના વિચાર.. એવું હશે તો હું એમને જવાબ આપી દઈશ. તું ફટાફટ કામ પતાવી લે. .

પછી જમીને આપણે વિધાર્થીઓ સાથે ઓનલાઇન કિવઝ સ્પર્ધા રાખી છે.

બધા આપણી રાહ જોતા હશે. .

છોકરાઓ બાર વાગ્યે કહેતાં હતાં આ તો આપણે રસોઈ નો સમય હોય છે એટલે મેં એમને સમજાવ્યા.. ને ખબર છે આ સમજાવતી વખતે હું કેટલું પ્રાઉડ ફિલ કરતો હતો.."

એમ કહીને અંકૂર હસ્યો. .

"અરે.. મમ્મી એ તો મને કહેલું જ કે આપણે વહેલા ઓનલાઈન સ્પર્ધા રાખવી હોય તો એ રસોઈ બનાવી લેશે પણ આપણે જમવા તો આવવું પડે અને નહીંતર રસોઈ ઠંડી થઇ જાય અને ચારેય સાથે જમવા ટેવાયેલા છીએ તો મજા નાં આવે.. અને એમાય આ સમોસા, શાક, રોટલી બધું જ બનાવવાનું તો મમ્મી ને શ્રમ પડે .

રસોડાનું કામ આટોપશે તો એમની કમર વધારે દુખશે.. પગ પણ કેટલા દુખે છે એમના. એટલે જ મારાથી થાય એટલું તો મારે કરવું જ જોઈએ ને અંકૂર.."

અને મમ્મી તો બધું જ જમવાનું ચાલે છે પણ પપ્પા ને બધું જ જોઈએ અને એમને રોટલી, ભાખરી વગર પેટ ભરાતું નથી એટલે.

ને તરત જ અંકૂરે તેને ખેંચી અને તેના કપાળમાં ચુંબન કરી લીધું..

"કેટલી સુંદર પત્ની મળી છે મને.. સંસ્કારી અને સમજુ.."

"ને મને કેટલા અન્ડરસ્ટેન્ડિંગ પતિદેવ મળ્યા છે.. મારા મિત્ર. .

કાશ મમ્મીને પણ.."

" બસ હવે તારો જીવ ના બાળીશ.. પપ્પાનો તો સ્વભાવ જ આવો છે.."

અકૂરે કહ્યું ને સ્નેહા ચુપ થઇ ગઈ.. બંને ફરી કામમાં પરોવાઈ ગયાં..

રાકેશભાઈ અને ધારણી બહેનને બે સંતાનો હતા..

મોટી દીકરી હતી મેઘના જે પરણીને સાસરે હતી અને સુખી હતી.

બંને ભાઈ બહેનમાં ખુબજ પ્રેમ હતો એકબીજા માટે જાન આપવા પણ તૈયાર..!!

અલગ-અલગ એરિયામાં રહેવા છતાય ભાઈ બહેનમાં અને સ્નેહા સાથે પ્રેમ એવો જ જળવાયેલો હતો.

રાકેશભાઈ ને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દુકાન હતી.

જ્યારે બધું રાબેતા મુજબ ચાલુ હતું ત્યારે રોજ જમીને દુકાને જાય અને રાત્રે નવ વાગ્યે આવે.

અંકૂર અને સ્નેહા ટીચર હતાં.

રાકેશભાઈ સ્વભાવે બહુ કડક અને જૂનવાણી માનસિકતા ધરાવતા હતાં..

એટલે..

ધારીણી બહેન પ્રત્યે પણ અને એમના સંતાનો પ્રત્યે પણ તેઓ કડક રહે. . હા પરંતુ પ્રેમ પણ તેઓ એટલો જ કરે બધાને..!! લાગણી દરેક માટે અનહદ..!!!

અંકૂર ની લગ્ન તારીખ હતી બીજા દિવસે .

સ્નેહા બપોરે અંકૂર સૂઈ ગયો એટલે નીચે આવી કેક બનાવીને મૂકી દીધી .

અને ખાલી સૂવાનો ઢોંગ કરતો અંકૂર સ્નેહા નીચે ગઈ એટલે પ્રિન્ટર માં એ બન્ને નાં ફોટા કાઢ્યાં અને ત્રણ મહિના પહેલાં બર્થ-ડે માટે લાવેલા ફુગ્ગા પંપથી ફૂલાવીને બેડ પર સજાવટ કરી દીધી અને નીચે આવી ગયો.

રાકેશભાઈ તૈયાર થઈને જેવા રૂમમાં થી બહાર નિકળ્યા

કે ધારીણી બહેન તરત જ ટેબલ પર તેમનો બપોરનો ચા નાસ્તો તૈયાર કરવા લાગ્યા..

અંકૂર પણ ઉપરથી નીચે આવ્યો બેઠકરૂમમાં બેઠો

અને સ્નેહા ને પણ બોલાવી..

રાકેશભાઈ એ સ્નેહાને પુછ્યું ..

"આ શાની તૈયારી કરો છો વહુ તમે બંને ?"

આ સાંભળીને ધારીણી બહેને વાત વાળવા કોશિશ કરી .

પણ રાકેશભાઈ એ ફરી એ જ સવાલ પૂછ્યો..

"પપ્પા કાલે અમારી લગ્ન તારીખ છે ને તો એ માટે થોડી સરપ્રાઈઝ કરતી હતી.

"બોલો.. પતિ-પત્ની ને વળી શું સરપ્રાઈઝ આપવાનું હોય ?

આ આજકાલના છોકરાઓને શું નવા તુત સુજે છે.."

સ્નેહા આ સાંભળીને સહેજ ભોંઠી પડી ગઈ..

"સાહેબ.. ઠરી જશે ચા પી લો. "

ધારીણી બહેન સ્નેહાનાં બચાવમાં તો ના બોલી શક્યા પણ વાત ફેરવવા તેઓએ આ પ્રમાણે કહી દીધું અને સ્નેહા ને ઈશારો કર્યો કે ચૂપ રહેજે.

અંકૂર અને સ્નેહા સોફા ઉપર બેસી ને વાતો કરવા લાગ્યા.

એટલામાં જ સ્નેહા ની બહેન નો ફોન આવ્યો એટલે એ એકદમ ઉભી થવા ગઈ અને પગની નસ વળગી ગઈ એનાંથી ચીસ નંખાઈ ગઈ.

દર્દ અને ગૂંચવણમાં અટવાયેલી જોઇને સ્નેહા ને જોઈને અંકૂર નીચો નમ્યો અને તે સ્નેહા નાં પગને સીધો કરીને હાથ ફેરવીને પગની આંગળીઓ ખેંચી મદદ કરવા લાગ્યો.. પાછળ ઉભેલા રાકેશભાઈની નજર આના પર પડી કે તરત બોલ્યા,

"અંકૂર, પત્નીને પત્ની જ બનાવીને રાખો.. મિત્ર નહીં.."

ને ગુસ્સામાં લાલ મોં કરીને રૂમમાં ચાલ્યા ગયા..

સાંજની રસોઈ કરી બધાં સાથે જમ્યા અને ઘરમાં જ બેસીને ગેમ રમ્યા આમ કરતાં રાત્રી નાં બાર વાગ્યા ને અંકૂર એકદમ જ બૂમ પાડીને બોલ્યો "હેપી એનીવરસરી સ્નેહા "

અને રાકેશભાઈ ચિડિયા આ શું માંડ્યું છે ..

અંકૂર કહે પપ્પા લગ્નજીવનનો એક આ અનેરો દિવસ છે અને એ દિવસને ખુશી થી ઉજવવો જોઈએ. આજ દ્રષ્ટિકોણ છે જીવન જીવવાનો અને મિત્રતાનો દ્રષ્ટિકોણ અપનાવવાનો.

રાકેશભાઈ સારું હવે તું બહુ મોટો સાહેબ બની ગયો છે.. હવે રાતના બાર વાગ્યા છે સૂઈ જાવ.

ત્યાં તો સ્નેહા રસોડામાં જઈને કેક લઈ આવી અને પછી ટેબલ પર મૂકીને બન્ને એ સજોડે કેક કાપી અને ખવડાવી એકબીજાને.

પછી રાકેશભાઈ અને ધારીણી બહેન ને ખવડાવી.

અંકૂર તો સ્નેહા નાં વખાણ કરતો જ રહ્યો.

રાકેશભાઈ તેમની આદત મુજબ બોલવા લાગ્યા.

ધારીણી બહેન પોતાના પગમાં તેલનું માલીશ કરી રહ્યા હતા..

"મમ્મી.. બહુ કામ કર્યું ને. લાવો ચલો હું માલીશ કરી આપું છું.." કહી સ્નેહા બેઠી..

"અરે ના લાડલી.. તું જા અને સૂઈ જા.

આખો દિવસ રસોડામાં સરપ્રાઈઝ બનાવીને થાકી ગઈ હશે..

ધારીણી બહેને સ્નેહાને જવાબ આપ્યો..

આમ કરતાં એ વાત ને અઠવાડિયું થઈ ગયું હવે રાકેશ ભાઈ અને ધારીણી બહેન ની બીજા દિવસે લગ્ન તારીખ હતી.

સ્નેહા અને અંકૂર સવારથી જ મમ્મી પપ્પા નાં લગ્ન તારીખ ની તૈયારીઓ માં પડ્યા હતા.

અંકૂર, સ્નેહા અને ધારીણી બહેનની નજર દરવાજે આવીને ઉભેલા રાકેશભાઈ પર પડી.

'હા સાહેબ. બોલો ને."

તરત જ ધારીણીબહેન પોતાની જગ્યાએથી ઉભા થઇ ગયા.. માલીશ માટે લીધેલા તેલની બોટલમાં થી સહેજ તેલ ઢોળાઈ ગયું એ પર પણ તેમનું ધ્યાન ના ગયું..

રાકેશભાઈ આગળ આવ્યા અને બોલ્યા,

" હેપી એનીવરસરી ધારીણી ".. એમ કહીને હાથ લંબાવ્યો..

ધારીણી બહેનની સાથે અંકૂર અને સ્નેહાને પણ અચરજ થયું..

આ સુરજ કઈ બાજુથી ઉગ્યો એ વિચારતા ત્રણેય એક્ટશે રાકેશભાઈ ને જોઈ રહ્યા..

"અરે ધારીણી, તમારો હાથ તો આપો.. કે મને શુભેચ્છા નહીં પાઠવો.

હું મિત્ર તરીકે પતિ જેવું વર્તન નહીં કરું હો.. ચિંતા ના કરતા.."

ને રાકેશભાઈ પોતે જ હસી પડ્યા. .

અચકાતા અચકાતા ધારીણી બહેને પોતાનો હાથ આગળ કર્યો એટલે તરત રાકેશભાઈ એ પોતે હાથમાં હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી.

ધારીણી બહેન સામે જોઇને તેઓ હસી પડ્યા. .

અંકૂર અને સ્નેહા હજુ પણ અચંબામાં ઉભા હતા..

"કેમ મારા દિકરા!! મારાં ગુરુ.. તારો રંગ લાગ્યો. .આજ તો તે તારા બાપને મજાનો પાઠ શીખવાડ્યો હોં.." 

અંકૂર તરત બોલ્યો,

"મેં શું શીખડાવ્યું પપ્પા.. કંઇક ફોડ પાડીને વાત કરો તો સમજાય.."

"હા..હા..હા.. બેસો બેસો અહીં.."

કહીને સોફા તરફ ફરીને રાકેશભાઈ બેઠા.. ધારીણીબહેન, અંકૂર અને સ્નેહા પણ ઉત્સુકતા સાથે સાંભળી રહ્યા..

હું બહુ નાનો હતો ત્યારે મારા માતા-પિતાના સંબંધોને જોતો.. બાપુજી હમેશા બાને માન આપતા.. પત્ની તરીકેનું માન ! તેમનો સંબંધ બહુ સુંદર હતો.. પરંતુ એ બંને ફક્ત પતિ-પત્ની જ હતા.. મારા બા એ જમાનામાં મેટ્રિક ભણેલા.. એક વાર બાપુજી કંઇક ધંધાનો હિસાબ કરતા હતા.. ગોટાળો થયો.. બા બાજુમાં જ હતા.. તરત જ સોલ્યુશન આપીને બાએ સરસ સજેશન પણ કર્યું કે જેનાથી ધંધામાં ફાયદો થાય.. ખબર નહીં બાપુજીને શું થયું કે બાને જાપટ જીકી દીધી.. હું મારા ઓરડામાં ઉભો ઉભો આ જોતો હતો.. હબકી ગયો.. ને દિકરા એ સમયે મારા બાપુજીએ મારી બાને કહેલા વાક્યો આજ સુધી મગજમાં ગુંજે છે..

"મારી પત્ની બનીને આવ્યા છો એ જ બનીને રહો.. સલાહકાર, મિત્ર કે માર્ગદર્શક બનવાની કોશિશ ના કરો.

ત્યારથી મારા મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પત્ની ક્યારેય મિત્ર ના બની શકે.. માર્ગદર્શક ના બની શકે.. તેનું સ્થાન રસોડામાં, પથારીમાં અને પરિવારની વ્યવહારિક બાબતોમાં જ છે. .

સ્ત્રી તો પગની જૂતી છે એને માથે નાં ચડાવવી.

સમાજની વ્યવહારિક કે ધંધાની સમજદારીપૂર્વકની વાતોમાં નહીં. તે આજે મારી આ ગ્રંથિ ખોટી પાડી દિકરા..

હું જે મારા બાપમાંથી શીખ્યો હતો એ તું મારામાંથી નથી શીખ્યો એ જાણીને ગર્વ કરું કે ખુશ થાઉ ખબર નથી પડતી.. કદાચ આ તારી મા ના જ સંસ્કાર હશે દિકરા. .

તને સ્ત્રીનું સન્માન કરતા અને તેને દોસ્ત સમજતા શીખવ્યું હશે તેણે..!!

આજે સવારે રૂમમાં થી નિકળતાં તને રસોડામાં જોયો હતો.. વહુની મદદ કરતા.. એ પછી તેના પગે માલિશ કરતાં. અને લગ્ન તારીખ નાં દિવસે સરપ્રાઈઝ આપી ને પત્ની ની ભાવનાઓ સમજી ને એનાં વખાણ કરતાં. એ સમયે આ દ્રશ્યો જોઇને તો લોહી ઉકળી ગયેલું.. પણ શાંતિથી જ્યારે વિચાર કર્યો ત્યારે સમજાયું તું કરતો હતો એ જ સાચું હતું.. હું કરતો હતો એ ખોટું હતું. .

પત્નીને લગ્ન સમયે આપેલું સાતમું વચન.. તેના મિત્ર બનીને રહેવાનું એ વચન.. એ વાંચ્યું ને મને મારી ભૂલો સમજાઈ.. મેં કરેલાં બાલીશ વર્તનો યાદ આવ્યા અને તે કરેલા વર્તનને જોઇને અભિમાન થયું..

બસ ત્યારે જ આ નિર્ણય લીધો.. અને તારા મમ્મીને આજના દિવસે શુભેચ્છા આપવા વિચાર્યું..

ધારીણી બહેન તો આ સાંભળીને રડી જ પડેલા.. રાકેશભાઈ નું આ નવું સ્વરૂપ એમને અત્યંત ગમી રહ્યું હતું. ..

આ ઘરમાં આજથી આપણે બધા મિત્ર બનીને રહીશું.. સંબંધને વિવિધ નામ આપીએ ત્યારે એમાં સ્વાર્થ ઉમેરાઈ જાય.. જ્યારે મિત્રતામાં તો ફક્ત સાથ જ હોય.. સ્વાર્થ નહીં. આપણે બધા જ એકબીજાના મિત્રો બનીશું.. કેમ વહુ બેટા અને અંકૂર દિકરા મને પણ શીખવશો ને સરપ્રાઈઝ આપવાનું.

આવો મારા બાજુમાં રહેતો અંકૂર જેણે પિતાને પ્રેમ અને દોસ્તી નાં રંગે રંગી નાંખ્યા.


Rate this content
Log in