ખુશીનું કારણ
ખુશીનું કારણ
1 min
14.2K
રોજના પ્રકાશથી દૂર હોટેલના અંધારિયા ઓરડામાં આજે કેન્ડલ લાઈટ ડીનર માણી રહેલું કપલ કેટલું ખુશ છે !
એજ સમયે દેશની કોઈ ઝૂંપડીમાં પહેલીવાર વીજળી આવી. રોજના અંધકારથી દૂર આજે પ્રકાશમાં જમતું કુટુંબ કેટલું ખુશ છે !
