Dineshbhai Chauhan "શિવમ"

Others

4.0  

Dineshbhai Chauhan "શિવમ"

Others

કર્મ એ જ ફળ

કર્મ એ જ ફળ

3 mins
340


કોઈ એક સુંદર મજાનું ગામ હતું. ત્યાં બધા લોકો એકબીજાને ખૂબ જ મદદરૂપ થતા હતાં અને પ્રેમથી રહેતા હતાં. તે જ ગામમાં એક ખૂબ જ કંજૂસ માણસ પણ રહેતો હતો. તેને આખું જીવન કોઈ પણ વ્યક્તિને મદદ કરી ન હતી. તેને કોઈ ભિખારીને પણ અન્ન કે પૈસાનું દાન આપ્યુ ન હતું. તેનું જીવન ખૂબ જ કંજુસાઈમાં અને પૈસા ભેગા કરવામાં પસાર થયું હતું. જ્યારે તેનું મરણ થાય છે. ત્યારે તેના કર્મોના કારણે તેને નરકમાં જગ્યા મળે છે. નરકમાં તેમને કોઈ પણ સુવિધા મળતી નથી. ત્યાં તેનું જીવન ખૂબ જ દયનીય અને પીડાદાયક હોય છે. ત્યાં તેને ખૂબ જ યાતનાઓ સહન કરવી પડે છે.

            તેને નરકમાં ખૂબ જ તકલીફ પડવાના કારણે તે ખૂબ જ જોરજોરથી રડવા લાગે છે અને વારંવાર ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે કે "હે ભગવાન મને અહીથી બહાર કાઢો. હું અહીં દુઃખ સહન કરી શકતો નથી." તેની આ પ્રાર્થના સાંભળીને ભગવાનને તે વ્યક્તિ પર ખૂબ દયા આવી ગઈ. ભગવાને તેમના ખાસ ચિત્રગુપ્તને પૂછ્યું કે આ માણસની તપાસ કરો કે આ વ્યક્તિએ તેના જીવનમાં કોઈ સારું કાર્ય કર્યું છે. જો તેને સામાન્ય પણ સારું કાર્ય કર્યું હોય તો તેને નરકમાંથી બહાર કાઢીને સ્વર્ગમાં મોકલવામાં આવે. ત્યારે ચિત્રગુપ્તએ કહ્યું કે ભગવાન આ વ્યક્તિ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિનું સારું કામ કર્યું હતું. તેના જીવનમાં બસ ભેગું જ કર્યું છે. તે આખું જીવન કોઈને મદદરૂપ પણ થયો નથી.

            ભગવાને કહ્યું કે તેની વધુ તપાસ કરો. કદાચ કોઈ અનાયાસે પણ કોઈને મદદ કરી હોય તો પણ જણાવો. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે તેના કર્મોનો હિસાબ કરતાં આ વ્યક્તિ એક વખત અજાણતા ખરાબ થઈ ગયેલ સફરજન એક ભિખારીને આપ્યું હતું. આ સાંભળીને ભગવાને નક્કી કર્યું કે આ કર્મના આધારે જ આ વ્યક્તિને નરકમાંથી બહાર લાવી શકાય એમ છે.

             ભગવાને ચિત્રગુપ્તને કહ્યું કે તેને આ કર્મને કારણે સ્વર્ગમાં આવવા માટે સીડી આપો. જેથી તે તેના સહારે નરકમાંથી સ્વર્ગમાં આવી શકશે. તે વ્યક્તિ સીડી જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેના પર ફટાફટ ચડવા લાગ્યો. તે વ્યક્તિને ચડતો જોઈને નરકમાં રહેતા બીજા લોકો પણ તેના પાછળ પાછળ સીડી ચડવા લાગ્યા. આ જોઈને તે વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે પાછળ આવતા લોકોને ધક્કો મારવા લાગ્યો અને કોઈને સીડી પર ચડવા દેતો નહીં અને જોરજોરથી કહેવા લાગ્યો કે "આ સીડી તો માત્ર મારી જ છે. આના પર કોઇનો અધિકાર નથી." આટલું બોલતાં જ તે સીડી અદ્ર્શ્ય થઈ જાય છે અને તે કંજૂસ વ્યક્તિ ફરીથી નરકમાં પડી જાય છે.

             તે જેવો નરકમાં પડે કે તે જ સમયે એક આકાશવાણી થાય છે અને તેને કહેવામાં આવે છે કે "હે માનવ તું અહીં નરકમાં પણ આટલી તકલીફ પડવા છતાં કોઈને મદદ ન કરી શકતો હોય તો, તારા જેવા વ્યક્તિઓનું સ્વર્ગમાં કોઈ જ સ્થાન નથી. તારું સ્થાન નરકમાં યોગ્ય છે. તું આના લાયક છે."

           આમ, આપણા જીવનમાં પણ આપણને તે જ મળે છે જે તમે બીજાને આપો છો. "સારું આપશો તો સારું મળશે અને ખરાબ આપશો તો ખરાબ મળશે." મુશ્કેલ સમયમાં આપણે બીજાને મદદ કરવી અને હંમેશા જે વ્યક્તિ બીજાને મદદરૂપ થાય છે. તેને કોઈ પણ વ્યક્તિ મદદરૂપ થઈ શકે છે અને તેના જીવનમાં સુખસુવિધા મેળવી શકે છે. તેના જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવતી નથી.


Rate this content
Log in