Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

લાગણી

લાગણી

2 mins
40


અંજલિ નાનપણથી જ ખુબજ લાગણીશીલ હતી. એનાં જન્મ પછી એનાં મમ્મીની તબિયત લથડતાં એ માના પ્રેમથી વંચિત રહી ગઈ. કલ્પનામાં મા નો પ્રેમ શોધતી રહેતી.

જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ બહેનપણીઓ કે કોઈ પણ સંબંધોમાં મા ની લાગણી શોધતી રહેતી ને સહેજ કોઈ લાગણી આપે તો ઓળઘોળ થઈ જતી પણ સમયની બલિહારી કે નસીબની દરેક સંબંધ અંજલિ ની લાગણી ને ઠોકરે ચડાવી દે.

અંતે નવી ગિલ્લી નવો દાવ એમ અંજલિ લાગણી માટે તરસતી રહી.

વીસ વર્ષની ઉંમરે લગ્ન થયા ને સાસરે આવીને પિતાજીનું અવસાન થતા જ ભાઈઓ એ મિલ્કત માટે સંબંધો તોડી નાખ્યાં. અંજલિ મા અને ભાઈનાં પ્રેમ માટે તરસતી રહી.

બે સંતાનોની મા બની ગઈ પણ એની લાગણીની શોધનો અંત ન આવ્યો.

અંજલિ ઘર પરિવારમા થતાં કંકાસમાં પતિની સામે આશાભરી નજરે જોતી પણ અફસોસ સચ્ચાઈને સાથ સહકાર આપશે એ આશા ઠગારી નીવડી ને પતિની લાગણીથી પણ વંચિત રહી.

પતિને મન અંજલિ સિવાય આખી દુનિયા સારી ને સાચી લાગતી પણ અંજલિની કોઈ પણ સચ્ચાઈભરી વાત એને મન અંજલિનો ક્રોધિત સ્વભાવ ને ગેરજિમ્મેદાર ને નઠારી જ ઠેરવી દીધી.

છોકરાઓ મોટા થયા ને પરણીને ઠરીઠામ થયાં પરિવાર મોટો થયો ને અંજલિની ઉંમર વધતી ગઈ પણ લાગણી ને સતત શોધતી રહી.

ક્યાંક લાગણીની ગલતફહેમી થતી તો ક્યાંક લાગણી ઘવાઈ જતી પણ લાગણીશીલ સ્વભાવ ન સુધર્યો.

અંજલિ એટલે જ કોઈ સાથે તાલમેલ સાધી શકી જ નહીં.

અંજલિની અંદર હવે દરેક વાતો માટે મન બળવો કરતું થઈ ગયું એટલે નાની અમથી વાતમાં પણ અંજલિ ગુસ્સે થઈ જતી.

અંજલિનાં મનમાં હવે લાગણી મરી પરવારી રહી હતી.


Rate this content
Log in