જેવા સંસ્કાર તેવા વિચાર
જેવા સંસ્કાર તેવા વિચાર
કોઈ એક રાજાના દરબાર માં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ કામની શોધમાં આવી પહોંચ્યો હતો. તે અજાણ્યો માણસ હતો. તેને ત્યાં આવીને કહ્યું કે હું કોઈપણ મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાનો ઉપાય શોધી શકું છું. રાજાએ આ વાત સાંભળીને તેને તે કામ આપ્યું. તે માણસને પોતાના રાજ્યમાં અધિકારી તરીકે નિમણૂક આપી તેને સૌ પ્રથમ ઘોડા ની દેખરેખ કરવાની જવાબદારી આપવામાં આવી. થોડા સમય પછી રાજાએ તેમાં જોડે જઈને ઘોડા વિશે ની માહિતી લીધી. તો તેને કહ્યું કે મહારાજ આપનો આ ઘોડો અસલી ઘોડો નથી. તો રાજાને નવાઈ લાગી તેમ છતાં રાજાએ તે માણસ ની વાત સાચી માનીને તે ઘોડાની તપાસ કરાવી તો ખબર પડી કે સાચેજ ઘોડો અસલી નથી. તે ઘોડાના જન્મ સમયે જ તેની માતા મૃત્યુ પામી હતી. તેથી આ ઘોડાને ગાયનું દૂધ પીવડાવીને મોટો કરવામાં આવ્યો હતો. આની જાણ થતા તે રાજા પેલા માણસ જોડે ગયા અને પૂછ્યું કે તને આ ઘોડા વિશે ખબર કેવી રીતે પડી. ત્યારે પેલા અધિકારીએ કહ્યું કે જ્યારે બધા ઘોડા ઘાસ ખાતા હતા. ત્યારે બધા નું મુખ ઉપર કરીને ખાતા અને આ ઘોડો પોતાનું મુખ નીચું રાખીને ઘાસ ખાતો હતો.
આ વાત સાંભળીને ખુબ જ ખુશ થઇ ગયા અને તે માણસને પ્રમોશન આપવામાં આવ્યું. અને તેને રાણીના મહેલમાં નોકરી આપવામાં આવી. અને રાજાએ તેના ઘરે ઇનામના રૂપે બકરી નું માંસ અને કેટલું અનાજ આપવામાં આવ્યું. ત્યારબાદ થોડા સમય પછી રાજાએ ફરીથી માણસને પોતાની પત્ની વિશે પૂછ્યું તો તેને કહ્યું કે રાણી આમ તો રૂપરૂપનો આંબાર છે. તેમના જેવા સ્વરૂપવાન કોઈ નથી. પરંતુ તે સાચેજ રાણી તરીકેના ગુણ જોવા મળતા નથી. આ વાત સાંભળીને રાજાએ પોતાની સાસુને સંદેશો મોકલ્યો જેવો જ સંદેશો મળ્યો કે સાસુમાં પોતાની દીકરીને મળવા આવી પહોંચ્યા. ત્યારે રાજાએ તેમની દીકરી વિશે સાચી વાત કરવાનું કહ્યું. ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા અને રાજા સામે જોઈ શક્યા નહીં. પોતાનું માથું ઝુકાવીને કહ્યું કે જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે જ તેની સગાઈ આપની સાથે કરવામાં આવી. પરંતુ લાં
બી બિમારીના કારણે તે જીવી શક્યા નહિ અને મરણ પામી. અમે વચન આપ્યું હતું કે તેથી તમે બીજી દીકરી ને દત્તક લીધી અને આજે તે આપણી મહારાણી છે. હા, વાત પણ સાચી નીકળી રાજાએ પેલા માણસ જોડે જઈને પૂછ્યું કે તેને આ વાતની ખબર કેવી રીતે પડી. ત્યારે પેલા માણસે કહ્યું કે આપના રાજ્યમાં જેવી રીતે વાત કરવાની વિનમ્રતા જોવા મળે છે. તે મહારાણી માં વાત કરવાની છટા જોવા મળતી નથી. તેમનામાં વિનમ્રતાનો ગુણ જોવા મળતો નથી. રાજા પાછા ખુશ થઈ ગયા અને તેના ઘરે અલગ અલગ પક્ષીઓનું માંસ મોકલવામાં અને કેટલો અનાજ મોકલવામાં આવ્યું અને તે વ્યક્તિને પ્રમોશન કરીને પોતાના મંડળમાં મંત્રી તરીકે નિમણૂક કરી.
થોડા દિવસ પછી રાજાને પોતાના વિશે પૂછવાનું વિચાર આવ્યો અને કહ્યું કે તો મારા વિશે શું વિચારે છે તે ડરતા ડરતા બોલ્યો કે તમે મને સજા ન કરો તો હું તમને કહો તમે મને વચન આપો રાજાએ તરત જ વચન આપ્યું કે હું તને કંઈ પણ સજા કરીશ નહિ. ત્યારે તેણે કહ્યું કે તમે નથી તો રાજા કે નથી રાજા તરીકે ના લક્ષણ રાજા અને તેના પર ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ તે કંઈપણ કરી શકે તેમ ન હતા. કેમ કે તેમને વચન આપ્યું હતું. રાજા તરત જ પોતાના પિતા જોડે ગયા. અને કહ્યું કે પિતાજી તમે મને સાચું કહેજો. ત્યારે રાજાના પિતાએ કહ્યું કે બેટા મારા નસીબમાં પુત્રનું સુખ લખેલું નથી. તેથી એક સમયે આપણા રાજ્યમાં એક સમય મળી ગયો અને તેને પાંચ વર્ષનો દિકરો હતો. તે એકલો પડી ગયો હતો તેથી તેના પાલન પોષણની જવાબદારી મારી હતી. અને તે દિકરો એટલે આજનો આ મહારાજ. ત્યારબાદ તે રાજા પેલા મહાન માણસ જોડે આવ્યા. તેને પૂછ્યું કે તમે મારા વિશે કેવી રીતે ખબર પડી. તો તેને કહ્યું કે આ તો ખૂબ સરળ છે. જો તમે રાજા હોત તો મને એ ઇનામના રૂપે હીરા,મોતી,રત્ન જડિત આભૂષણ જેવી કિંમતી વસ્તુ આપત પરંતુ તમે મને દરેક વખતે માંસ આપ્યું. દરેક વ્યક્તિ પોતાના વિચારોથી જ મહાન બને છે તે કોઈપણ હોદ્દા પર હોય પરંતુ તેના વિચારો કે ગુણોના આધારે તેની ઓળખ થાય છે.