Manishaben Jadav

Children Stories Comedy

4.8  

Manishaben Jadav

Children Stories Comedy

હાથીભાઈની દોસ્તી

હાથીભાઈની દોસ્તી

2 mins
180


એક નાનકડું ગામ હતું. ગામનું નામ સૂરજપુર હતું. તે ગામમાં એક આકાશ નામનો છોકરો રહે. તે પાંચમા ધોરણમાં ભણતો હતો. તેને ભણવું ગમે નહિ. તેને રમવાની મજા પડે.   

ગામની બાજુમાં એક જંગલ હતું. જંગલમા ઘણાં બધાં પ્રાણીઓ અને પક્ષીઓ રહે. ઘણી વખત રજાના દિવસે તે જંગલમાં જાય. પ્રાણીઓ અને પક્ષીઓનું નિરીક્ષણ કરે. તેને ખૂબ ગમે. શાળામાં તે ભણવામાં ધ્યાન ન આપે તેથી કોઈ તેની સાથે દોસ્તી ન કરે.

એક દિવસ તે જંગલમાં જતો હતો. ત્યાં તેમણે એક હાથીને જોયો. તે હાથી પાસે ગયો. હાથીભાઈ તો મનુષ્ય માફ્ક બોલતાં હતાં. તેણે આકાશ સાથે વાત કરી. એટલે આકાશે તેમને કહ્યું," હાથીભાઈ હાથીભાઈ મને જંગલમાં ફરવા લઈ જાવને. મારે જંગલ જોવું છે."

હાથીભાઈ કહે,"તને હું એક શરતે ભણવા મારી સાથે લઈ જાવ. તું મને તારી સાથે ભણવા લઈ જા તો જ હું તને જંગલ બતાવું. " આકાશે કહ્યું," હા, આમ પણ નિશાળે મારે કોઈ દોસ્ત નથી. આપણે બંને સાથે જઈશું. "

હાથીભાઈ ઉપર આકાશ બેસી ગયો. હાથીભાઈએ તો આકાશને જંગલની મુસાફરી કરાવી. મોટા મોટા ઝાડ બતાવ્યા. પ્રાણીઓ સાથે વાત કરાવી દોસ્ત બનાવ્યા. વાંદરાભાઈ, સસલાભાઈ, સિંહબાળ, શિયાળભાઈ, ઊંટભાઈ, બધા તેની સાથે દોસ્ત બની ગયા. રસ્તામાં કેળા સફરજન જામફળ ખાધા. સિંહની ગુફા જોઈ. અરે આકાશને મજા પડી ગઈ.

 પહેલીવાર આટલી આગતા સ્વાગતા અને દોસ્તી. એતો રાજીના રેડ થઈ ગયો. બીજે દિવસે હાથીભાઈ સાથે નિશાળે ગયો. બધા હાથીભાઈ સાથે વાત કરે. હાથીભાઈ બધાને નમસ્કાર કરે. હવે તો હાથી સાથે શાળાના બધાં બાળકો આકાશનાં દોસ્ત બની ગયા.

હાથીભાઈ જે ભણે તે આકાશને શીખવાડે. આકાશ ધીમે-ધીમે બધું શીખી ગયો.

આકાશ ગાવા લાગ્યો,

"દોસ્તી રે તારી દોસ્તી

નોખી અનોખી દોસ્તી

જંગલની એ મસ્તી

મને રે ગમતી

દોસ્તી રે તારી દોસ્તી"


Rate this content
Log in