The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાગણીનું ઋણસ્વીકાર

લાગણીનું ઋણસ્વીકાર

6 mins
55


આલિશાન બંગલામાં અરવિંદ ભાઈ અને તારા બહેન વાતો કરતાં હતાં.

આજે સવારથી જ અરવિંદ ભાઈ ને શરીરમાં અસુખ વર્તાતુ હતું.

એમણે એક પત્ર તારા બહેન ને આપ્યો અને કહ્યું કે આ પત્ર મારાં મૃત્યુ નિપજે એટલે ફોન કરીને દિકરી સુરેખા ને પૂનાથી અને દિકરા મલય ને બેંગલોર ફોન કરી જાણ કરજો અને એ આવી જાય તો મારો આ પત્ર એમને આપજો.

અને મારી તિજોરીમાં વસિયત પડી છે એ વાત જણાવી દેજો.

તારા બહેન આંસુ લૂછતાં તમે આવું નાં કહો તમને ભગવાન હજુ ઘણું ઘણું જીવાડે.

અરવિંદ ભાઈ જુઓ તમે આંસુનાં સારો એ તો કુદરત આગળ કોઈનું નથી ચાલતું.

આ ધન, દોલત, પુત્ર, પુત્રી, સગાંવહાલાં બધું અહીંજ રહી જાય છે.

તારા બહેન એ વાત સાચી છે આપની.

પણ પછી મારું શું થશે ?

તમે મને વૃધ્ધાશ્રમમાં રહેવા મળે એવી વ્યવસ્થા કરી દો.

તમારાં ભાઈબંધ છે ને રમણીક ભાઈ એમને ફોન કરીને કહી દો કે‌ ગમે ત્યારે તારા આવે તો એને રહેવા મળે એમ કહીને એ રડી પડ્યા.

અરવિંદ ભાઈ તમે રડો નહિ.. તમારી સાચી લાગણી નાં ઋણસ્વીકાર થશે જ. 

તારા બહેન બે હાથ જોડીને રસોઈ ઘરમાં ગયા અને અરવિંદ ભાઈ નું ભાવતું ભોજન બનાવવા લાગ્યાં. 

રસોઈ તૈયાર થઈ ગઈ એટલે એમણે ડાઇનિંગ ટેબલ પર બધું મૂકીને અરવિંદ ભાઈ ને જ

જમવા બેસાડી દીધા.

અરવિંદ ભાઈ એ આજે તારા બેન ને સાથે જ જમવાનું કહ્યું..

તારા બહેન કહે તમે જમી લો હું પછી જમીશ.

પણ અરવિંદ ભાઈ એ જીદ કરીને સાથે બેસાડીને જમાડ્યા.

અરવિંદ ભાઈ જમી પરવારી ને પોતાના રૂમમાં જતાં રહ્યાં..

તારા બહેન જમી પરવારી ને બધું સાફ સફાઈ કરી ને પોતાના રૂમમાં સૂવા જતાં રહ્યાં..

સવાર પડી અને તારા બહેન ની નિત્યક્રમ પ્રમાણે વહેલી આંખ ખુલી એમણે ઊઠીને પોતાનું નિત્યક્રમ પતાવી ને ચા મૂકી અને અરવિંદ ભાઈનાં રૂમનાં બારણે ટકોરા માર્યા પણ અરવિંદ ભાઈ એ કોઈ જ હોંકારો નાં દીધો એટલે એમણે ફરી ટકોર માર્યા પણ કોઈ જવાબ નાં આવ્યો એટલે આઉટહાઉસ માં હમણાં જ આવેલા માળી રામુ ને બોલાવીને કહ્યું કે દરવાજો ખોલ તો .

રામુએ દરવાજા ને ધક્કો માર્યો તો દરવાજો તો ખાલી જ ઠાલો જ બંધ કરેલો હતો.

રૂમમાં રામુ અને તારા બહેન ગયા તો અરવિંદ ભાઈ મૃત્યુ પામેલા હતાં.

તારા બહેન એ પહેલાં ફેમિલી ડોક્ટરને ફોન કર્યો પછી મલય અને સુરેખા ને તાત્કાલિક આવી જવા કહ્યું.

ફેમિલી ડોક્ટર તુષારભાઈ આવ્યાં અને તપાસીને કહ્યું કે રાત્રે જ ઊંઘમાં હ્રદય રોગ નો ભારે હુમલો થયો એમાં બચી નાં શક્યાં.

તારા બહેન તો મુંઝાઈ ગયા અને રડવા લાગ્યાં.

અચાનક એમને યાદ આવ્યું કે અરવિંદ ભાઈ નાં ખાસ મિત્ર મનોહર ભાઈ નજીક માં જ રહે‌ છે અને એમનો ફોન નંબર ડાયરી માં હતો એટલે એમણે એમને ફોન કરીને જાણ કરીને બોલાવ્યાં.

મનોહર ભાઈ તરતજ આવ્યાં અને તારા બહેન ને આશ્વાસન આપ્યું.

તારા બહેન એ પત્ર મનોહર ભાઈ ને સોંપ્યો અને બધી વાત કરી કહ્યું કે તમેજ આ પત્ર અને વસિયતનામું તિજોરીમાં છે એ જાણ કરજો છોકરાઓ ને.

હવે મારાં અન્ન જળ ખૂટ્યા આ ઘરમાં. તમે તો જાણો છો કે છોકરાઓ મને નફરત કરે છે.એમ કહીને એ એમનાં રૂમમાં જઈને એમનાં કપડાં લઈને વૃધ્ધાશ્રમમાં જવા નીકળ્યા મનોહર ભાઈ એ રામુને મોકલીને રીક્ષા મંગાવી આપી અને બે હાથ જોડયા.

સુરેખા અને મલય તાત્કાલિક ની પ્લેનની ટિકિટ લઈને આવ્યા.

બંગલામાં આવ્યાં અને મનોહર કાકા ને જોયાં એટલે એમણે અરવિંદ ભાઈ નાં રૂમ તરફ ઈશારો કર્યો.

અરવિંદ ભાઈ નો મૃતદેહ જોઈને સુરેખા અને મલય ખુબ રડ્યા.

મનોહર ભાઈ એ બન્ને ને સાંત્વન આપ્યું અને ચૂપ કરાવ્યાં..

મલય મોં બગાડીને ક્યાં છે પેલાં ?

એટલે મનોહર ભાઈ એ અરવિંદ ભાઈનો પત્ર આપ્યો અને તિજોરીમાં વસિયત છે એ જાણ કરી.

મલયે કવર માં થી પત્ર બહાર કાઢીને વાંચવા નો ચાલું કર્યો..

ચિ. મલય અને ચિ. સુરેખા..

તમે બન્ને જણાં તમારી માતા ગીતા નાં મૃત્યુ પછી ભણવા જવું છે એમ કહીને ઘર છોડ્યું હતું અને મને કહ્યું હતું જતાં જતાં કે પપ્પા જો તમે ઈચ્છતા હોવ કે અમે તમારી સાથે રહીએ તો તારા બહેન ને ઘરમાં થી કાઢી મૂકો પણ તમે કહ્યું હતું કે એ નહીં બને કારણકે તારા તારી મા ની નાનપણની ખાસ બહેનપણી છે અને તારી મમ્મી એ મરતાં મરતાં મારી પાસે વચન લીધું હતું કે તારા જીવે ત્યાં સુધી અહીંજ રહેશે કારણકે તારી મમ્મી ને પિયરમાં તકલીફ હતી તો તારા નાં પિતાએ જ તારા સાથે ગીતા ને ભણાવી..

પણ પછી કિસ્મત પલટી..

નાતમાં થી એક સગાં મારફત તારી મમ્મી સાથે મારાં લગ્ન થયાં અને સંસાર ચાલ્યો તમે બે બાળકો આવ્યાં હું ધંધામાં વ્યસ્ત રેહતો એટલે તારી મમ્મી મારાં ભાઈબંધ રમણીક નાં વૃધ્ધાશ્રમમાં દર મહિને જતી અને ત્યાં બધાં ને મદદરૂપ બનતી અને આખો દિવસ રોકાઇને સાંજે ઘરે આવતી ત્યારે એ ખુબ ખુશ હોય આ બંગલામાં નોકર ચાકરો ની ફોજ હતી એટલે એને કંઈ કામકાજ કરવું પડતું નહોતું..

આવી રીતે એક વખત એ વૃધ્ધાશ્રમમાં ગઈ અને એણે તારા ને જોઈ.

બન્ને સખીઓ કેટલાં વર્ષે મળી એ પણ આવી હાલતમાં.

ગીતા એ તારા ને પુછ્યું એટલે તારાએ પોતાની આપવીતી જણાવી કે તારાં પેહલા મારાં લગ્ન થયાં હતાં અને મને એક દિકરો જન્મ્યો પતિ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા.. પિયરમાં માતા પિતા રહ્યાં નહીં એટલે ભાઈએ મિલ્કત માટે થઈ મારી સાથે સંબંધ કાપી નાખ્યાં..

દિકરો મોટો થયો અને અવળાં રસ્તે જતો રહ્યો એ જ મને એક દિવસ અહીં મૂકીને જતો રહ્યો..

ગીતા રડી પડી એણે રમણીક ને વાત કરી અને મને ફોનમાં કહ્યું કે એની બહેનપણી તારા ને એ લઈને ઘરે આવે છે મેં હા કહી અને રમણીક ને ફોનમાં કહ્યું કે તું ગીતા સાથે તારા ને આવવા દે બાકી વિધિ પછી કરજે.

ગીતા તારા ને લઈને ઘરે આવી અને મને બધી વાત કરી મેં કહ્યું કે તારી બહેનપણી છે આ ઘર તારું છે તું એમને અહીં શાંતિથી રહેવાની વ્યવસ્થા કરી દે..

બંગલામાં આટલાં બધાં રૂમો હતાં એટલે એક રૂમ તારા ને રહેવા આપ્યો એ તો નાં જ પાડતાં હતાં પણ તારી મમ્મી ઋણ ઉતારવા માંગતી હતી.

તારા ને રહેવા આવ્યાં પછી તારી મમ્મી ખુશ રેહતી હતી પણ અચાનક તારી મમ્મી ને તબિયત બગડતાં ડોક્ટર પાસે લઈ જઈને તપાસ કરાવી તો કેન્સર નિકળ્યું એની સેવા તારા એ ખુબ કરી અને એક દિવસ તારી મમ્મી મૃત્યુ પામી અને તમે છોકરાઓ પણ સમજ્યા વગર ઘર છોડીને જતા રહ્યાં મને બોલવાનો કે સચ્ચાઈ જણાવવાનો મોકો આપ્યા વગર અને અહીં આવવાનું પણ બંધ કરી દીધું આ જોઈ તારા ખુબ રડતાં અને કહેતાં કે હું કેવી અભાગણી છું જ્યાં જવું ત્યાં દુઃખના કાંટ જ ઉગાડુ છું આ તમારા છોકરાઓ થી તમને દૂર કર્યા પણ હું એને સમજાવતો.

આ કોરોના મહામારી માં લોકડાઉન આવ્યું એમાં ઘરનાં નોકર ચાકરો, રસોઈયો ગામડે જતાં રહ્યાં મેં સમજાવ્યું તોયે તમે લોકો તો કોક દિવસ જ ફોન કરી ખબર અંતર પૂછી મૂકી દેતાં એ પણ દેખાડા ખાતર..

તારા એ લોકડાઉન મને રસોઈ, ચા, પાણી બનાવીને સાચવ્યો સાથે આ બંગલાને પણ એની તો કોઈ માગણી નથી એને તો ખાલી આશરો જોઈએ છે.

તારી મમ્મી ની ઈચ્છા મુજબ હું પણ એ જ કહું છું કે તારા જીવે ત્યાં સુધી બંગલાના આઉટ હાઉસમાં રહે અને એને કોઈ તકલીફ નાં પડે ‌એનુ ધ્યાન રાખજો.

બાકી વસિયતનામું તિજોરીમાં છે બધું તમારાં બંને નાં નામ પર છે.

લિ. તમારો પિતા..

આ વાંચીને મલય અને સુરેખા રડી પડ્યા અને મલયે ગાડી કાઢી અને વૃધ્ધાશ્રમ તરફ ભગાવી અને ત્યાં પહોંચી તારા બહેન નાં પગમાં પડીને કહ્યું કે માસી અમારે મા બાપ ‌તો‌ રહ્યા નથી તો અમને અનાથ કરી દેશો .

માસી ચલો ઘરે અને અમને તમારી લાગણીઓનું ઋણસ્વીકાર કરું છું હવે અમને મોકો આપો તમને અમારી લાગણીઓથી ઋણી બનાવવાનો..

આમ કહીને એ‌ તારા નાં પગમાં પડીને નાનાં બાળકની જેમ રડી રહ્યો કે તમને અમે સમજી શક્યાં નહીં અને તમારી જોડે ખોટું વર્તન કર્યું એ બદલ માફ કરો.

માસી અમને અપનાવી ને તમારી મમતા નાં ઋણી બનાવી દો.

તારા એ રડતાં રડતાં હા કહી અને મલય ને ભેટીને રડી..

મલય ગાડીમાં લઈ ઘરે આવ્યો અને પછી અરવિંદ ભાઈ ની વિધિ કરી.


Rate this content
Log in