Sangeeta Chaudhary

Others

3.5  

Sangeeta Chaudhary

Others

જીવનસાથીની હૂંફ

જીવનસાથીની હૂંફ

3 mins
97


આ પૃથ્વી પર મા બાપ પછી સૌથી મહત્વનો અને અંગત સંબંધ હોય તો તે પતિ-પત્નીનો છે .માતા-પિતા તો આપણને આ દુનિયામાં લાવે છે તેમની તોલે તો દુનિયાનો કોઈ સંબંધ ના આવી શકે પરંતુ માતા-પિતા સાથે તો સંતાન વધુમાં વધુ ૨૦ કે ૨૫ વર્ષ સુધી રહે છે પરંતુ એક એવો નવો સંબંધ કે જે જીવનસાથી તરીકે ઓળખાય છે તેની સાથે પૂરી જીંદગી વિતાવવાની હોય છે .વૃદ્ધ થઇને માતા-પિતા જ્યારે આ દુનિયા છોડી જાય છે ત્યારે પણ આપણા જીવનના અંતિમ સમય સુધી સાથ નિભાવનાર જો કોઈ હોય જીવનસાથી છે.

બાળપણ ભણવામાં અને રમવામાં વીતી જાય છે અને યુવાની ક્યારે જીવનમાં પ્રવેશે છે ખબર પડતી નથી અને યુવાન થતાં જ સ્ત્રી હોય કે પુરુષ તેને લગ્ન સંબંધમાં બાંધી દેવામાં આવે છે. પ્રેમ લગ્ન હોય તો એકબીજા માટે જીવ આપનાર આ સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેનારા યુગલ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપે ને દાંપત્ય જીવન શરૂ કરે છે શરૂઆતમાં તો પ્રેમનો ખૂબ મોટો ઉભરો હોય છે પણ ઘણીવાર પહેલી નજરનો પ્રેમ કે શારીરિક આકર્ષણ હોય તો એ ઉભરો થોડા દિવસમાં જ શમી જાય છે ધીમે ધીમે ઘર-પરિવાર ચલાવવાની જવાબદારી આવતા દામ્પત્ય જીવનમાંથી પ્રેમ ઓસરી જાય છે અને પ્રેમ લગ્નની જગ્યાએ માત્ર લગ્ન રહી જાય છે. 

લગ્ન એ માત્ર યુવક અને યુવતીનું મિલન નથી પણ બે પરિવાર બે સંસ્કૃતિ અને સભ્યતાનું મિલન છે. લગ્ન બાદ બે પરિવાર એકબીજા સાથે જોડાય છે અને એકબીજાની ખામીઓ અને ખુશીઓ સહર્ષ પણે સ્વીકારીને આત્મસાત કરી એકબીજા સાથે ભળી જાય છે .સુખ દુખ કે મુશ્કેલી હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ એકબીજાને સાથે રહે છે. જીવનના ચઢાવ ઉતારમાં હંમેશા એકબીજાનો સાથ નિભાવે છે .જુવાની બાળકોના જન્મ અને ઉછેર અને ભણતરમાં વીતી જાય છે .પણ વૃદ્ધાવસ્થા આવતાં જ હવે એકબીજાના હૂંફની જરૂર વધી જાય છે. કારણકે આ સમયે સંતાનો સૌના ધંધામાં કે લગ્નજીવનમાં વ્યસ્ત હોય છે અને વૃદ્ધ દંપતી હવે ખાલીપો અનુભવે છે .શરીરના અંગો પણ હવે શિથિલ થવા માંડે છે .લોકોની પરિવારની ઉપેક્ષા વધી જાય છે ત્યારે માત્ર અને માત્ર તેમનો જીવનસાથી તેનો સહારો બની રહે છે. તેનો જીવનસાથી જ એની તકલીફ અને જરૂરિયાતને ઓળખી શકીએ છે.તેની આદતો , ટેવો, કુટેવોને સમજી શકે છે. અને દામ્પત્યજીવનની ખરી શરૂઆત બાળકોને જન્મ આપીને નહીં પણ વૃદ્ધાવસ્થા વખતે એકબીજાની હૂંફ અને સહારો પૂરો પાડવામાં થાય છે. સાચો પ્રેમ તો ત્યારે જ દેખાય છે. યુવાનીમાં ચાર દિવસની ચાંદનીમાં તો સૌ સાથ આપે, ધન-દોલત અને સૌ પોતાના હોય સુખનો સૂરજ મધ્યાહ્ને તપતો હોય ત્યારે તો સૌ સાથ આપે પણ વૃદ્ધાવસ્થા માં જ્યારે એકલતા સાલતી હોય તકલીફોનો મારો શરૂ થાય છે ત્યારે માત્ર ને માત્ર લગ્નજીસંબંધ થી બંધાયેલો તેનો જીવનસાથી જ તેને સાથ આપે છે. અને આ જ સાચો પ્રેમ છે. કદાચ બેમાંથી એક દુનિયા છોડી જાય તો બીજું પાત્ર જુરી જુરી ને દિવસો વિતાવે છે તેની હાલત દયનીય બની જાય છે .કારણકે હવે યુવાન સંતાનો તેમના જીવનમાં વ્યસ્ત હોય છે . તેના વૃદ્ધ મા કે બાપ ને જરૂર નથી એટલે લગ્નજીવનની સાર્થકતા તો વૃદ્ધાવસ્થામાં દેખાય છે. 

પ્રેમ લગ્ન હોય કે એરેન્જડ લગ્ન હોય પણ સાથે જીવન વિતાવતાં વિતાવતાં દંપતી દિલથી એકબીજાને ચાહવા લાગે છે, સુખ દુખ માં સાથે રહેતાં રહેતાં એકબીજાને સમર્પિત થઈને જીવતાં થઈ જાય છે. વર્ષો વિતતાં એકબીજા વિના જીવવું અશક્ય બની જાય છે. અને જીવવા મરવાના કોલ આપનાર પ્રેમી યુગલ કરતાં પણ તેમનો પ્રેમી વધારે મજબૂત થતો જાય છે, ભલે દેખાડો નથી કરતાં પણ એકબીજાની ફિકર કરે છે કદર કરે છે. જરૂરિયાત સમજીને હૂંફ પૂરી પાડે છે, આખી દુનિયા એક તરફ અને વૃદ્ધાવસ્થામાં જીવનસાથી નો સહારો એક તરફ. આ પ્રેમ જ સાચો પ્રેમ છે.


Rate this content
Log in