Kaushik Dave

Children Stories Classics Inspirational

4  

Kaushik Dave

Children Stories Classics Inspirational

"હંસ અને દેડકો

"હંસ અને દેડકો

2 mins
560


એક વાર એક હંસ સમુદ્ર કિનારેથી ઉડતો ઉડતો હિમાલય તરફ પ્રયાણ કરતો હતો, ત્યારે થાક લાગતાં હંસ એક નાનકડા ગામના પાદરે આવેલા કુવા પાસે બેઠો. હંસને ગામડાનું વાતાવરણ આનંદદાયક લાગ્યું‌. હંસ થોડીવાર રોકાઈ ગયો. હંસને તરસ અને ભૂખ લાગતા એણે કુવામાં નજર કરી. હંસે કુવામાં જોયું તો પાણી અને નાનકડી માછલી જોઈ. હંસ એ કુવામાં ગયો. એટલામાં એ કુવામાં રહેતા એક દેડકાએ હંસને રોક્યો.

"હે..હંસ આ કુવો મારો છે. મારી આજ્ઞા વગર આ કુવામાં આવવાનું નહીં. ને તું ક્યાંથી આવે છે ? તને ખબર નથી માલિકની આજ્ઞા વગર કશું લેવાય નહીં." દેડકો અહંકારથી બોલ્યો.

આ સાંભળીને હંસ બોલ્યો:-" હે કુવાના દેડકા, આ પાણી કુદરતે બનાવ્યું છે. એના પર સર્વ પ્રાણી અને પક્ષીઓનો આધાર છે. માટે તું મને રોક નહીં."

દેડકો:- " હેલા તારો પરિચય આપો. મને ઠીક લાગશે તો તને પરવાનગી આપીશ."

હંસ:-" હે દેડકા ભાઈ, હું દૂર આવેલા સમુદ્ર પર રહું છું અત્યારે હું હિમાલય તરફ જવા માગું છું. રસ્તામાં થાક લાગતાં અહીં આરામ કરવા રોકાયો. મને તરસ લાગી છે..મહેરબાની કરીને કુદરતના સર્જન પર હક્ક ના જમાવ."

દેડકો આ સાંભળીને સ્તબ્ધ થયો. વધુ દાદાગીરી કરીશ તો બધા પક્ષીઓ આની તરફેણ કરશે. દેડકા એ નરમાશથી વાત કરી.

"સારૂં તમે પાણી પી શકો છો. પણ મને કહો આ તમારૂં સમુદ્ર મારા કુવા જેટલું છે."

હંસે પાણી પીધું પછી બોલ્યો.. "ના.. આ કુવા કરતા પણ મોટો છે."

દેડકા એ કુવાની આજુબાજુ દોડીને બતાવ્યું. "આટલું મોટો છે સમુદ્ર.."

"ના આના કરતા પણ મોટો.." હંસ બોલ્યો.

દેડકા એ કહ્યું, "મારા કુવા જેટલો મોટો સમુદ્ર ના હોય. હું તો આ કુવાનો રાજા.ચાલો મને સલામ કરો."

હંસ બોલ્યો:- "મારો સમુદ્ર ઘણો મોટો છે. એમાં અનેક જીવો રહે છે. તેમજ બધાની જીવાદોરી પણ છે. પણ અમે કોઈ માલિકી હક્ક કરતા નથી. તું સાચી વાત માનતો નથી. તું અહંકારી છે. તારૂં મન સંકુચિત છે. એટલે જ માનવો કહે છે કે કુવા ના દેડકા જેવા ના બનો. ઉદારતા રાખવો.દયા મૂળ ધરમ. તારી સાથે જીભાજોડી થઈ શકે નહીં. તારા જેવા મૂર્ખને સમજાવી ના શકાય. હું તો આ ઉડ્યો."

આમ કહી ને હંસ ઉડી ગયો. આ બનાવ પાસેના વૃક્ષ પર એક કાગડો સાંભળતો હોય છે.

કાગડો બોલ્યો.. કુવાનો દેડકો કુવામાં જ મરે..

શીખ:- "આપણી સમજની બહારની બાબતોને આપણે હંમેશાં સ્વીકારવા તૈયાર થતા નથી."


Rate this content
Log in