Kaushik Dave

Children Stories Classics Inspirational

4  

Kaushik Dave

Children Stories Classics Inspirational

ઈશ્વર બધું જુએ છે

ઈશ્વર બધું જુએ છે

2 mins
94


એક વખત એક મહાત્મા પાસે બે વ્યક્તિઓ જ્ઞાન લેવા આવ્યા. મહાત્મા વિદ્વાન અને સિદ્ધ પુરુષ હતા. જ્ઞાની હતા. પરીક્ષા વગર તો જ્ઞાન માટે યોગ્ય કોણ છે એ ખબર પડે નહીં. એમણે બંને વ્યક્તિઓની પરિક્ષા લેવાનું નક્કી કર્યું. બંનેને એક એક પક્ષી આપ્યું.

મહાત્મા બોલ્યા:- જુઓ, આ પક્ષીને તમારી સાથે લઈ જાવ. અને આ પક્ષીને એવી જગ્યાએ મારી નાંખો કે કોઈ તમને જોઈ ના શકે.

એક વ્યક્તિ થોડો ચાલાક હતો. એ પક્ષી ને લઈને નજીકના વૃક્ષ પાછળ સંતાયો. અને ધીમેથી પક્ષી ની ડોક મરડીને મારી નાખ્યું.

બીજો વ્યક્તિ એ પક્ષીની સાથે કોઈ સુમસામ જગ્યાની શોધ કરવા માંડ્યો. એને એક સુમસામ જગ્યાએ દેખાઈ. એ ખુશ થયો.

હવે એ વ્યક્તિ એ પક્ષીને મારવાની તૈયારી જ કરતો હતો ત્યારે એને વિચાર આવ્યો,કે મહાત્મા એ કહ્યું હતું કે કોઈ જુએ નહીં.પણ..પણ...જો આ પક્ષીને મારવા જઈશ તો આ પક્ષી તો મને જુએ છે. હું પણ એને મારતો જોઈશ. તો બે જણે જોયા કહેવાય. અને ઈશ્વર તો સર્વવ્યાપી છે. એ તો આ જુવે છે જ .તો ઈશ્વર ત્રીજા કહેવાય.

મહાત્મા એ કહ્યું છે કે કોઈ જુએ નહીં...ના..ના..આ નિર્દોષ પક્ષીનેના મરાય. આવી હત્યાના દોષી બનીને મારે જ્ઞાન પ્રાપ્ત કરવું નથી. પણ મને એ જ્ઞાન તો મલ્યું કે નિર્દોષની હત્યા ના થાય. તેમજ ઈશ્વર તો કણ કણમાં રહેલા છે. આપણા કર્મોને નિહાળે છે. 

આમ પશ્ચાતાપ કરતો પક્ષીને માર્યા વગર મહાત્મા પાસે આવે છે. મહાત્માના પગે પડે છે. મહાત્મા, લો આ પક્ષી. હું એની હત્યા કરી શકીશ નહીં. એને મારવા જતો હતો ત્યારે મારામાં રહેલા ઈશ્વર અને પક્ષીમાં રહેલા ઈશ્વર આ બધું જોતાં હતાં. મને માફ કરજો..મારે હવે જ્ઞાન મેળવવું નથી. મને જ્ઞાન મળ્યું છે." જીવો ને જીવવા દો ."

આમ બોલીને એ વ્યક્તિ જવા જાય છે. ત્યારે મહાત્મા એ વ્યક્તિ ને રોકે છે. બોલે છે:- 'હે માનવ, તુંજ જ્ઞાનનો સાચો અધિકારી છે. હું તને જ્ઞાન આપવા તૈયાર છું. જીવન જીવવાનો મંત્ર તું શિખ્યો છે."

મહાત્મા એ બીજા વ્યક્તિને જ્ઞાન આપવાનો ઈન્કાર કર્યો.

ઈશ્વર કણ કણમાં રહેલા છે.સર્વ જગ્યાએ ઈશ્વર ને જોનાર વ્યક્તિ બુરાઈઓ થી બચી શકે છે." જીવો અને જીવવા દો" કણ કણમાં કૃષ્ણ ને જોનાર ગોપીઓ ભવસાગર તરી જાય છે.. કૃષ્ણ થી દૂર રહીને પણ રાધાજી કુદરતના દરેક તત્વ માં કૃષ્ણ નિહાળે છે.

જય શ્રી કૃષ્ણ...


Rate this content
Log in