Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

જોડીયા

જોડીયા

1 min
178


આશા ને અંજુ બંને જોડિયા બહેનો હતી પણ બંનેની વિચારસરણી ને પસંદગીઓ અલગ અલગ હતી.

દેખાવમાં તો બંને સરખી જ લાગે પણ સ્વભાવથી અલગ અલગ હતી.

સ્કૂલથી લઈને કોલેજ સુધી જેટલા પણ પરિચયમાં આવ્યા એ બધાં જ આશાનાં વખાણ કરે અને અંજુથી દૂર ભાગતા ફરે.

બંનેની ઓળખ એક જ હતી આશા સંપૂર્ણ પણે ભારતીય પોષાકમાં જોવા મળે અને અંજુ વેસ્ટર્ન કપડાં પહેરીને જ ફરે.

આશા વાળ લાંબા રાખતી હતી અને અંજુ વાળ ટૂંકા જ રાખતી.

આમ બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળે.

કોલેજ પૂર્ણ થઈ એટલે માવતરને લગ્નની ચિંતા થવા લાગી એટલે નાતમાં વાત ચલાવી.

આશા ને જોવા સંજય ને એનો પરિવાર આવ્યો ને આશાની સાદગી સંજયને ન ગમતા એણે અંજુને પસંદ કરી.

માવતરને લાડલી દીકરીઓને સાસરે મોકલવી જ હતી.પણ અંજુ લગ્ન કરીને ઠરીઠામ થવા નહોતી માંગતી એ તો વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જીવવા માંગતી હતી એટલે સંજયને એણે ફટ દઈને ના પાડી દીધી.

સંજય ને એનો પરિવાર નિરાશ થઈ પરત ફર્યા.

એ થકી નાતમાં ખરી ખોટી વાતો થવા લાગી.

માવતરે અંજુને સમજાવવા પ્રયત્ન કર્યો પણ અંજુ પોતાની વ્યક્તિગત જિંદગીમાં દખલ ન કરશો એવું બોલતા માવતર દુઃખી થઈ ગયાં.

ને વિચારમાં ડૂબી ગયા એક મિનિટનો ફેર છે બંનેનાં જન્મ સમયમાં પણ વિચારસરણી ને રહેણીકરણીમાં આસમાન જમીનનો ફરક છે.

જોડિયા સંતાનો છે પણ કોઈ પણ રીતે એકબીજાથી જોડાયેલા નથી.

એકમેકની ભાવના પણ સમજી શકતાં નથી.

આ જોડિયા બહેનો માટે હવે શું કરવું એ વિચાર કરતાં માવતર ચિંતામાં ડૂબી ગયા.


Rate this content
Log in