STORYMIRROR

Nayanaben Shah

Others

3  

Nayanaben Shah

Others

જિંદગી જિંદાદિલી

જિંદગી જિંદાદિલી

2 mins
194

સોહમને આજે એનો ભૂતકાળ ઈચ્છા નહીં હોવા છતાં પણ યાદ કરવો પડયો. મનુષ્ય જે વાત ભૂલવા પ્રયત્ન કરે એ વાત સામે આવીને ઊભી રહે છે.

એ ભણવામાં કયાં હોશિયાર હતો ! એને તો હરવું, ફરવું અને રમવું જ તો ગમતું હતું. સ્કૂલમાં લેસન આપ્યું હોય એ પણ બીજાની નોટમાંથી છાનોમાનો કોપી કરી લેતો. પરિણામ સ્વરૂપ એને માર પણ પડતો. એને તો ઘણીવાર થતું કે હું ભણવાનું છોડી દઉં. દરરોજ દરરોજ માર ખાવાથી એ કંટાળી ગયો હતો. એ જ સમયે એના મનમાં વિચાર આવ્યો કે એક જ જણની નોટમાંથી કોપી કરવી એના કરતાં બે ચાર છોકરાંઓની નોટમાંથી થોડું થોડું લખું તો કોપી કરી ના કહેવાય.

સોહમે જયારથી આવું કરવા માંડ્યું ત્યારથી સ્કૂલમાં એના વખાણ થવા લાગ્યા. પરંતુ આ કંઈ લાંબુ ટક્યું નહીં. એકવાર એ એક છોકરાની નોટમાંથી ઉતારો કરતાં પકડાઈ ગયો. એ દિવસે એને માર તો પડેલો જ પરંતુ બધા છોકરાંઓ પણ એવું જ કહેતાં,"સોહમ મોટો થઈ ને ચોર જ બનવાનો છે. ચોરી તો કરે જ છે અને હવે તો માર ખાવાથી પણ ટેવાઈ ગયો છે."

સોહમને બહુ જ ખરાબ લાગ્યું કારણ એના પપ્પા જાણીતા વકીલ હતાં. એને ઘેર આવી એક જ જક કરી મારે સ્કૂલ બદલવી છે. જો કે ત્યારબાદ એને ઘણી મહેનત કરવા માંડી. નવી સ્કૂલમાં એના માનપાન પણ ઘણા હતાં.

ત્યારબાદ તો એ ઉત્તરોત્તર પ્રગતિ કરતો જ રહ્યો. એને પત્રકારનો અભ્યાસ કર્યો. એને પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ પત્રકારનો એવોર્ડ મળ્યો ત્યારે એની સ્કૂલનો સંદીપ હાજર હતો. એની પાસે આવી બોલ્યો,"તું એ જ છું ને કે જે મારી નોટમાંથી કોપી કરતો હતો. "

સોહમ જો કે ખુશ હતો. એ તો બધા મિત્રો કરતાં ઘણો આગળ નીકળી ગયો હતો. સમાજમાં સોહમનું નામ હતું. એ મિત્રોના ટોળામાં એની બુધ્ધિચાતુર્યથી જુદો જ તરી આવતો હતો. એની દુનિયા એટલે કાગળ અને પેન.


Rate this content
Log in