Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

લાડલી બની પ્રેરણા

લાડલી બની પ્રેરણા

3 mins
464


આજના સમયમાં સાચી જરૂર છે. એક-બીજાને સમજવાની. એકબીજાને આગળ લાવવાની. એકબીજાને મદદરૂપ બનવાની. સાથે જીવશું-મરશું એ તો કહેવાના શબ્દો છે. જ્યાં સાચી સમજણ છે એ ઘરમાં સ્વર્ગ ઉતરી આવે છે અને એ ઘરમાં સદૈવ લક્ષ્મીનો વાસ રહે છે અને સુખ શાંતિ રહે છે.

ઈલાબેન આજ સવારથી ખુબજ ખુશ હતાં અને અને રોજનો નિત્યક્રમ પતાવીને ભગવાન પાસે ઉભા ઉભા પ્રાર્થના કરતાં હતાં કે વાલીડા, તારો ખૂબ આભાર તેં મારા પરિવારમાં આવી સાક્ષાત લક્ષ્મીનો અવતાર સરલ વહું દિકરી મોકલી. જો ભગવાન તું મને બીજો અવતાર આપે તો એનાંજ ઘરે હું દિકરી બની અવતરુ એવું કરજે. ભગવાન તેં મારી લાજ રાખી.. આજે મારું સાઠોદરા નાગરી નાતમાં સન્માન છે તો પ્રભુ તારો ખૂબ આભાર માનું છું કે તેં આવો સરસ પરિવાર આપ્યો. તો હું લખી શકું છું. ઘંટડી વગાડી ભગવાનને ભોગ ધરાવ્યો અને પછી ચાલીસા અને માળા કરી ઈલા બેન બહાર આવ્યા.

સરલ કહે 'ચલો મમ્મી મોડું થઈ જશે તમને સાડીનો પાલવ સરખો કરી દવુ. અને માથું ઓળીને વાળ છુટ્ટા રાખી પોની કરી આપું. તો તમારા આજે ફોટા સરસ આવશે. તમારો દિકરો જીગર ગાડી સાફ કરી રાહ જોવે છે. પપ્પા પણ તૈયાર થઈ ગયા છે.'

ઈલા બેન કહે 'તો ચલ બેટા... લે પાલવ સરખો કરી દે.'

સરલ પાલવ સરખો કરીને ઈલા બેનનું માથું ઓળી દે છે. 'મમ્મી જોઈ લો હવે દર્પણમાં. વટ પડે છે તમારો તો આજે.'

ઈલા બેન દર્પણ માં જોઈને 'સાચી વાત બેટા.' મા કોની છું ?'

જીગર કહે 'મારી.....' અને 'સરલ કહે મારી.' આમ હસી મજાક કરતાં ચારેયના સેલ્ફી લીધાં.

ઈલાબેન એ મંદિરમાં ધરાવેલ પ્રસાદ બધાને આપ્યો. અને બધાં ગાડીમાં ગોઠવાયા. પંકજભાઈ ગાડી ચલાવતા હતા. ચારેય અલક મલકની વાતો કરતાં કરતાં નડિયાદ પહોંચી ગયા. નાતની વાડીમાં આજે પ્રોગ્રામ હતો. સાઠોદરા નાગર નાત તરફથી એક વાર્તા સ્પર્ધા રાખવામાં આવી હતી. વિષય હતો "મા" પંદરસો શબ્દોની વાર્તા લખવાની હતી. અને ઈલાબેને એમાં ભાગ લીધો અને એમની વાર્તને પ્રથમ નંબર મળ્યો એનું આજે સન્માન હતું.

નાતની વાડીમાં પહોંચ્યા. ચારેય અંદર ગયા. અંદર બધું શણગારવામાં આવ્યું હતું અને એક તરફ નાનો સ્ટેજ ઉભો કરવામાં આવ્યો હતો. અંદર જઈને જીગર નાતના આગેવાનને મળી આવ્યો. અને એ લોકો ખુરશીમાં બેઠા. ત્યાં પાણી આવ્યું, પછી એક કાર્યકરભાઈએ આવીને કહ્યું કે ત્યાં ગરમ ગરમ ચા, કોફી, નાસ્તો છે આપ કરી લો. પછી વીસ મિનિટમાં આપણો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. ચારેય ઉભા થયા ગરમ ગરમ મેથીના ગોટા હતાં એક ડીશમાં લઈને ચારેયે ખાધાં. પંકજભાઈ ચાના શોખીન એમણે ચા પીધી

પછી બધાં આવીને ખુરશીમાં બેઠા. થોડીવારમાં પ્રોગ્રામ શરૂ થયો. પહેલાં દીપ પ્રાગટ્ય થયું, પછી સ્ટેજ પર પ્રાર્થના થઈ,

પછી નાતના આગેવાન સ્ટેજ ઉપર આવ્યા અને એમણે બે શબ્દોનું નાતની એકતા અને નાતના સારા વિકાસ અને સારી પ્રવૃત્તિઓ વિશે વાત કરી અને પછી કહ્યું કે 'હવે આપણે નાત તરફથી રાખેલી લેખન પ્રવૃત્તિની વાર્તા હરિફાઈમાં જીતેલાનું સન્માન કરીશું અને ઈનામ આપીશું. વાર્તા સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઈલાબેન ત્રિવેદી સ્ટેજ પર આવે અને એમનું સન્માન કરશે નડીયાદના કોર્પોરેટર.

ઈલા બેન સ્ટેજ ઉપર ગયા અને તાળીઓથી નાતની વાડી ગૂંજી ઉઠી. ઈલાબેને હાથ જોડીને બધાંનું અભિવાદન કર્યું. અને એમને બે શબ્દો બોલવા કહ્યું. ઈલાબેને માઈક લઈને નાતના આગેવાન અને કોર્પોરેટર અને નાતનો ખુબ આભાર માન્યો અને કહ્યું કે 'આ સાથે હું મારા પરિવારનો ખુબ આભાર માનું છું. વધું ના કહેતા ટુંકમાં કહું કે હું મારી જિંદગી જીવી જતી હતી પણ કોઈ ચાર્મ કે કોઈ ઉત્સાહ ન હતો. નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં તો સંતાનોને પણ પરણાવી દીધા. એટલે પૂજા પાઠ કર્યા પછી સમય ક્યાં પસાર કરવો અને દિકરો અને વહું બન્ને નોકરી કરે. આમની પણ નોકરી એટલે આખો દિવસ હું એકલી ઘરે તો વિચારો બહુ આવે અને પછી એમાં હું એટલી ડૂબી ગઈ કે હું ડીપ્રેશનમાં જતી રહી. ત્રણ મહિના દવા કરી પણ ફેર ના પડ્યો. ડોક્ટરે કહ્યું હવે તો સાયક્રાસ્ટિસ ડોક્ટરને બતાવી આવો હું નામ લખી આપું. દવાખાનેથી ઘરે આવ્યા...

ક્રમશ:


Rate this content
Log in