STORYMIRROR

Sangeeta M. Chaudhary 'સહસા '

Others

2  

Sangeeta M. Chaudhary 'સહસા '

Others

કોંક્રિટનાં જંગલો

કોંક્રિટનાં જંગલો

1 min
82

ઘનઘોર જંગલ તેમાં ઊંચું ઊંચું ઘાસ અને ગીચ ઝાડીઓ . . વચમાં સર્પાકાર જતી પગદંડીઓ અને છૂટી છવાઈ ઝુંપડીઓ. . પક્ષીઓનો કલરવ અને ઠંડી હવાની કલ્પના કરતાં જ જાણે મનમાં અનેરી શીતળતા વ્યાપી જાય છે. પણ આવા દ્રશ્યો તો ચિત્રોમાં જોવા મળે કાં તો ટેલીવીઝન પર આવતી ધાર્મિક સિરિયલોમાં જોવા મળે છે. એ સિવાય વાસ્તવની દુનિયામાં તો જાણે અદ્ર્શ્ય જ થઈ ગયાં છે.

શહેરીકરણ અને ઔદ્યોગિક કાંતિને લીધે હવે ગામડાંના લોકો શહેર તરફ વળ્યા છે. પરિણામે શહેરોમાં ઊંચી ઊંચી ઇમારતો જાણે કે કોંક્રિટના જંગલો ઊભા થયાં છે. શહેરોનો વ્યાપ વધતો જાય છે અને આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢવાથી જંગલનો વ્યાપ ઘટતો જાય છે. એના લીધે કુદરતી અને સ્વચ્છ હવા મળવી અત્યારે અલભ્ય બની ગયું છે. અનેક રોગોએ પગપેસારો કરી દીધો છે. આ માટે જવાબદાર આપણે જ છીએ.

પરંતુ જ્યારે કોરોના જેવી મહામારીએ માથું ઉંચક્યું ત્યારે લોકો પાછા ગામડા તરફ વળ્યા અને ગામડાના કુદરતી વાતાવરણનું મહત્વ સમજાયું. કોરોના એ માનવીનો પરિચય કુદરત સાથે કરાવ્યો... આંખો ઠારે તેવા હરિયાળાં વનોનું નિકંદન કાઢીને છેલ્લે તો ખરાબ પરિણામ તો આપણે જ ભોગવવું પડ્યું છે.. ગરમીનું સ્તર દિવસેને દિવસે વધતું ચાલ્યું છે.હજી પણ સમય છે. લોકો જેટલા વૃક્ષો કાપે એટલા નવા ઉછેરે તો સમગ્ર ધરતી હરિયાળી બની જાય. ઊંચી ઇમારતોમાં અગાશી કે બાલ્કનીમાં છોડ વાવીને આસપાસની આબોહવા શુદ્ધ કરી શકાય છે..તો ચાલો આજે સૌ સંકલ્પ કરીએ કે કોંક્રીટના જંગલો ને વૃક્ષો વાવીને હરિયાળા બનાવીએ.


Rate this content
Log in