STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હેરત

હેરત

1 min
166

આ દુનિયામાં હેરત પામવાં જેવું કશું રહ્યું નથી. આજકાલ આખાં વિશ્વમાં જે રીતે નિતનવી ઘટનાઓ બની રહી છે એ જોઈને અને અનુભવીને હવે હેરત પમાડે એવું કશું જ નથી.

હાં હવે તો હેરત પમાડે તેવી વાત ત્યારે લાગે જ્યારે ભગવાન ફરી એકવાર અવતાર ધારણ કરે તો..

બાકી તો આજનાં માહોલ અને આ કળિયુગમાં ઘણી અઘટિત ઘટનાઓ બની છે એટલે હેરત કોઠે પડી ગઈ છે..

માણસાઈ ગુમાવી દીધી, લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, ભેળસેળ, કાળાબજારી, મોંઘવારી આટલું બધું સહન કરતાં હોય એમને શું હેરત થાય.

ખાવાપીવાની સામગ્રીમાં ભેળસેળ, નાની કુમળી કળીઓ ઉપર બળાત્કાર, પાલતુ પ્રાણીઓ ઘરમાં અને ઘરનાં વડીલો ઘરડાઘરમાં આવી બધી વાતો માણસને કોઠે પડી ગઈ છે હવે માણસોને હેરત કેમ કરીને થાય.?

જરૂર પડે માણસ માણસનો ઉપયોગ કરીને બીજાની સાચી ભાવનાઓ સાથે રમત રમતો થઈ ગયો છે અને સંબંધોને યુઝ એન્ડ થ્રો કરતો થઈ ગયો છે આવાં આવાં કારનામા થતાં હોય ત્યાં હેરત પણ હવે હેરત પામી ગયું છે.


Rate this content
Log in