Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Dina Vachharajani

Others


4.1  

Dina Vachharajani

Others


કમ બેક, કોરોના.....!!

કમ બેક, કોરોના.....!!

2 mins 52 2 mins 52

ત્રણ રીંગે આયાબાઈએ ફોન ઉપાડ્યો. સામેથી મિતાલી બોલતી હતી " બેન...ફોન લેતાં કેમ વાર લાગી? મિષ્ટી પ્લેસ્કૂલ થી આવી ને જમી કે?" આયાબાઈએ જણાવ્યું કે મિષ્ટી તો કંઈ ખાધા વગર જ સૂઈ ગઈ..એને સુવડાવી રહી હતી એટલે જ ફોન લેતાં વાર લાગી......

ઓહ!! કહેતાં મિતાલી એ ફોન મૂક્યો.આહ ભરવા સિવાય એની પાસે કોઈ ઉપાય જ નહોતો..ઓફિસેથી વહેલી નીકળી શકે એ તો શક્ય જ નહોતું!! આજે છ મહીના પછી એની બંધ ઓફિસ ખૂલી હતી. એની ઓફિસ શું? આખું જગત બંધ હતું. જાણે દુનિયા થંભી ગઈ હતી.

' ન ભૂતો ન ભવિષ્યતિ' એવી કોરોનાની મહામારી એ જગત આખાને ભરડો લીધો હતો..ભારતમાં પણ આ રોગે ભયનો માહોલ સર્જયો હતો. છ મહીનાથી લોકો પોતાના જ ઘરમાં લોકડાઉનમાં હતાં. અગત્યના કામ સિવાય બહાર નીકળવાની મનાઈ ને બધાં જ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી... ઓફિસીસ, સ્કૂલ, કોલેજ, છૂટક મજૂરી, ઘરકામ કરવા વાળા..બધું જ સ્થગિત હતું. હવે પરિસ્થિતિ થાળે પડતાં આજ થી બધા પાછા નોર્મલપણે કામે લાગ્યાં હતાં...એટલે જ આજે છ મહિને મિતાલી ઓફિસમાં --- મિષ્ટી પ્લે સ્કૂલમાં અને આયાબાઈ પોતાના ઘરકામ પર ગયેલાં.

સાંજે ઘર તરફ જતાં મિતાલીએ મિષ્ટીને ખૂબ ભાવતાં કૂકીઝની શોપ ખૂલ્લી જોઈ. અરે!! મહીનાઓથી બહારનું કંઈ ખાધું જ નથી..આમ પણ મિષ્ટી જમી નથી--કદાચ મૂડમાં પણ નથી લાગતી તો એને ચીયર અપ કરવા કૂકીઝ લઈ લઉં...મોટું બધું કૂકીઝનું પેકેટ હાથમાં લઈ એ સોસાયટીમાં પ્રવેશી.

એની અધીરી નજર નીચે રમતાં બચ્ચાંઓમાં મિષ્ટીને શોધી રહી...જેને છ મહીના ઘરમાં બેસાડી રાખતાં નાકે દમ આવેલો- એ ખુલ્લાં ગાર્ડનમાં, ફ્રેંડ્સ સાથે રમવાની શોખીન મિષ્ટીને નીચે ન જોતાં એને આશ્ચર્ય થયું. એક--બે થોડાં મોટાં ટાબરિયાં ને મિષ્ટી વિષે પૂછતાં ખબર પડી કે એ તો આજે નીચે જ નથી આવી !

ઉપર પહોંચી એણે ઘરની બેલ મારી. આયાબાઈએ દરવાજો ખોલતાં એ ઘરમાં પ્રવેશી ને ત્યાં જ સ્થિર થઈ ગઈ.....મોઢાં પર માસ્ક પહેરી મિષ્ટી સોફાનાં એક ખૂણે ચૂપચાપ બેઠી હતી ! હાથમાંનું પેકેટ મિષ્ટીને બતાવતાં એ બોલી " હેઈ સ્વીટહાર્ટ ! જો મમ્મી તારે માટે તારા ફેવરીટ કૂકીઝ લાવી છે....." ને પછી કંઈક આશ્ચર્ય ને કંઈક ચીડથી બોલી " અરે! વ્હાય આર યૂ વેરીંગ ધીસ માસ્ક?"

મિષ્ટીએ પૂરી ગંભીરતાથી ત્યાં બેઠાં -બેઠાં જ જવાબ આપ્યો...." બજારની કૂકીઝ તો ન ખવાય...ફેંકી દે.....ને મેં માસ્ક એટલે પહેર્યો છે.... બીકોઝ...આય લવ કોરોના" મિતાલી એની પાસે બેસી સમજાવતાં બોલી " ડાર્લિંગ ડોન્ટ સે ધેટ....કોરોના તો બધાને બીમાર પાડી દે....આપણે તારા ફેવરીટ ગાર્ડનમાં રમવા પણ ન જઈ શકીએ....."

અત્યાર સુધી શાંત ને ગંભીર બેઠેલી મિષ્ટી અચાનક જ કંઈક દુ:ખ ને આક્રોશપૂર્વક મોટેથી બરાડતાં બોલી " નો.....આય લવ કોરોના....કોરોના હોય તો જ મમ્મી -પાપા આખો દિવસ ઘરે રહે છે....મમ્મી મારી પાસે જ રહે છે......કોરોના પ્લીઝ કમ બેક...."

ને....રડતી મિષ્ટીનાં આંસુમાં ક્યારે મિતાલીના આંસુ ભળી ગયાં......ખબર જ ન પડી !


Rate this content
Log in