જોઈએ છે
જોઈએ છે
1 min
28.9K
પારણાંમાં ઝૂલતું જીવન જોઈએ છે
ઘોડિયામાં ઊંઘતું જીવન જોઈએ છે
કશુંજ નથી જોઈતું આજે મારે
આપી દો બસ મને મારુ બાળપણ જોઈએ છે
રમવી નથી જીવનની અવળી રમતો
મને આંબાની વડવાઈઓ ઝૂલવા જોઈએ છે
નફરત રૂપી કંટકોથી ઘવાઈ રહ્યો છું
મને તો ખીલવા માટે મારુ સુંદર ઉપવન જોઈએ છે
ચારે દિશા એ થી દઝાડે છે આ આગ
મને શીતળતા માટે મારો એક ચંદ્ર જોઈએ છે
મૃગજળથી તરસ કઈ રીતે સંતોષાય?
મને પીવા માટે મારો એક સાગર જોઈએ છે
સૂકું છે જીવન ને સૂકું છે મન
મને પલળવા માટે મારો વરસાદ જોઈએ છે.
અકળાઈ ગયો છું આ બનાવટી આભાસો થી
મને જીવવા માટે એક સાચું જીવન જોઈએ છે.
