લાડલી સાથે સંવાદ
લાડલી સાથે સંવાદ
1 min
402
લાડલીએ પૂછ્યું કે :- હું કયાં રહું છું ?
મે કહ્યું :- મારા દિલમાં.
લાડલીએ પૂછ્યું કે :- મારું મહત્વ કેટલું ?
મે કહ્યું :- મારી ધડકન જેટલું.
લાડલીએ પૂછ્યું કે :- મારા માટે શું કરી શકો ?
મે કહ્યું :- આસમાન ઉપર તારું નામ લખી દઉં.
લાડલીએ પૂછ્યું કે :- તમે મારાં વગર શું કરો ?
મે કહ્યું :- ઉદાસીની મૂર્તિ બની જાઉં.
લાડલીએ એમ પૂછ્યું કે :- હું ખોવાઈ જાઉં તો ?
મે કહ્યું :- હું દુનિયા ઊંધી છતી કરી નાખું.
