STORYMIRROR

Dineshbhai Chauhan

Children Stories Inspirational

3  

Dineshbhai Chauhan

Children Stories Inspirational

કામની જવાબદારી

કામની જવાબદારી

2 mins
377

કોઈ એક સમયની વાત છે. નદીના કિનારે એક ધનવાન માણસ રહેતો હતો. તે પોતાના મોજશોખ માટે નાવ લાવ્યો હતો. જેના વડે તે નદીમાં હંમેશા ફરવા માટે તેનો ઉપયોગ કરતો હતો. પરંતુ નાવ હવે જૂની થઈ ગઈ હતી. તેથી નાવને રંગ કરાવી લેવાનું નક્કી કર્યું. તેના માટે તે માણસે કલરકામ કરનારને બોલાવીને કલર કરવા માટે આપી.

            કલરકામ કરનારને નાવ આપીને તે માણસ બહાર કામ માટે નગરમાં જતો રહ્યો. કલરકામ કરનારે નાવ ઉપર રંગ કરીને પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે માણસ આવ્યો તો સમાચાર મળ્યા કે તેમના બાળકો નાવ લઈને નદીમાં ફરવા માટે ગયા હતા. આ સમાચાર સાંભળીને તેમના હૃદયના ધબકારા વધી ગયા. તેમના પગ નીચેથી જમીન સરકી લાગી. કેમકે તેમને ખબર હતી કે નાવમાં એક કાણું પણ છે. જેના કારણે તેમના બાળકો પાછા આવી શકશે નહીં અને નાવ પાણીમાં ડૂબી જશે. આ વિચારીને માણસ તરત જ નદીના કિનારે દોડી ગયા ને જોયું ત્યારે સામે જ તેમના બાળકો હસતા મુખે રમતા રમતા નદીના કિનારે પાછા આવી રહ્યા હતા. આ જોઈને તેમનામાં જીવમાં જીવ આવ્યો. તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં. તેમને તરત જ નાવમાં જઈને કાણું શોધવા લાગ્યા. પણ તે ક્યાંય જોવા મળ્યું ન હતું. તે સમજી ગયા કે આ કામ કલરકામ કરનાર માણસનું જ છે. જેને આ કામ કરી દીધું હતું. તેમણે વિચાર્યું કે જો કારીગરે કાણું બંધ કરવાનું કામ ના કર્યું હોત તો આજે મારો પરિવાર સંકટમાં હોત. કદાચ પાછા આવી પણ ન શક્યા હોત.

            તે ધનવાન માણસ ખુબ જ ખુશ થઈ ગયો અને પેલા કલરકામ કરનાર માણસના જોડે જઈને તેને અઢળક પૈસા આપ્યા. તે માણસ એ વધુ પૈસા લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મને માત્ર મારી મજૂરીના પૈસા જોઈએ. તેનાથી વધુ પૈસા હું લઈ શકું નહીં. ત્યારે તે માણસે નાવમાં પડેલા કાણા વિશેની વાત કરી. ત્યારે તેણે કહ્યું કે એ તો મારા કામનો જ ભાગ હતો. એટલે મેં તે કામ કર્યું. તેના માટે હું વધુ પૈસા લઈ શકું નહીં અને તે કાણું બંધ કરવા માટે વધુ મહેનત પણ કરી ન હતી. માટે હું વધુ પૈસા આપની જોડેથી લઈ શકું એમ નથી.

           આમ, આપણે પણ જ્યારે કોઈ કામ સોંપવામાં આવે તો તેમાં બારીકાઈથી ખૂબ જ નિષ્ઠાથી કામ કરવું જોઈએ. ભલે પછી તે કામ નાનું હોય કે મોટું હોય. નાનું કામ પણ કોઈક ના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની જતું હોય છે. કોઈ પણ કામની શરૂઆત નાના કામથી જ થતી હોય છે.અને પછી તે મોટી સફળતા તરફ લઈ જાય છે.


Rate this content
Log in