Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાગણીનું ખેંચાણ

લાગણીનું ખેંચાણ

4 mins
180


અમુક યાદોને હંમેશા યાદ રાખવી જેથી એ યાદોથી તરોતાજા રહેવાય અને પ્રેમનો પણ પલ પલ અહેસાસ થાય અને એ જ પ્રેમની તાકાતથી મૃત્યુ નાં મુખમાં ગયેલાં ને જિંદગી નો જંગ જીતાડી દે છે....

આ વાત છે અમદાવાદ ની એક જાણીતી સોસાયટીમાં રહેતા પરિવારની ....

રશેષ અને સરલા બંને પતિ-પત્ની હોય છે...

બંને નોકરી કરતા હોય છે...

લગ્ન જીવનમાં બે દીકરીઓ જન્મી...

મોટી દીકરી માધુરી અને નાની દીકરી કોમલ....

રશેષ અને સરલા એ બંને દીકરીઓ ને મહેનત કરીને ભણાવી....

માધુરી અને કોમલ બંને દેખાવમાં સુંદર અને નમણી હતી...

કોલેજમાં બધાં એમની સાથે દોસ્તી કરવા તલપાપડ રેહતા...

માધુરી ને કોલેજમાં ભણતાં ધીરેન સાથે પ્રેમ થઈ ગયો અને એ બંને કોલેજની કેન્ટીન માં, થિયેટરમાં બધે સાથે જ હોય...

આખી કોલેજમાં એમનો પ્રેમ ચર્ચા નો વિષય બની ગયો...

આમ એક કાનેથી બીજા કાને વાત જતાં ધીરેન અને માધુરી નાં ઘરમાં ખબર પડી...

અને પૂછપરછ કરવામાં આવી...

બંને એ પોત પોતાના માતા-પિતા ને કહ્યું કે અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા વગર અમે જીવી નહીં શકીએ...

માધુરી નાં માતા પિતા તો માની ગયા...

પણ ધીરેન નાં માતા પિતાને વાંધો હતો...

એમણે ધીરેન ને ખુબ સમજાવ્યો પણ એ એક જ રટણ રટી રહ્યો કે હું લગ્ન કરીશ તો માધુરી સાથે જ નહીંતર આ જિંદગી મારે જીવવી નથી...

અંતે પુત્ર પ્રેમ નાં લીધે ધીરેન નાં ઘરનાં એ હા પાડી અને બંનેનાં લગ્ન કરાવી દીધા...

લગ્ન પછી માધુરી સાસરે આવી પણ ધીરેન નાં માતા પિતા એને દિલથી સ્વીકારી શકાય નહીં...

હવે ધીરેન નાં માતા પિતાએ ધીરેન ને કેનેડા કમાવા માટે ફોઈ ને ત્યાં મોકલી દીધો અને કહ્યું કે તું ત્યાં સેટ થઈ જાય પછી માધુરી ને બોલાવી લેજે...

ત્યાં સુધી એ એની મમ્મી નાં ઘરે કે આપણા ઘરે રેહવુ હોય તો અહીં રહે...

ધીરેને પહેલાં તો બહુ આનાકાની કરી કે એ માધુરી ને મૂકી ને નહીં જાય પણ માતા પિતા એ લાગણીઓ થી એને પિગળાવી દીધો...

એ એકવાર તો ફોઈ પાસે કેનેડા છ મહિના રહી આવ્યો હતો..

એટલે ફોઈએ ટીકીટ મોકલી એટલે ...

એનાં જવાનાં દિવસે ધીરેન અને માધુરી એકબીજાને ભેટી ને ખુબ જ રડ્યા..

અને ધીરેન કેનેડા ગયો..

માધુરી ખુબ રડી...

એણે સાસરે જ રહેવા નું મુનાસિબ માન્યું અને એ સાસરે રહી...

પણ એને હેરાન કરતાં એ પોતાના રૂમમાં થી સરલા જોડે વાત કરી મન હળવું કરતી...

ધીરેન પોતાના ફોઈ નાં મોલમાં સેટ થઈ ગયો...

માધુરી જોડે ફોનમાં વાત કરતાં એણે જાણ્યુ કે એને હેરાનગતિ કરવામાં આવે છે...

એટલે...

એણે..

એની મમ્મી ને ફોન કર્યો અને કહ્યું કે તમને માધુરી જોડે ના ફાવતું હોય તો એને એનાં પિયર મોકલી દો પણ એને આમ હેરાન નાં કરો...

એટલે એની મમ્મી એ

ફોનમાં રડીને નાટક કર્યું કે આજકાલ ની આવેલી પર વિશ્વાસ છે પણ તને મોટો કર્યો એ મા પર વિશ્વાસ નથી...

ધીરેને કંટાળીને ફોન મૂકી દીધો..

અને માધુરી ને કહ્યું કે તું ચિંતા ના કર હું તને જલ્દી બોલાવી લઉં છું...

ત્યાં સુધી તું તારી મમ્મી ને ઘરે રહેવા જતી રહે...

આ બાજુ ધીરેને માધુરી ને બોલાવવા માટે કાગળિયાં તૈયાર કરવા માંડ્યા અને કોરોના વાઈરસ ફેલાતાં બધી ફલાઈટો કેન્સલ થઈ અને બધું જ લોકડાઉન થઈ ગયું...

આ બાજુ લોકડાઉન થવાથી માધુરી ની સ્થિતિ વધુ કફોડી બની..

એ મમ્મી નાં ઘરે નારણ પૂરા જઈ શકે નહીં...

અને આ બાજુ હેરાનગતિ વધી જતાં માધુરી ધીરેન નાં પ્રેમ નાં વિરહની વેદના અને સાસરીમાં કનડગત થી પરેશાન અવિચારી પગલું ભરી બેઠી અને ઘરમાં પોતું કરવા માટે ફિનાઈલ ની બોટલ ભરેલી પડી હતી એ પી ગઈ...

અને બેભાન થઈ ગઈ...

આ બાજુ ધીરેન ને જીવ મુંઝાતા એણે સરલા બેન ને ફોન કર્યો અને કહ્યું તમે ગમે એમ કરીને મારાં ઘરે જાવ અને માધુરી ને તમારાં ઘરે લઈ જાવ...

સરલા એ રશેષ ને વાત કરી...

રશેષે પોતાના એક મિત્રને વાત કરી અને એ મિત્ર સામાજિક કાર્યકર હોય છે એટલે એ બંન્ને માધુરી નાં ઘરે ઓઢવ પોહચે છે અને જુવે છે માધુરી એનાં રૂમમાં પલંગમાં વોમીટ કરીને બેભાન થઈ પડી છે એને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા અને ઈલાજ ચાલું કરાવ્યો...

અને રશેષે ધીરેન ને ફોનમાં બધી વાત કરી...

ધીરેન ને બજરંગ બલી પર બહુ જ આસ્થા હતી એ પલાંઠી વાળીને હનુમાન ચાલીસા કરવા બેસી ગયો અને હનુમાન દાદાને કરગરી રહ્યો કે મારો પ્રેમ સાચો હોય તો માધુરી ને બચાવી લો....

અને બાર કલાક પછી માધુરી એ આંખ ખોલી...

ધીરેન નાં પ્રેમ ની તાકાત થી મૃત્યુ સામે જિંદગી નો વિજય થયો...

ધીરેન નાં પ્રેમ નો વિજય થયો...

એણે ફોન પર સમાચાર જાણ્યા અને વિડિયો કોલ દ્વારા માધુરી નું મોં જોઈને જ પાણી પીધું...

રશેષ દવાખાનામાં થી રજા લઈ ને માધુરી ને પોતાની સાથે ઘરે લઈ ગયો....

આમ દૂર રહીને પણ સાચાં પ્રેમ ની જીત થઈ અને માધુરી મૃત્યુ સામે જિંદગી જીતી ગઈ....

આમ એક સાચા પ્રેમની લાગણીનાં ખેંચાણથી મૃત્યુ પણ હારી ગયું.


Rate this content
Log in