Prashant Subhashchandra Salunke

Others

5.0  

Prashant Subhashchandra Salunke

Others

હાથના કર્યા હૈયે વાગ્યા.

હાથના કર્યા હૈયે વાગ્યા.

1 min
429


રાહુલને ઓફિસમાંથી ઘરે આવેલો જોઈ તેની માતા જમનાબેન ચોધાર આંસુ એ રડી પડ્યા. દીકરા આગળ વહુ પલ્લવીની ઢગલો ફરિયાદ કરી જમનાબેને તેમની આંખમાંના આંસુઓને સાડીના પાલવ વડે લૂછ્યા. રોજરોજની ફરિયાદો સાંભળીને કંટાળેલા રાહુલે આજે જમનાબેનને સંભળાવી જ દીધું કે,

“જો બા... હવે આ રોજ રોજની તારી ફરિયાદો સાંભળીને હું થાકી ગયો છું..મારાથી હવે આ સહન થતું નથી... પલ્લવીને આ આવડતું નથી... પલ્લવીને પેલું ફાવતું નથી... પલ્લવી સામું બોલે છે... પલ્લવી મારું સાંભળતી નથી... પલ્લવી મારી સેવાચાકરી કરતી નથી... પલ્લવી મારું ધ્યાન રાખતી નથી... પલ્લવી... પલ્લવી... પલ્લવી... આખો દિવસ આ સાંભળીને હું ત્રાસી ગયો છું... હવે સારિકા જેવી ગૃહ લક્ષ્મીને બદલે તેં પલ્લવીની લક્ષ્મીને પ્રાધાન્ય આપ્યું એમાં મારો વાંક ? હાથના કર્યા હૈયે વાગ્યા.. હવે તે ભોગવ... આમ રોજેરોજ આંસુ સારવવાનો શો અર્થ ?”



Rate this content
Log in