Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

લાગણી નો ઘા

લાગણી નો ઘા

4 mins
951


અરવિંદભાઈને પોતાનો મોટો બિઝનેસ હતો અને એમનું ધંધાનું માર્કેટિંગ ઓલ અવર દુનિયામાં હતું. દેશ વિદેશમાં એમનું નામ હતું. પત્નીને કેન્સર થતાં ત્રણ વર્ષમાંજ ઈશ્વર પાસે પહોંચી ગયા. અરવિંદભાઈ ધંધો ખુબજ કુનેહથી સંભાળતા હતા. એમનો એક ખાસ માણસ હતો ભાવેશ એ અરવિંદભાઈને બધી રીતે મદદરૂપ બનતો અને અરવિંદભાઈ પણ ભાવેશ પર આંખ બંધ કરીને ભરોસો કરતાં હતાં અને હતો પણ વિશ્વાસુ.

અરવિંદભાઈને એક દિકરી અને એક દિકરો હતાં. દિકરી પારૂલ લવમેરેજ કરી લંડનમાં સ્થાયી થઈ ગઈ હતી. પત્નીના મરણ પછી એકલાં પડેલા અરવિંદભાઈ એક દિવસ અચાનક બપોરે વહેલા ઘરે આવ્યાં. દિકરો સૂરજ અને એની પત્ની પૂર્વી બે વાતો કરતા હતા કે 'હવે તમે બધો ધંધો સંભાળી લો અને મિલકત નામ પર કરી લો અને બાપુજીના પેલા ચમચો ભાવેશ એને નોકરીમાંથી છુટો કરો એ બહું હોશિયાર છે એનાથી ચેતીને પ્લાન કરજો'. સૂરજ કહે 'તું જોતી જા આ સૂરજના ભડાકા કોઈને કશી ખબર પણ નહીં પડે અને પછી ગૂસપૂસનો અવાજ પણ બહાર કશું સંભળાયું નહીં. અરવિંદભાઈ સીધાજ પોતાના રૂમમાં જતાં રહ્યાં. અને પત્નીના ફોટા પાસે ઉભા રહી વાતો કરવા લાગ્યા.

'કેમ કરી સમજાવું મારા આ મન ને. તને સમજાય છે કેમ થાય છે આવું ? અમુક પ્રશ્નોના જવાબજ નથી હોતા. મારી પરવરિશ પરજ સવાલ ઉઠાવું છું પણ પછી શું ઉત્તર આપું હું મારા દિલને. બસ આંખ ખુલ્લી કાન ખુલ્લા માત્ર મોં બંધ રાખું છું. સમય આવ્યે બધું સમજાય જશે આપોઆપ.કેમ આવું થાય છે.

જીવન ના ઘણાં તબ્બકા એવા હોય છે જે વિચારતા કરી મૂકે છે. આશા તું ગઈ અને બાળકોની પરવરિશ અને ધંધો સંભાળતા હું મારી જિંદગી અને જાતને ભૂલી ગયો પણ આજે આ બધું સાંભળીને લાગણીઓ પર ઘા વાગ્યા છે. જે કોઈને બતાવી શકીશ નહીં. કારણકે હું સૂરજને બહું પ્રેમ કરું છું. હવે હું જાણીને પણ એનાં પ્લાનનો હિસ્સો બની રહીશ. આમ આશાનાં ફોટા પાસે ક્યાંય સુધી અરવિંદભાઈ ઉભા રહ્યા પછી પલંગમાં લંબાવીને વિચારો કરવા લાગ્યા.

સૂરજે એનાં પ્લાન મુજબ બીજા દિવસે ચેતન નામનાં એક દોસ્તને લઈને ઓફિસમાં પ્રવેશ કર્યો અને અરવિંદભાઈને કહ્યું કે 'ભાવેશની જગ્યાએ આને કામ પર રાખો આ મારો વફાદાર માણસ છે. મને ભાવેશ પર ભરોસો નથી.' અરવિંદ ભાઈ એ કહ્યું 'ભાવેશ એની જગ્યાએ બરાબર છે બેટા. આપણે ચેતન ને એક નવી પોસ્ટ પર નિમણૂક કરીએ.'

સૂરજ કહે સારું. અને ચેતનને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રાખવામાં આવ્યો. પહેલા સૂરજ ડેડ કહી બોલાવે અરવિંદભાઈને પણ હવે બાપુ કહીને બોલાવતો અને એવું જતાવતો કે હું તમને ખુબ પ્રેમ કરું છું અને તમે જ મારું સર્વસ્વ છો. આમ સૂરજ પોતાના પ્લાન પ્રમાણે અરવિંદ ભાઈને નાનામાં નાની વાતની સલાહ લઈનેજ આગળ વધતો અને એવું બતાવતો કે તમારા વગર તો હું ડગલું પણ ભરી શકતો નથી. એક પિતા પુત્રના આવાં જુઠા પ્રેમને પણ સત્ય માની ખુબ ખુશ થતાં અને મારો સૂરજ કેટલો કહ્યાગરો છે એવું બધાને કહેતાં. સૂરજે અરવિંદભાઈને લાગણીઓમાં લઈને ભાવેશ પાસેથી બેંકના કામકાજ છોડાવીને ચેતનને સોંપી દીધા.

આમ ધીમે ધીમે સૂરજે ચેતન ને પોતાના ઘરમાં પણ પોતાના નાના ભાઈ તરીકે રાખીને ઘરમાં પગપેસારો કરાવી દીધો અને ચેતન બે ટાઇમ ચા નાસ્તો, અને જમવાનું પણ અરવિંદભાઈના ઘરમાંજ લેતો. અને વાર તહેવારે કંઈને કંઈ ખરી ખોટી રજૂઆત કરીને રૂપિયા પણ પડાવતો. અરવિંદભાઈની સામેજ સૂરજને ભાઈ, ભાઈ કહીને ચમચાગીરી કરતો અને સૂરજનાં હાથ પગ દબાવી આપતો. અને અરવિંદભાઈની લાગણીઓથી રમીને એવું કહેતો હું તમારો નાનો દીકરો છું તો મારો પણ હક્ક છે આ ઘરમાં. અને આમ અરવિંદભાઈને ચેતન પપ્પા કહીને બોલાવાનુ શરૂ કરી દે છે અને અરવિંદભાઈને સૂરજ ના હોય ત્યારે ચેતન હું તમારો દિકરો છું કહીને નાનાં મોટાં કામ કરીને વિશ્વાસ જીતી રહ્યો. એક રાત્રે અરવિંદભાઈની તબિયત બગડતાં એમનાથી સવારે ઉઠાયુ નહીં. અને એ પોતાના રૂમમાં સૂતાં રહ્યાં.

પૂર્વિ એ જોયું કે અરવિંદ ભાઈ રૂમમાં છે એણે દરવાજો ખખડાવ્યો. અરવિંદભાઈએ કહ્યું ખુલ્લોજ છે.

એટલામાં ચેતન આવ્યો અને અરવિંદભાઈની સેવા કરવા લાગયો અને ડોક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યાં. ત્યારે પૂર્વીએ સૂરજને ઉઠાડ્યો. સૂરજે આવીને જાણે કેટલી લાગણી હોય એમ દેખાડો ચાલુ કર્યો અને બૂમાબૂમ કરી મૂકી. પછી કહે બાપુ તમે આરામ કરો આજે ઓફિસ હું સંભાળીશ. અને સૂરજે ઓફિસ જઈને પહેલું કામ ભાવેશને નોકરીમાથી જ છૂટો કરવાનું કર્યું. અને પછી એક ચેકબૂકમાં અરવિંદભાઈની સહીં લેવા ચેતનને મોકલ્યો કે આજે અમૂક કાચા માલના રૂપિયા વેપારીઓને આપવાનાં છે. ચેતને આવીને કહ્યું કે 'પપ્પા સહીં કરવાની છે.' પણ અરવિંદભાઈ જાણીને પણ આ લાગણીઓના ઘા સહેતા રહ્યાં કે કાલે સૂરજને પોતાની ભૂલનો અહેસાસ થશે અને સુધરશે અને એક સારો સંતાન સાબિત થશે.

એ આશાએ એમણે સહીં કરી આપી અને સૂરજે એ રૂપિયાથી નવી મોંઘી ગાડી છોડાવી. અરવિંદભાઈ આ બધું જોઈ ચૂપચાપ રહેતાં. પણ સૂરજ તો જાણે અરવિંદભાઈને કશીજ ખબર પડતી નથી એમ ધારીને રોજબરોજ નવી નવી માંગણીઓ કરીને રૂપિયા પડાવીને પોતાનું અલગથી ધંધો કરવા લાગયો કે જેથી કરીને કાલે મિલકતમાં બે ભાગ પડે તો પોતાના ભાગમાં વધારે હિસ્સો હોય. અને પારૂલને વિજયકુમારનાં ભાગમાં હિસ્સો ઓછો આવે.

આ બાજુ પૂર્વિ પણ મારે આ લાવવાનું છે પપ્પા અને આ મોબાઇલ જોઈએ છે કહીને રૂપિયા પડાવી રહી. અરવિંદ ભાઈ ખોટી લાગણીઓમાં ફસાઈને બધાંને ખુશ રાખી રહ્યા. આમ સૂરજ, પૂર્વિ અને ચેતન ત્રણેય ભેગા થઈને લાગણીઓની રમત રમીને અરવિંદભાઈ ને લાગણીઓના ઘા મારીને રૂપિયા પડાવી રહ્યાં.


Rate this content
Log in