જીવનસંગિની
જીવનસંગિની
અનિલનાં લગ્ન નાનાં ગામડાંમાં રહેતી સંજના સાથે થયાં, લગ્નનાં પાંચ વર્ષમાં બે બાળકો જન્મ્યાં.
અચાનક જ અનિલને ધંધામાં ખૂબ ખોટ ગઈ અને માથે દેવું થઈ ગયું એટલે ધંધાની જગ્યા વેચીને દેવું ભરપાઈ કરી દીધું અને મોટા બંગલામાંથી નાનાં મકાનમાં રહેવા જતાં રહ્યાં પણ અનિલ ને પોતાનો ધંધો હોવાથી એ નવ ધોરણ જ ભણ્યો હતો એટલે હવે ગુજરાન ચલાવવા નોકરી શોધી રહ્યો પણ ભણતર ના હોવાથી ના મળી.
સંજના ગામડાની હતી પણ ભણેલી હતી એણે નોકરી માટે પ્રયત્ન કર્યા એને નોકરી મળી એટલે એણે અનિલ ને ઈલેક્ટ્રીકનાં કામકાજ શીખવા માટે વગર પગારે મૂક્યાં અને એ ઘર ચલાવી રહી...
આમ અનિલની સાચી જીવનસંગિની બનીને પરિવારને સંભાળીને અનિલ ને નોકરી મળે એ માટે મદદરૂપ બની અને સુખ દુઃખની સાચી જીવનસંગિની બનીને રહી.
