STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

જન્માષ્ટમી

જન્માષ્ટમી

1 min
727

શ્રાવણ મહિનામાં કેટલા બધા તહેવાર આવે છે. શ્રાવણ માસ ચાલુ થાય એટલે એવરત જીવરતનું વ્રત આવે. દિવાસો એ દિવસથી દશામાંનું વ્રત ચાલુ થાય. શ્રાવણ માસના ચાર શુક્રવાર જીવંતીકા મા નુ વ્રત આવે. આમ એક પછી એક પર્વ ચાલુ રહે છે.


નાળિયેરી પૂનમ એટલે રક્ષાબંધન આવે. આમ એક પછી એક પર્વની વણઝારા ચાલુ રહે. બોળ ચોથ આવે એટલે ગાય માતાની પૂજા કરવામાં આવે છે. નાગ પાંચમ આવે એટલે નાગ દેવની પૂજા કરવામાં આવે છે. રાંધણ છઠ્ઠ એટલે વિવિધ જાતના ભોજન બનાવા જે બીજે દિવસે શીતળા સાતમે ઠંડુ ખાઈ શકાય. અને પછી જન્માષ્ટમી પર્વ. નંદમહોત્સવ જે ઘેર ઘેર અને મંદિરમાં ધામધૂમથી અને દિલની ભાવનાથી ઉજવવામાં આવે છે. પારણું બાધી નંદમહોત્સવ ઉજવણી કરવામાં આવે છે.અને એ દિવસે બધા ઉપવાસ કરે છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે હજુ ઘણી જગ્યાએ મેળા ભરાય છે. આમ જન્માષ્ટમીનો પર્વ આપણામાં રહેલી ભક્તિનો માહોલ રચાય છે અને "નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી" ના નાદથી ગૂંજી ઉઠે છે...!


Rate this content
Log in