Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

લાગી કાળની થાપટ

લાગી કાળની થાપટ

2 mins
16


મનસુખલાલ ને પોતાની આવડત અને હોંશિયારીનું ખુબ અભિમાન હતું. મનસુખલાલનાં પત્ની કનક બહેન.

મનસુખલાલ અને કનક બહેન ને ત્રણ સંતાનો હતાં બે દિકરાઓ અને એક દીકરી.

મોટો દિકરો રોહિત અને નાનો દિકરો પંકજ. અને સૌથી નાની દીકરી ગૌરી. 

મનસુખલાલ પોતાનો ધંધો વધારવા કોઠા કબાડા કરીને કેટલાય લોકોને અન્યાય કર્યા અને કેટલાય લોકોની આંતરડી કકડાવી અને કેટલાંય લોકો જોડે છળ કપટ કરીને રૂપિયા અને જમીન પડાવી લીધી અને પોતાનો ધંધો વધાર્યો અને એક મોટો આલિશાન બંગલો બનાવ્યો.

છોકરાઓ ને ભણવા મૂક્યા પણ પોતે ધંધામાં અને ઈતર પ્રવૃત્તિઓ માં જ રચ્યાં પચ્યા રહ્યાં અને કંચનબેન રૂપિયા ભેગા કરવા અને દાગીના બનાવડાવી ને કુટુંબમાં વટ પાડવા માં જ રહ્યાં એટલે સંતાનો પર ધ્યાન આપ્યું જ નહીં.

રોહિત દશ ધોરણ પછી ઉઠી ગયો.

અને બાપનાં રૂપિયા થી મોજશોખ અને લહેર કરવા લાગ્યો એટલે સમાજમાં વાતો થવા લાગી એટલે પોતાના ધંધામાં બેસાડી દીધો અને ઉંમર લાયક થતાં એક નાનાં ગામડાંની નાતની છોકરી લતા સાથે પરણાવી દીધો.

લતા ભક્તિભાવવાળી અને સમજદાર અને સંસ્કારી હતી.

પંકજ પણ બાર ધોરણ પછી પિતાનાં ધંધામાં બેસી ગયો.

ગૌરી એ કોલેજ પાસ કરી.

પંકજ ને અને ગૌરી ને પણ ઉંમરલાયક થતાં પરણાવી દીધા.

પંકજ નું લગ્ન મીતા સાથે અને ગૌરી નું દિલીપ સાથે.

પણ કુદરતના ન્યાયમાં દેર છે પણ અંધેર નથી.

મોટા દિકરા રોહિત ને મિલ્કતમાંથી ફૂટી કોડી પણ આપ્યા વગર લાત મારી ને ઘરની બહાર કાઢી મૂક્યો.

રોહિત અને લતાએ મહેનત કરી ને ઘર બનાવ્યું.

એમને એક દિકરો થયો અચલ જેને લતાએ સંસ્કાર આપીને મહેનત કરી ભણાવ્યો.

આ બાજુ પંકજ અને મીતા ને ત્રણ સંતાનો થયા એક મંદબુદ્ધિ ની દીકરી હર્ષા પછી બીજી દીકરી જન્મી વિકલાંગ એનું નામ રક્ષા હતું પછી દિકરો દેવાંગ જે નાનપણથી જ જીદ કરીને મનમાની કરી પોતાનું ધાર્યું કરાવીને જ રેહતો.

ગૌરી ને ઘણાં વર્ષો પછી એક દીકરી જન્મી સંગીતા.

મનસુખલાલ અને કંચનબેન હંમેશા પક્ષપાત કરતાં અને દેવાંગ ને અતિશય લાડ લડાવ્યા એટલે એ નાની ઉંમરમાં જ દારુ અને વ્યસનોથી ઘેરાઈ ગયો અને હુક્કાબારમાં જતો થઈ ગયો અને ધૂમ રૂપિયા ઉડાવતો થઈ ગયો કુદરતી આફત આવી કોરોના મહામારી સ્વરૂપે અને લોકડાઉન થયું એટલે દેવાંગ ઘરમાં ધમપછાડા કર્યા કરે અને ભાઈબંધ દોસ્તારો પાસે સિગરેટ ને દારુ મંગાવી ને પીતો એમાં એ સંક્રમિત થયો અને કોરોના નો ચેપ લાગ્યો એને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને એની સાથે રહેવાથી પંકજ અને મીતાને લાગ્યો અને કાળની થાપટ એવી પડી કે ત્રણેય બચી શકાયાં નહીં.

મનસુખલાલ ની કમર ટૂટી ગઈ.

આ બાજુ ગૌરી નાં પતિ દિલીપ પોતાનાં ઘરની ઓસરીમાં હિંચકા પર બેઠા હતા અને વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અને વીજળી થઈ અને એ વીજળી હિંચકા પર પડી દિલીપ બચી શક્યાં નહીં.

એકબાજુ કોરોના અને વરસાદ અને વાવાઝોડાના જેવી કુદરતી આફત થી મનસુખલાલ ને કાળની એવી થાપટ પડી કે એમની માનસિક સ્થિતિ બગડી ગઈ અને કંચનબેન આ બધું સંભાળવા અસમર્થ પૂરવાર થયાં અને એ પરલોક સિધાવી ગયા.

આમ કાળની કપરી થાપટ જ્યારે પડે ત્યારે કોઈ બચાવી શકે નહીં.


Rate this content
Log in