BHAVESH BAMBHANIYA

Others

3  

BHAVESH BAMBHANIYA

Others

ઇન્તેજારી

ઇન્તેજારી

3 mins
210


 ઉમાબહેન પાકિસ્તાનની જેલમાં છેલ્લા સોળ સત્તર મહિનાથી માછીમાર કામમાં પકડાયેલ પોતાના પતિ ચીમનલાલને અવાર નવાર હર એક માસે ઓછામાં ઓછા ત્રણ ચાર પત્રો લખી પરિવારના ખુશી સમાચારો આપતા રહેતા. ચીમનલાલ પણ સામે જેમ એડજસ થતું તેમ ત્યાંના હાલ જણાવતા રહેતા હતા.  ચીમનલાલ પહેલેથી જ એક સારા દરિયાઈ ખેડૂત તરીકે ખ્યાતિ પામી દિશાઓને પણ વશ કરી કોઈ પણ દરિયાના પાણીને તેઓ ફટાક નારીને પારખી લેતા. તેઓ પોતે ભણવામાં પહેલેથીજ નબળા હોવાથી તેણે ખૂબ નાની ઉંમરે કામ ધંધાને જીવનનું હથિયાર બનાવી પરિવારને મદદરૂપ થવા માટે નાની મોટી મજૂરી કરી મોટા પરિવારમાં આર્થિક રીતે મદદ કરતા.


ચીમનલાલ સહિત છ ભાઈઓ અને બે બહેનો તેમજ માતા પિતાનો પરિવાર હતો. જેમાં મોટી બહેન વિરી એક વખત ખૂબ બીમાર પડે છે. એટલી કે ચીમનલાલના માતા નિર્માદેવીના તમામ ઘરેણાઓ વહેંચવાની નોબત આવી પડે છે. આટલો મોટો સુખેથી ખાતો પીતો પરિવાર દિવસોને, આંગળીના વેઢા મોય ગણતા પિક્ચરની પટ્ટી માફક આ પરિવાર વિખેરાઈ જાય છે. ચીમનલાલના મોટા ત્રણેય પરણેલા ભાઈઓ આ દુઃખથી છુટકારો મેળવવા સૌ પોતપોતાની રીતે નોખા થઈને પોતે આ જવાબદારીમાંથી નીકળી જવા અલગ અલગ રહેવા લાગે છે.


આ બાજુ ચીમનલાલની નાનકડી દુકાન પણ વેચાઈ જાય છે. કામ ધંધા વિહોણા થયેલા ચીમનલાલ એ વાતથી ખુશ હતા કે તેની બહેન વિરી હવે સાજી થઈ ગઈ હતી. પરંતુ ઘણા સમય સુધી આમ તેમ કામ શોધતા ચીમનલાલને કોઈજ યોગ્ય કામ મળતું ન હોવાથી અંતે બોટમાં જવાનું નક્કી કરી ચીમનલાલ એક ખલાસી તરીકે થોડા પગારમાં કામ કરવાની ફરી શરૂઆત કરે છે. રોજબરોજ ચીમનલાલ પોતે બોટમાં હર કામમાં એવા તૈયાર થતા રહ્યા કે જેઓ ધીમે ધીમે સમગ્ર બંદરના એક શ્રેષ્ઠ ટંડેલ તરીકે જાણીતા થયા.


તેમના લગ્ન પણ જ્યારે તેઓની નાનકડી દુકાન ધમધોકાર ચાલતી હતી ત્યારના થયા હતા. ધીમેધીમે પત્ની ઉમા બહેનના કુખેથી ફૂલ જેવી સુંદર પ્યારી દીકરીએ જન્મ લીધો. અને ત્યાર પછી ભગવાને દયા કરી બે દૂધ જેવા દીકરા દીધા. ચીમનલાલ અને ઉમાબહેન પણ આ પ્રેમાળ પરિવારથી ખૂબ ખુશ હતા. અને ચીમનલાલની સાથે સાથે જેમ જેમ તેના સૌ ભાઈઓ તથા બન્ને બહેનો પરણી ગયા એટલે પિતા બાવાભાઈ અને માતા નિર્માદેવીએ ચીમનલાલને અલગ રહેવાની સલા કરે છે, ને માતા-પિતાનું માની પોતાનો પરિવાર સુખદ ખુશીઓથી ઉમાબહેન સાથે નવી શરૂઆત કરે છે.


સમયાંતરે ઘણા કપરા ચઢાણો ને ઉતારોમાંથી પસાર થતો આ નાનકડો પરિવારમાં ચીમનલાલ કામ ધંધો કરી સુખરૂપ ગુજરાન ચલાવતા ને કૌટુંબિક સામાજિક તમામ વ્યવહારો ઉમાબહેન સાચવીને સાથે હર સમાજના પ્રસંગો પણ બાળકોની દેખરેખ સાથે કરતા જતા. ત્રણેય બાળકોને ધીમેધીમે ભણવા મૂકે છે ચીમનલાલ ફિશિંગમાંથી આવે એટલે ઘરે આટો મારવા આવે ને અલગ અલગ ધોરણમાં ભણતા પોતાના ત્રણેય બાળકોને ભણવા વિશે જેટલું સમજાય એટલું સમજાવે અને જરૂર પડ્યે થોડું ખીજાય પણ ખરા.


ચીમનલાલ અને ઉમા બહેન પહેલેથીજ કશું ભણ્યા ન હતા. પરંતુ સારા મિત્રોની સોબતથી ભણેલ વ્યક્તિને પણ જાખી પાડી દે એટલું સમાજ વિશેનું જ્ઞાન બન્ને ધરાવતા હતા. તેઓ પોતાના બાળકોને અન્ય વિષયો વિશે તો થોડું શીખવતાજ હતા. પરંતુ સાથે સમાજના કેટલાક તે બન્નેને થયેલા અનુભવો સમજાવી સત્યની વાટ પકડી પુરી મક્કમતાથી જીવનને ઉત્સવ બનાવી ઉજવવાની સલાહો પણ આપતા રહેતા.


આવા હસતા રમતા અને ખુશીઓ ગમના સ્પીડ બેકરો પાર કરતા પરિવારમાં એક અચાનક વળાંક આવે છે. ને માલમોમાં માહેર ચીમનલાલની બોટને પાકિસ્તાન મરીન્ડ સિક્યુરિટી પકડી જાય છે. ઉમાબહેનને ખૂબ આઘાત લાગે છે. અને સાથે ભણતા ત્રણેય બાળકોને કઈ રીતે ભણાવવા વગેરે બાબતોમાં આઘાતના અશ્રુઓથી ઉમાબહેન મનમાં ચીમનલાલનો છુટા થવાનો ઇન્તજાર કરતા અને ગમે તેમ કરી આ ત્રણેય કુણા જીવને પોતાના પિતાની ગેરહાજરીમાં કંઈજ ઓછપ ના રહે તે માટે ખુદ મજૂરી કરીને પણ તેમને સારી રીતે ભણાવવાનો નિશ્ચય કરે છે.


Rate this content
Log in