ગુસ્સો કરે નાશ
ગુસ્સો કરે નાશ


એકવાર કોઈ દુકાનદાર પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયો. ત્યારે તેની દુકાનમાં સાપે પ્રવેશ કર્યો. તેને બહુ ભૂખ લાગી હતી. ખાવા માટે તે દુકાનમાં આમતેમ ફરવા લાગ્યો. ફરતા ફરતા તે તેની દુકાનમાં એક ધારદાર કુહાડી નો સ્પર્શ થયો. તે ગુસ્સામાં અને તેનો બદલો લેવાની ભાવનાથી કુહાળીને ડંખ મારવા લાગ્યો. તેના કારણે તે વધુ ઘાયલ થયો. અને તેનું મુખ લોહીલુહાણ થઇ ગયું. તેનાથી તે વધુ ગુસ્સે ભરાયો અને તેને પોતાનું આખું શરીર તે કુહાડીને વિટરાવીને ડંખ મારવા લાગ્યો. જેનાથી તેનું આખું શરીર કપાય ગયું. અને તે ત્યાંને ત્યાં મરણ પામ્યો. સવારે દુકાનદાર દુકાન ખોલે છે. ત્યારે તે કુહાડીથી વિતરાયેલો અને મરણ પામેલો સાપ જોવા મળે છે. તે સાપ બીજા કોઈને કારણે નહીં પણ પોતાના ગુસ્સાના કારણે મરણ પામે છે. ક્યારેક ક્યારેક આપણે પણ ગુસ્સામાં બીજાનું નુકસાન કરવાનું ઈચ્છા રાખીયે છીએ પણ આપણે પોતાનું જ નુકસાન કરતા હોઈએ છીએ. ગુસ્સો માણસનો મોટો શત્રુ છે. તેને આપણા હાથમાં રાખવો બહુ જરૂરી છે. ગુસ્સો કદી પણ સારું કરતો નથી. તે માત્ર આપણો વિનાશ કરે છે.