STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

જયંત કાકાની રમૂજ

જયંત કાકાની રમૂજ

1 min
14.8K


જયંત કાકા મેડિકલ સ્ટોરમાં દવા ખરીદવા ગયા. ૧૪.૫૦ની દવા ખરીદી અને ૧૫ રૂપિયા આપ્યા. કાઉન્ટરની બારીમાંથી એમને એક પીપરમિન્ટ પરત થઈ.

"હું પીપરમિન્ટ નથી ખાતો. મને તો પચાસ પૈસા જ પરત કરો." કાઉન્ટરવાળા એ અકળાઈને કહ્યું: "કાકા છુટ્ટા નથી. જરા સમજો ને.." બીજે દિવસે જયંત કાકા ફરીએ જ મેડિકલ સ્ટોરમાં ગયા. આ વખતે એમણે ૧૫ રૂપિયાની દવા ખરીદી. કાઉન્ટર ઉપર જઈ ૧૪.૫૦ આપ્યા અને ગઈ કાલ વાળી પીપરમિન્ટ સાથે પરત કરી. કાઉન્ટરવાળો ફરી અકળાયો: "આ શું કાકા?" દવાઓ લઈ ચાલતી પકડતા જયંતકાકા બોલ્યા: "છુટ્ટા નથી બેટા સમજ ને.."

જયંતકાકા એવો હિસાબ બેસાડી ગયા કે હવે કાઉન્ટરવાળો પોતાનાં કેશ બોક્ષમાં ઢગલો પચાસ પૈસાનાં સિક્કા રાખે છે. ન જાણે ક્યારે જયંત કાકા આવી ચઢે?


Rate this content
Log in