કિંમતી સમય
કિંમતી સમય
એક રાજ્ય હતું. તે રાજ્યના રાજા ખૂબ જ ઉદાર હતા. કોઈ એક સમયે એક ગરીબ માણસ રાજા પાસે ગયો અને કહ્યું, કે રાજા મહારાજ હું ખૂબ જ ગરીબ માણસ છું. મારી સાથે મારા માતા-પિતા, બે બાળકો અને મારી પત્ની ખૂબ મોટી જવાબદારી છે. હું સતત રાતદિવસ મજૂરી કરું છું. તો પણ હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકતો નથી.
તે માણસ રાજા સામે પોતાની પરિસ્થિતિ કહેતા કહેતા રડી પડ્યો. રાજાને એના પર ખૂબ જ દયા આવી ગઈ. એણે કહ્યું કે તું ચિંતા ના કર. આજે જ મારા ખજાનચી પાસે પહોંચી જા. હું એને સંદેશો પહોંચાડી દઉં છું કે તે તને એક હજાર સોનામહોર અને દસ વીઘા જમીન આપશે. પછી તું સુખેથી રહેજે અને તારા પરિવારનું ભરણપોષણ કરજે. તારા પરિવારમાં કોઈ ભૂખ્યું નહીં રહે. અને કોઈ દુઃખ પણ નહીં રહે. પણ હા એક વાતનું ધ્યાન રાખજે. ખજાનચી સાંજે પાંચ વાગ્યા પછી મળશે નહીં. એટલે કે તે પાંચ વાગ્યે નીકળી જશે અને તને સોનામહોર કે જમીન મળી શકશે નહીં.અને ખજાનચી આજે જતો રહેશે. તો આજે કે કાલે કે આવનાર કોઈ પણ સમયે તને આ ધન મળશે નહિ. તું કોઈ પણ રીતે ત્યાં પાંચ વાગ્યા પહેલા પહોંચી જવું પડશે.
તે ગરીબ માણસ તો ખૂબ જ ખુશ થઈ ગયો. એને રાજાનો ખૂબ જ આભાર માન્યો. તે રાજાના રાજમહેલમાંથી બહાર આવ્યો. તેને પહેલા આ ખુશખબર પોતાના ઘરે આપવાનો નિર્ણય કર્યો. અને તે દોડતો દોડતો પોતાના ઘરે પહોંચી ગયો. તેને તેની પત્નીને અને પોતાના માતા-પિતાને ખુશખબર આપ્યા. અને પછી તે શાંતિથી જમવા બેસ્યો. અને પછી આરામથી ખાટલામાં લાંબો થઈને પડ્યો.અને તે પોતાના દીવા સ્વપ્નોમાં ખોવાઈ ગયો. બસ હવે આપણો સમય બદલાઈ ગયો. કાલથી આપણા ઘરે પૈસાની રેલમછેલ છે. હવે મારે કંઈ કામ કરવું નહીં પડે. પૈસા આવશે.આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. અને કેટલોય સમય પોતાની વાતોમાં વેડફવા લાગ્યો.
તેનો પતિ વાતો કરવા લાગ્યો. ત્યારે તેની પત્નીએ કહ્યું "પહેલા જઈને સોનામહોર અને જમીન તો લઈ આવો" તેને જવાબ આપ્યો કે હજુ તો બહુ સમય છે. કારણ કે રાજાએ કહ્યું છે કે ખજાનચી સાંજે પાંચ વાગ્યા સુધી ત્યાં જ છે. અને જેમ જેમ સમય પસાર થતો ગયો. સાડા ચાર થયા. પત્નીએ ફરીવાર તેને યાદ અપાવ્યું. તેણે કહ્યું જવાય છે. દસ મિનિટનો રસ્તો છે. અને તે પાંચ વાગવામાં પંદર મિનિટની વાર હતી અને તે ઘરેથી નીકળ્યો. આગળ જતાં તે રસ્તામાં એક ગાડી ઊંધી પડી ગઈ હતી. એટલે રસ્તો બંધ થઈ ગયો હતો. એને બીજા લાંબા રસ્તેથી રાજમહેલમાં ખજાનચી પાસે જવું પડ્યું. એ ત્યાં પહોંચે ત્યારે સવા પાંચ વાગી ગયા હતા.ત્યાંથી ખજાનચી નીકળી ગયો હતો. અને એને ધનવાન થવાનો સમય પણ નીકળી ગયો હતો.
માટે જ કહેવાયું છે કે જે વ્યક્તિ સમયને સમજી શકતો નથી. એને સમય પણ સાચવતો નથી. સમયનો ઉપયોગ કરો તો આવનાર સમય ખૂબ જ સારો થઈ જાય છે. જે માણસ સમય નથી સાચવતો, એને સમય પણ નથી સાચો હતો.
