કોરા કાગળનું હાસ્ય
કોરા કાગળનું હાસ્ય
એક સ્ત્રીનું આખું જીવન કોરા કાગળ જેવું જ હોય છે..! એ જન્મ લે છે ત્યાંથી મરણ સુધી દુનિયા, કુટુંબના, પરિવારજનો, સગાં સ્નેહીજનો, મિત્રો, ઓફિસમાં સહકર્મચારી વિગેરે ડગલે ને પગલે એ કોરા કાગળ પર પોતાના હસ્તાક્ષર છોડી જાય છે. એક સ્ત્રી ડગલે ને પગલે મળતી ચાલબાજી કે લાગણીઓનાં ઘા નાં હસ્તાક્ષર બધું સહન કરીને જીવતી હોય છે. મનમાં કેટ કેટલુંય છૂપાવીને ડુસકા ભરતાં ઘરમાં હસતાં જીવે છે.
નાનપણમાં માતાપિતા કહેતાં હોય છે તું નાની છે, ચૂપ રહે ને અમે કહીએ એમ કર એ પહેલા હસ્તાક્ષર..
પછી ભણતર થકી જ્ઞાનનાં અનુભવોના હસ્તાક્ષર.. લગ્ન કરીને સાસરે આવે ત્યારે સાસરીમાં તું નવી છું ને તને સમજણ નાં પડે એવાં ઘેરાં રીત રીવાજોનાં હસ્તાક્ષર..
પછી બાળકોનાં લાલનપાલન થકી માતૃત્વનાં અનુભવનાં કોરા કાગળ પર હસ્તાક્ષર પડે છે.
બાળકો મોટા થાય એટલે તને આમાં સમજણ નાં પડે હવે તું ભક્તિ કર એવાં કડવાં વેણનાં કોરા કાગળ પર હસ્તાક્ષર પડે છે !
એક સ્ત્રી કોરા કાગળ જેવી હોય છે પણ દરેક વ્યક્તિ વ્યક્તિએ એ કોરા કાગળ પર હસ્તાક્ષર કર્યા ને અંતે મરવાની રાહ જોતી સ્ત્રીએ કોરા કાગળ પરનાં હસ્તાક્ષર જોઈને હાસ્ય વ્યંગ્ય કરે છે.
આ કોરા કાગળનું હાસ્ય એટલે સ્ત્રીનું આખું જીવન છે !
