Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

ILABEN MISTRI

Others


4.4  

ILABEN MISTRI

Others


"ખુશી"

"ખુશી"

2 mins 233 2 mins 233

  "પાપા પ્લીઝ...જલ્દી આવોને અમને એકલું લાગે છે." 

"હા બેટા જલદી આવ્યો..." ને નયને ફોન મૂક્યો...

   છ વર્ષનાં નીલ અને પ્રીત બેઉ જોડિયા ભાઈઓ, પાપાની રાહ જોતા બેસી રહ્યા. આજ રવિવાર એટલે નીલ, પ્રીતની નેની વહેલી ઘરે જવા નીકળી ગઈ હતી.

    પ્રીતિ જીવનસાથી બની નયનની, જિંદગીમાં આવી. ભરપૂર પ્રીત વરસાવીને જોડકા દિકરાઓની અપ્રતિમ ભેટ આપી, સદાને માટે છોડીને ભગવાનને વ્હાલી થઈ ગઈ.

    નયને પોતાની પાસેની ચાવી વડે, ફ્લેટનું લોક ખોલી ઘરમાં આવ્યો. એવાજ બંને બાળકો નયનને વળગી પડ્યા,ને નયનને વ્હાલથી નવડાવી નાખ્યો.

 બાળકોનો પ્રેમ નયનને જીવનબળ પૂરું પડતા હતા.

     પ્રીતિના ગયા પછી બધા ઘણું સમજાવતા... એની વિધવા બાએ તો સમજાવતાં કે

"આ બાળકોની સામે જો...હું કેટલા વરસ ?તું બીજા લગ્ન કરી લે...પણ નયન એક નો બે નાજ થયો. છ મહિના પહેલાં જ નયનના બા પણ પરધામ જતા રહ્યા.

હવે નયન સાવ એકલો અટૂલો અને બાળકોને નેનીના સથવારે છોડીને જવું પડતું હતું.

    આજ થોડું કામ વધુ હોવાથી નયન વહેલો ઓફીસ જવા નીકળી ગયો. હજુ પહોંચ્યો હશે..ત્યાં નેનીનો ફોન આવ્યો "નયનભાઈ ઘરે જલ્દી આવો નીલ પડી ગયો છે." અને નયન બધું છોડીને ઘરે આવી ગયો.

હવે એના બાળકોની ચિંતા સતાવતી હતી.

    વિકેન્ડ ઓફીસમાં મોડું થઈ જતું...એની સામેના ટેબલ પર કાજલ હજુ પણ કામ કરતી હતી. ઓફીસ ઘણી ખરી ખાલી થઈ ગઈ હતી. નયન ઘરે જવા લાગ્યો. નયને એના પાસે અટકીને પૂછ્યું, "મેડમ કામ પૂરું થયું હોય તો ચલો હું ઘર સુધી ઉતારી દઉં"

કાજલ સ્વભાવે શાંત અને ઓછાબોલી કામ પૂરતી વાત કરતી. આજે એ નયન સાથે ઘરે જવા હા પાડી.

    "મેડમ, તમારા ફેમિલી માં કોણ કોણ છે?

"હું અને મારી પાંચ વર્ષની દિકરી રૂપ"

   "અને આપના હસબન્ડ?"

ઊંડા નિસાસો નાખતતાં "એ વર્ષ પહેલાં કેન્સરમાં..."

 એના ગળે ડૂમો ભરાયો.

બંને સમદુખિયા હવે અવાર નવાર મળી દિલ હળવું કરી લેતા.

    નયનની સાથે કાજલને આવતી જોઈને પડોશીઓ શંકાની નજરે જોતા અને બેઉને આવતા જોઈ..."ધણી ના હોય એનાં ઘણાં ધણી થવા આવે"

આવા શબ્દો સાંભળીને નયન ખૂબ ગુસ્સે થયો અને મનોમન એણે એક ફેંસલો કરી લીધો...

     નયનની રાહ જોતા માસુમ બાળકો બેઠા હતાં ત્યાં ફ્લેટનો દરવાજો ખુલ્યો... બારણાંની વચ્ચે ટીચરજી જેવી લાગતી સ્ત્રીને જોઈને બને બચ્ચા જોતા જ રહ્યા. એનાં ચહેરાના ભાવ જોતાં...નયને બંને બાળકો પોતાની નજીક બોલાવીને કહ્યું...

   "આ તમારી મમ્મી છે....તમે બહુ એકલા પડતા હતા ને?

જો મમ્મીની સાથે કોણ આવ્યું છે...??

કાજલની સોડમાં લપાયેલી રૂપને નયને નજીક બોલાવી...

"આ તમારી નાની બહેન રૂપ છે"

  નીલ અને પ્રીત તો રૂપને જોતા જ રહી ગયા...

ખુશીના માર્યા ઉછળવા લાગ્યા. કાજલની આસપાસ ફરતાં ફરતાં ત્રણેય ભૂલકાંઓ રમકડાં રમવા રૂમમાં જતા રહયા.

  નયન અને કાજલ ખુશીથી ઝૂમી ઉઠતાં બાળકોને જોઈને પરિપૂર્ણતાની લાગણી અનુભવી.

   નયન પ્રીતનાં ફોટાને ભીની આંખે નિહાળી રહ્યો.

કાજલે નયનનાં ખભે પોતાનો હાથ મૂક્યો અને પ્રીતિના ફોટા સામે જોઈ મૂક સંમતિ માંગી.


Rate this content
Log in