જીવનનું ગણિત
જીવનનું ગણિત
1 min
14.8K
"અરે આ ક્યાંથી લઇ આવ્યો?"
આજે વર્ષ ગાંઠની ભેટમાં દીકરો વર્ષો પહેલાં પોતાના ઉચ્ચ અભ્યાસ માટે વિધવા માતાએ વેચી નાખેલી સોનાની બંગડીઓ શોધી ખરીદી લાવ્યો. એ સમયે વેચવાનું કારણ પૂછતાં માતાએ એક ગણિતની શિક્ષિકાને શોભે એવોજ ઉત્તર આપ્યો હતો. "જીવનના થોડા સરવાળા પૂર્ણ કરવાં અસંખ્ય બાદબાકીઓ કરવી પડે."
આજે માએ પૂછેલા પ્રશ્નનો પણ એણે એક અકાઉન્ટન્ટને શોભે એવોજ ઉત્તર આપ્યો. "જ્યારે સ્વાર્થના ખાતા ખાલી રાખી લાગણીઓનો પુરવઠો સતત ભરવામાં આવે ત્યાં દરેક ખોટ આગળ જતા નફો બની પ્રેમના વ્યાજ સહીત પરત થાય."
