લાગણીના છળ
લાગણીના છળ


એક ચેહરા પર બીજો ચહેરો લગાવી ફરે છે લોકો. પોતે ચોવીસ કલાક સોસયલ મિડિયામાંજ રહે છે અને બીજાને એવું બતાવે કે હું તો કામ વગર મોબાઈલ હાથમાં લેતી જ નથી. અને પાછુ થોડુંઘણું લખતા આવડતું એટલે. શબ્દો પણ તોલી-તોલીને લખીને મુકે અને વાંચવાવાળાને ત્યારે દિલ પર એક અજાણ્યો ભાર સર્જાતો લાગતો હોય છે. કંઈ લખતી વખતે કોને કેવું લાગશે એ વિચારે જ નહીં અને આવા લોકોને લીધે ત્યારે કલમનું ગળું થોડુંક સુકાતું હોય છે.
એક નાનાં શહેરોમાં રહેતા વંદનાબેન વૈધ. એકદમ પ્રખ્યાત થવાનો ચસકો લાગ્યો. પરિવારમાં પતિ-પત્ની અને બે સંતાનો. એક દિકરી નેહા અને દિકરો દીપ. પરણીને સાસરે આવ્યા અને જોયું કે પતિ આકાશજ ઘરમાં મોટા છે અને એક દિયર અને નણંદ પરણાવવાની જવાબદારી છે. આકાશ એક સારી કંપનીમાં ઉચ્ચા હોદ્દા પર હતો તો પગાર પણ સારો હતો. હવે વંદના એ ખેલ ચાલુ કર્યા..
વંદનાએ લાગણીના છળ કપટ કરીને આકાશની આંખો પર પ્રેમ નામની પટ્ટી લગાવી દીધી. એટલે વંદના આકાશ આવવાનો હોય એ સમયે અને ઘરમાં હાજર હોય ત્યાં સુધી ઘરના કામમાંજ રહેતી અને બધાને સાચવતી આમ કરીને એ આકાશને એવું બતાવતી કે તારી મમ્મી કે બહેન કંઈ જ કામ કરતા નથી અને હું એકલી જ ઘર સંભાળું છું. આમ કરવાથી આકાશને પણ વંદનાની જ દરેક વાત સાચી લાગવા લાગી.
એટલે આકાશ ઘરમાં થી જુદો થયો. હવે વંદનાને મોકળું મેદાન મળ્યું. એણે પ્રેમના ખેલ ખેલીને લાડ પ્યાર કરીને આકાશને પૂરો વશ કરી લીધો કે જેથી આકાશ એના માતા-પિતાને મળવા પણ ના જાય.
મહિનામાં પગાર આવે એટલે આકાશ બધાંજ રૂપિયા વંદનાને આપી દેતો. આકાશ ઓફિસથી આવે એટલે વંદના એવાં ચેનચાળા કરતી કે આકાશ વંદના વગર રહી જ ના શકે. આમ કરતાં સમય જતાં એક દિકરી જન્મી નેહા અને પછી બે વર્ષ પછી દીપ જન્મ્યો. છોકરાઓને પણ નાનપણથીજ પોતાનું કામ જાતે કરવાની ટેવ પાડી અને પોતે સોશ્યલ મીડિયામાં વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ,ટીકટોક, યુ ટ્યુબ, ટીવટર, અને લેખક માટેની દરેક એપમા આખો દિવસ ઓનલાઈનજ રહે અને લેખ એવાં લખે કે હું મારા બાળકોને મોબાઈલ આપતી જ નથી કારણકે હું કામ વગર મોબાઈલ અડતી જ નથી.
એમની પોસ્ટને લોકો વખાણતા.
એકાદ બે વોટ્સએપ ગ્રૂપમાં પ્રથમ નંબર આવ્યો અને એક વાર્તા હરિફાઈમાં ઈનામ મળ્યું એ તો એવું સમજી બેઠા કે હું તો મહાન લેખિકા છું. આમ વંદના હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા એમ દોહરી જિંદગી જીવતાં હતાં. એક દિવસ નાતના ફંકશનમાં એમને બે શબ્દો બોલવા કેહવા કહ્યું. એ માટે પણ આકાશ ભાઈ થી ખાનગી નાતમાં થોકબંધ રૂપિયા આપ્યા હતા. વંદનાબેન ટટ્ટાર ચાલે સ્ટેજ પર પહોંચ્યા. માઈક હાથમાં લઈને નાતનો અને હાજર વ્યક્તિઓનો આભાર માન્યો અને પછી પોતે કેટલા આગળ છે, દરેક પ્રવૃત્તિમાં એની કથા કરી. અને એ માટે પરિવારનો સાથ છે એમ કહીને પોતે પરિવારના વખાણ કર્યા.
સ્ટેજ પર જતાં દિકરીને કહીને ગયા હતાં કે મારાં માઈક સાથેના ફોટા સરસ અને સરખા પાડજે. નેહા એ દસેક ફોટા અલગ-અલગ એન્ગલથી પાડી લીધા. વંદનાબેન માઈક પકડી આગળ ભાષણ આપ્યું કહે 'મેં મારા બાળકોને એવાં સંસ્કાર આપ્યા છે કે એ મોબાઈલનો ઉપયોગ કરતાંજ નથી અને પુસ્તકોજ વાંચે છે અને ભણવામાં પણ હોશિયાર એટલાં છે કે એમને કોઈની મદદ ની જરૂર જ નથી પડતી.
પાછળ બેઠેલા 'નેહા અને દીપ એકસાથે ધીમેથી બોલ્યા કોઈ દિવસ પુછ્યું પણ ક્યાં છે ? પોતે પોતાની ઈતર પ્રવૃત્તિઓમાંથી નવરી પડે તો અમારી સામે જુએ. આખો દિવસ તો મોબાઈલમાં લાગેલી હોય છે અને ઘરનાં કામકાજ અમારે કરવા પડે છે. ખાલી રાત્રે પપ્પા આવે ત્યારેજ રસોડામાં જાય અને રસોઈ કરે.'
વંદનાબહેન આગળ મારા બાળકોને મેં એવાં સંસ્કાર આપ્યા છે કે વડીલોનું માન સન્માન જાળવે છે અને એમની સેવા પણ કરે છે. જેમકે હું મારી લેખન પ્રવૃત્તિ અને રસોઈ શોમાંથી નવરી નથી પડતી પણ મારાં બાળકો એમનાં દાદા દાદીનો ખુબજ ખ્યાલ રાખે છે. નેહા અને દીપ બબડતાં મળવા પણ ક્યાં જવા દે છે.
એક કલાક ભાષણ આપી વંદના બહેન સ્ટેજ પર થી નીચે આવ્યા. અને ઘરે પણ પહોંચ્યા નહીં એ પહેલાં ફેસબુકના વિધ વિધ ગ્રુપમાં ફોટા અને વીડિયોની પોસ્ટ મુકીને ગૌરવની લાગણી અનુભવી રહ્યા.