Kalpesh Patel

Children Stories Inspirational

5.0  

Kalpesh Patel

Children Stories Inspirational

ઈનામ - ભાર વગરના ભણતરનું

ઈનામ - ભાર વગરના ભણતરનું

4 mins
1.9K


મનોહર ભણવામાં ઘણો કાચો. પણ એના કાકા જીવરાજભાઈ બી.એસસી,.બી.એડ. થઈને ગામની હાઈસ્કૂલમાં હેડ માસ્તર થયેલા. મેટ્રિકની પરીક્ષામાં બહારથી પેપર લખાવીને, ચોરી કરાવીને અને પૈસા પાથરી માર્ક્સ ઉમેરાવીને એમણે કાંતિનું ભાવિ પલટી નાખેલું. અને મનોહરના બાપાએ જીવરાજભાઈને ઈનામમાં બે તોલા સોનાની કંઠી આપેલી.

સિત્તેર ટકે પાસ થયેલા મનોહરને પટ કરતું પી.ટી.સી.માં એડમિશન મળી ગયેલું. આજે ચારેક વર્ષથી મનોહર પાસેના ગામની પ્રાથમિક શાળામાં માસ્તર છે. મનોહરને બિચારાને એકેય વિષયના ફાવે. એને ભણવામાં હતો એથી બારગણો કંટાળો ભણાવવામાં. એ તો કુદરતને ખોળે રહેવાવાળો તેનો જીવ ઘરખેતરમાં વધારે. તે તેની સ્કૂલના છોકરાઓને અઠવાડિયામાં એક દિવસ પોતપોતાના ખેતરે કામ કરી પરચુરણ કામ, જેવુકે ટપક સિંચાઈ, પંપ –કે લાઈટ ના ફ્યુજ –અને વાવણી, જાળવણી અને નીંદામણ જેવા કામનું પ્રત્યક્ષ વર્ણન કરવા જુદાજુદા ખેતરે કરતો અને છોકરાઓને પાયાની હકીકતથી વાકેફ કરતો. ગામ આખું અભણ, પણ એ લોકોને મનોહરમાં ભરોશો. આખો સમાજ ‘માસ્તર’ જેવું મોભાદાર માન આપે. આવા મોભી મનોહર ભેળું તેનું આખું ઘર રાજીનું રેડ રહેતું.

સવાર-સાંજ મનોહર ખેતરનું કામ કરે. બપોરે નોકરી માટે નિશાળે જાય અને ત્યાં ખેતરનો થાક ઉતારવા આરામ કરે. મનોહરના આદેશ મુજબ, વર્ગમાં પહેલો નંબર હોય એ છોકરો લેશન જુવે તથા ભણાવેય ખરો. આથી મનોહરને નિરાંત રહેતી. બધાં છોકરાઓને મનોહર ગમતો અને મનોહરને પણ લોકો ‘માસ્તર’ કહીને બોલાવતાં એનો આનંદ પણ આવતો.

હવે ત્રીજા ગામમાં નવી સ્કૂલ ખૂલી, શહેરી સખાવતથી નવું મકાન અને ચકચકતા પાટિયા – બેન્ચ, અને તેનો હેડમસતાર વિનોદ, પણ નામથી વિરુધ્ધ, ફક્ત ચોપડિયું જ્ઞાન અને કડક.

હજુ સોશિયલ ડીસ્ટંટનો વાયરો નહતો, જિલ્લાની બધી સ્કૂલો એક સાથે વરસમાં બેત્રણ વાર મળે, રમતો ગોઠવે કે વિજ્ઞાનના મેળવડા, બધી સ્કૂલોના છોકરાઓ માટેઆ નવતર ફરવાનો અવસર, તો સ્કૂલના માસ્તર માટે રજા એવો ઘાટ રહેતો હોવાથી સૌ આવા મેળવડાની રાહ જોતાં. એવામાં જિલ્લા એજ્યુકેશન ઓફિસરનો પરિપત્ર આવ્યો કે બધી સ્કૂલોએ કોઈ વિજ્ઞાનનો પ્રોજેકટ બનાવીને આવતા મહિનાની સાતમી તારીખે હાજર રહેવું.જિલ્લાની ત્રણેય સ્કૂલના મસ્તરો પૈકી જીવરાજભાઈ,અને વિનોદ વચ્ચે ઈનામ અંકે કરવા રસાકસી હતી તો કુદરતના ખોળે જીવતા મનોહરને કોઈ ફિકર નહતી. કોઈ રસ્તો નીકળી આવશે તેવી તેને હૈયા ધારણ હતી.

આખરે ચોથી તારીખ આવી, અને મનોહરને ચિંતા પેઢી, કઈ કરવું તો પડશે.. એણે ધોરણ પહેલાથી ધોરણ આંઠ સુધી શાળામાં પહેલો નંબર લાવતા કરશનને બોલાવ્યો અને “ગોબર ગેસ પ્લાન્ટ વિષે ચાર્ટ બનાવા કીધું” અને સાતમી તારીખે બીજા તેની સાથે બે છોકરાને લઈ સવારે તૈયાર રહેવા કહ્યું.

હવે સાતમી તારીખે બધાને જિલ્લા મથકે જવાનું હતું અને જિલ્લાની પૂર્વ વિભાગની ત્રણેય સ્કૂલોમાં છેવાડે મનોહરની સ્કૂલ હતી, વચમાં જીવરાજભાઈની અને જિલ્લા મથકથી સૌથી નજીક વિનોદની સ્કૂલ હતી, બધાએ પોતપોતાના પ્રોજેકટ વર્ક લઈ સાયક્લો ઉપર નીકળવું અને સૌ પ્રથમ મનોહર નીકળે, તે જગજીવનની સ્કૂલેપહોચે અને જીવરાજભાઈ તેઓની સાથે જોડાય અને આખો ક્ફલો વિનોદની સ્કૂલે પહોચે એટલે વિનોદની ટિમ તેમા જોડાય. આમ કાર્યક્રમ પ્રમાણે બધા સમયસર હતા બસ હવે જિલ્લા મથકે પહોચવામાં માત્ર એક નાનો રાહદારી કામ રેલવેનો પુલ વટાવા હતો. મનોહરની ટિમ આગળ હતી, અને મનોહરની નજરે તે પુલ ઉપર રેલવેના પાટાના સાંધામા એક ગાયનો પગ ફસાયેલો હોવાથી ભાંભરતી અને હેરાન થતી જોઈ. મનોહરે બીજી સ્કૂલના મસ્તારોને થોડો સમય રોકાઈને મદદ કરવા આજીજી કરી જેથી ગાયને મુક્ત કરાય અને રેલ્વે લાઈન પણ ક્લિયર થાય. પણ બીજી બંને સ્કૂલોના મસ્તરો અને તેઓના વિદ્યાર્થીઓને જિલ્લા મથકે વહેલા પહોચી ફૂડ પેકેટ મેળવવાની તાલાવેલી હોવાથી તેઓ મનોહર અને તેના ત્રણ છોકરાઓને એકલા મૂકી જતાં રહ્યાં.

ગાય ને હેરાન થતી જોઈ મનોહરને રંગે રંગાયેલા તેની સ્કૂલના છોકરાઓના હૃદયે કરુણા ટપકતી હતી. કરશને ફુરફાટ સાઈકલ ભગવી અને ત્રણગાઉ દૂર આવેલા એક પેટ્રોલ પંપ વાળા પાસેથી ટૂલ કીટ લઈ તરત મારતી સાઈકલે પાછો આવ્યો અને રેલવેના પાટામા ફસાયેલી ગાયને મુક્ત કરી.

પરંતુ આ અખાય જમેલામા તેઓની ટિમ જિલ્લા મથકે પહોચી ત્યારે ખાસ્સું મોડુ થયેલું હતું, મનોહરે તેઓની સ્કૂલની ગોબર ગેસનો પ્રોજેકટ એજ્યુકેશન ઓફિસરને સુપ્રત કર્યો અને મુખ્ય મહેમાન તરીકે આવેલ રાજયના શિક્ષણ પ્રધાનને પ્રોજેકટ અંગે છણાવટ કરી વાકેફ કર્યા, આબાજુ વિનોદની સ્કૂલના છોકરાઓ પ્રોજેકટમા નાનું રોકેટ લાવેલા તો જીવરાજભાઈની સ્કૂલના રોબોટ બનાવીને લાવેલા .આમ વિનોદ તેની સ્કૂલનેજ ઈનામ મળશે તે વાત ઉપર મુસ્તાક હતો અને કોલર ઊંચા રાખી ગર્વથી રોફ જમાવતો હતો. તો જીવરાજભાઈનો ઈનામ મેળવવા માટેની ખાતરી બુલંદ હતી

આખરે રાજ્યના શિક્ષણ પ્રધાને ઈનામની ઘોષણા કરતાં આ વરસનું પહેલું અને બીજુ એમ બંને ઈનામો મનોહરની શાળાને એનાયત કર્યા.

હવે વાસ્તવમાં વાત એમ હતી કે જ્યારે કરશન પેટ્રોલ પંપે કીટ લેવા ગયેલો ત્યારે પ્રધાનની ગાડી ત્યાં રોકાયેલી હતી અને થોડા સામના વિરામ પછી તેઓ ગાડી લઈ જિલ્લા મથકે આવવા નીકળ્યા ત્યારે મનોહર અને તેની સ્કૂલના છોકરાઓને રેલ્વે પુલ ઉપર ફસાયેલી ગાયને મુક્ત કરવા મથામણ કરતાં જોયેલા.

પ્રધાને પ્રવચન કરતાં જણાવ્યુ કે માનવીય મૂલ્યો – કરુણા વગરનું જીવન એ શઢ વગરની નાવ સમાન હોય છે. જેવીરીતે નવા બનેલા મંદિરમાં કોઈ શિલ્પકાર પ્રતિમા ઘાટ ઘડીને યોગ્ય જગ્યાએ મૂકે, બસ કોઈ આવીજ જવાબદારી મનોહરે નિભાવે છે કાશ બધા શિક્ષકો જો આવું કરશે.. ભારતની આપાણી ભાવિ પેઢીના માનસમા સદાચાર સેવાના ભાવ સાથે નિરાશાને દૂર કરતાં ઉત્સાહનો સ્વર ગૂંજેશે. કોઈ ખૂની ના કરેલા એક ખૂનમાં ગુના કરતાં એક શિક્ષકે દાખવેલી વિદ્યાર્થી પરત્વે દાખવેલી બેકાળજીની કિમત દેશ વધારે ચૂકવતું હોય છે કારણકે અંહી એક વ્યક્તિ નહીં પણ આખી પેઢી તારાજ થતી હોય છે.

આજે મનોહરભાઈએ પુસ્તકોના આધારે નવા જગતના વિકાસથી વાકેફ કરી બાળકોને તેમનાં જીવનમાં ખરેખર ઉપયોગી બને તેવું અને તેમનાં વ્યક્તિત્વને ખીલવે તેવા નૈતિક મૂલ્યો પણ વિકસેતેનું ધ્યાન રાખી વાસ્તવમા ભાર વગરનું ભણતર કેવું હોય તેનો દાખલો જે બેસાડેલો છે તે બીજી સ્કૂલમાં પણ આવી જ શા માટે ચાલુ કરી ન શકાય તે અંગે જ્યારે એજ્યુકેશન અધિકારીને વાત કરી ત્યારે, એજ્યુકેશન અધિકારીએ મનોહરને પૂર્વ વિભાગનાં શિક્ષણ વિકાસ અધિકારીનો વધારાનો હવાલો આપી નિયુક્ત કર્યો, ત્યારે જીવરાજભાઈની ડોકે મનોહરના બાપે 'ઈનામ'માં આપેલી સોનાની બેતોલા સોનાની કંઠી ફાંસીના ગળિયા માફક કઠતી હતી તેમના મનમા હજી મનોહર એટલે ડફોળ, એતો પૈસા આપી માસ્તર બન્યો તે ગ્રંથિમાં કોઈ ફરક નહતો. તેમણે ઈનામ ના મળ્યું તેનાથી વિશેષ મનોહરને આધીન રહી કામ કરવું વરવું લાગતું હતું.


Rate this content
Log in