Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ઇન્ફેક્શન

ઇન્ફેક્શન

1 min
183


ફેફસાનું ઇન્ફેક્શન આપતા કોરોના વાયરસથી વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને હજી પણ મૃત્યઆંક ઊંચે ને ઊંચે પહોંચી રહ્યો છે. ટીવીના સમાચારોમાં, સમાચારપત્રોમાં, ઇન્ટરનેટ અને સોસીયલ મીડિયામાં જાહેર થતી ચેતવણીઓ અને સલામતીના પગલાંઓ એણે ધ્યાન દઈ નિહાળ્યા હતા. આખો દિવસ ઘરની બહાર એણે પોતાના તરફથી દરેક સુરક્ષાના પગલાં અનુસર્યા પણ ખરા. 

ઘરથી નીકળતી વેળા એણે સૌ પ્રથમ કિંમતી મેડિકલ માસ્ક વડે પોતાનો ચહેરો અર્ધો ઢાંકી લીધો. હેન્ડ સૅનેટાઇઝરની બોટલ બેગમાં સાથે લઇ લીધી. હાથમાં ગ્લોવ્સ ચઢાવ્યા. કાર્યસ્થળે અને દરેક જાહેર સ્થળે અન્ય શરીરથી એક મીટરનું સુરક્ષિત અંતર જાળવ્યું. જાહેર સ્થળોએ હાથનો સ્પર્શ શક્ય એટલો ટાળ્યો. વારંવાર દરેક કાર્ય પછી હેન્ડ સેનિટાઇઝર વડે હાથ સાફ કર્યા.


ઘરે આવતાની સાથે જ જોડા ઘરની બહારના સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધા. કપડાં ગરમ પાણીમાં બોળી દીધા. એક ઊંફાળું સ્નાન લઇ માથાથી પગ સુધી આખું શરીર કીટાણુવિહીન કરી નાખ્યું. ખરીદીને લાવેલા દરેક સામાનની ડેટોલ વડે યોગ્ય સાફસફાઈ કરી નાખી. આખા દિવસની અનેરી તકેદારી સંપૂર્ણ થતાંજ એણે એક રાહતનો દમ ભર્યો અને એક સિગારેટ સળગાવી ઊંડો કસ ખેંચ્યો. 


Rate this content
Log in