Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાગણી કોરી રહી

લાગણી કોરી રહી

3 mins
802


આજે ભારતી ફરી એવાં મોડ પર આવી ઉભી એને થયું શા માટે મેં મારા જિંદગીના કિંમતી બત્રીસ વર્ષ આ માણસ જોડે ગુજાર્યા. જેને મારી લાગણીઓની કોઈ કિંમત જ નથી. મારી વણકહી લાગણી કોરી કાગળ જેવી રહી ગઈ. પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી, બસ ધબકાર સમજી લીધો હોત રાજને તો. પણ આ જતો નડયો જીવનભર.


ભારતી નાનાં ગામડાંમાં મોટી થયેલી અને ત્રણ ભાઈઓથી નાની તો ટોમબોયની જેમ રહેલી. ખુબ સુખમાં ઉછરેલી. ભારતી ખુબ લાગણીશીલ એને નાની નાની વાતમાં દિલમાં દુઃખ થઈ જતું. ભારતી વીસ વર્ષનીજ હતી એને એનાં પિતા વિનુભાઈ એ અમદાવાદ રહેતા મનોજભાઈના મોટા દિકરા રાજન સાથે નક્કી કર્યું. ભારતી એ તો પપ્પાની ખુશી માટે જોયા વગર હા કહી. ભારતી અને રાજનના લગ્ન થયાં. પહેલી રાત્રેજ રાજનના વિચિત્ર વર્તનથી ભારતીની લાગણીઓ ઘવાઈ પણ માતા-પિતાના સંસ્કાર હતાં એ ચૂપ રહી.


લગ્ન પછી એ પહેલાં આણે ઘરે જઈને આવી. એ રાત્રે રાજને એને મારી મોંમાંથી લોહી નિકળી ગયું. ઘરમાં જુનવાણી હતાં તો સાડી પહેરવાની અને માથે ઓઢવાનું. સવારે રાજન ઉઠે એટલે એને બધું તૈયાર આપવાનું નહીં તો બૂમાબૂમ કરી મૂકે અપશબ્દો બોલતો. લગ્ન થયાંને છ મહિના થયા પણ રાજને પ્રેમથી કોઈ વાત ભારતી જોડે કરી નહીં. ભારતીની લાગણીઓ અંદર ને અંદર ઘૂંટાતી રહી.


રાજન રોજ અગિયાર વાગ્યે ફેક્ટરી જાય સાંજે છ વાગ્યે આવી જાય. આવી ને આવું છું કહીને નિકળી જાય તે રાત્રે નવ વાગ્યે જમવા આવે. જમીને ભાઈબંધની સાથે બેસવા જાય તો રાત્રે બાર પછીજ રૂમમાં આવે. ત્યાં સુધીમાં ભારતી એ ખાધું કે નહીં એ પણ એ પૂછતો નહીં અને રાત્રે શારીરિક ઇચ્છાઓ પૂરી કરી સૂઈ જતો. ભારતીની સાથે કોઈ દિવસ કોઈ વાતચીત કરતો નહીં અને બીજા સાથે હસી હસીને વાતો કરે.


ભારતી બે જીવી હતી અને એના પિતાનું દેહાંત થયું તો એને એક વખત લઈ ગયા પણ રિવાજના લીધે એનાં પિતા નું મોં જોઈ શકી નહીં. એક દિવસ ભારતીની ફ્રેન્ડ હિના એને મળવા આવે છે તો બન્ને ભેટી પડે છે. આ જોઈ રાજન નું મોં બગડે છે. જેવી હિના ગઈ એટલે રાજને ભારતીને બૂમ પાડીને રૂમમાં બોલાવી અને કહ્યું કે મને આવું ભેટતા તને જોર આવે છે ? કહી ને અપશબ્દો બોલ્યો. ભારતી સ્તબ્ધ થઈ ગઈ.


એક તો પિતાનો આઘાત અને એક રાજનની શારીરિક સિવાય કોઈ જ વાત નહીં. ભારતીની વણકહી લાગણીઓ મરતી રહી. ભારતીને પહેલાં ખોળે દિકરી અને બે વર્ષ પછી દિકરો આવ્યો. ત્યાં સુધી ઘરમાં દેરાણી આવી ગઈ હતી. નાનો દિયર સાસુ સસરાનો ખુબ વ્હાલો હતો તો દર વખતે એ લોકોનો પક્ષ લઈને ઘરમાં ઝઘડો થતો.


એક દિવસ ભારતીના બે વર્ષ ના જય બાબતમાં ઝઘડો થયો અને નાનો દિયર પિનલ એ ભારતીને લાફો માર્યો. ઘરમાં સાસુ,સસરા, રાજન બધાંજ હતાં. ભારતીએ રાજન સામું જોયું કે એ પક્ષ લે પણ રાજન તો જાણે એને કોઈ લેવાદેવા જ ના હોય એમ ઉભો થઈને જતો રહ્યો. અને સાસુ,સસરા એ પિનલનો પક્ષ લીધો અને જુદાં રહેવા ભારતી, રાજન ને મોકલ્યા.


હવે તો રાજન રોજ જમીને મોટા ઘરે જાય તો રાત્રે બાર પછીજ આવે અને ત્યાંથી આવી ભારતીને મારતો અને અપશબ્દો બોલતો. બાળકો કે ભારતીની વેદના સાથે કોઈ લેવાદેવા નહીં એને. આમ કરતાં દિકરી માન્યાનાં લગ્ન થઈ ગયાં. દિકરા જયના લગ્ન લેવાયાં અને ઘરમાં લક્ષ્મીનો અવતાર બનીને સંજના આવી. સંજના ને ભારતી સાથે વધું બનતું. દિકરા જય અને સંજનાને ભારતી વ્હાલ કરે અને કહે કે હું તમને બન્નેને પ્રેમ કરું છું એ પણ રાજનને ખટકતું કહે મને તો કહેતી નથી આવું. ભારતી મનમાં સમસમીને રહી જતી કે બત્રીસ વર્ષથી હું મારી લાગણીઓ કોરી રહી ગઈ તમને ક્યાં મારી વણકહી લાગણીઓ સમજાઈ.


એક સ્ત્રીને એનો પતિ સમજે એની દિલની ભાવનાઓ સમજે એવુંજ ઈચ્છતી હોય છે પણ રાજન તો પોતાની દુનિયામાં મસ્ત રહી ભારતીનો ઉપભોગજ કર્યો હવે ભારતીની લાગણીઓ બંડ પોકારી રહી કે તમે મારાં બન્યાં ક્યારે ? તમારી જરૂરિયાત સિવાય તમને મારી સાથે વાતચીત કરવાનો સમય ના મળ્યો.


મારી આ જિંદગી તો કોરા કાગળ જેવી રહી ગઈ. મારી લાગણીઓ હવે હું મારા જય અને સંજના પરજ લૂંટાવાની. એમની ખુશી એજ મારી ખુશી અને મારું જીવન. આમ ભારતી પોતાની વણકહી લાગણીઓ સંજના સાથે વ્યકત કરે છે . પણ રાજન માં હજુ કોઈ ફેરફાર આવ્યો નથી...


Rate this content
Log in