STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

કસ્ટડી

કસ્ટડી

1 min
14.2K


ડિવોર્સના છ મહિના પછી બાળકોની કસ્ટડી માટે પતિ પર કેસ કર્યો. વકીલે ચેતવણી આપી કે પતિ તરફથી દરેક પ્રકારના સાચા-જુઠા આરોપો માટે માનસિક રીતે તૈયાર રહેવું. ચરિત્ર પર પણ આંગળી ચીંધી શકે. બાળકો માટે એ દરેક અપમાન વેઠવા તૈયાર હતી.

પતિ બયાન આપવા ઉઠ્યો ને એ ધ્રુજવા માંડી ! "હું મારી ખુશીથી બાળકોની કસ્ટડી મારી પત્નીને સોંપું છું. એક ચરિત્ર વાન પત્ની, પ્રેમાળ માતા અને એક સુંદર વ્યક્તિત્વ પર હું જુઠા આરોપ કઈ રીતે મુકું?અમારા જીવન મંતવ્યો જુદા તો શું? પ્રેમ એટલે વિચારોની સમાનતા નહીં પણ એકબીજાની ભિન્નતાઓનો આદર એ હું આ છ મહિનામાં સારી રીતે સમજી ગયો." ભીની આંખે એ પત્નીને જોઈ રહ્યો.

બધુંજ ભૂલી એ પતિને જઈ વીંટળાઈ અને બાળકો પણ દોડીને પ્રેમના એ આલિંગનમાં લપાઈ ગયાં.

પહેલીવાર કોઈ ચુકાદો પ્રશ્નો પૂછ્યા વિના જ આપતા જજે હસીને કેસ ક્લોઝ કરી સાઈન કરી નાખી.


Rate this content
Log in