STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

જીવે તો છે!

જીવે તો છે!

1 min
14K


બસ સ્ટોપ ઉપર બસની રાહ જોતાં આકાશની નજીક કાર આવી થોભી. કારની અંદરના ઓળખીતા ચ્હેરાની અશાબ્દિક લિફ્ટ સ્વીકારતો આકાશ કારમાં ગોઠવાયો. ગાડી આગળ વધી ને યાદો પાછળ. "આકાશ જો હું ના મળીશ તો?" " હું મરીજ જઈશ, સ્વરા.."

"તો જીદ  છોડ ને પપ્પાની દુકાન સંભાળી લે. તું પગ પર ઉભો થાય ને લગ્ન પાક્કા.."

"મરી  જઈશ પણ એક નાનકડી  દુકાનમાં આખું  જીવન ના જ  વેડફીશ. સ્વરા મારા જીવન સ્વપ્નો બહુ ઊંચા છે. મનમાં પાંખો છે ને તું ઉડવાની પ્રેરણા. જો તું સાથ આપીશ તો આખું વિશ્વ મારુ. એક શ્રેષ્ઠ સંગીતકાર થવું છે મને. થોડો સમય ને થોડી ધીરજની અપેક્ષા રાખું છું. આપીશ ને?

"અચાનક લાગેલ બ્રેકથી સ્ટીઅરિંગ તરફ આગળ ધકેલાયેલ સ્વરાના ગળામાનું મંગલ સૂત્ર હવામાં લહેરાયું.

"તું તો કહેતો હતો મારા વિના મરીજ જઈશ? જીવે તો છે!" "થેન્ક્સ ફોર ઘી લીફ્ટ" આકાશે કારનો દરવાજો બંધ કરી પોતાનો  રસ્તો લીધો. કાર ફરી એની દિશામાં આગળ આવી.

"બાઈ ઘી વે. ક્યાં છે આજકાલ? શું કરે છે?" કારની અર્ધી ખુલ્લી બારીમાંથી પોતાનો ચ્હેરો અંદર પરોવી સ્વરાની આંખોમાં જોતા આકાશે જવાબ આપ્યો: "પપ્પાની દુકાન સંભાળું છું "આકાશ તો ક્યારનો રસ્તો છોડી ગયો. પણ સ્વરાની કાર રસ્તાની વચોવચ અટકી ગઈ ભૂતકાળના એ સંવાદ ઉપર જ. "મરી જઈશ. પણ એક  નાનકડી દુકાનમાં આખું જીવન ના  જ વેડફીશ.."  


Rate this content
Log in