ગુલામી
ગુલામી
# ફ્રી ઇન્ડિયા
સ્વતંત્રતા એટલે શું ? સ્વાધીનતા એટલે શું ? ખુલ્લા વિચાર એટલે શું ? આઝાદી એટલે શું ? એનો મૂળ જવાબ એટલે જકડાયેલા વિચારો, રૂઢિગત માન્યતા જેવા પરિબળો દૂર કરવા તેને જ પૂર્ણ આઝાદી અને પૂર્ણ સ્વતંત્રતા કહી શકાય.
"આ સાડીમાં સારા લાગો છો અને ઓલવેઝ તમારે સાડી પહેરીને ફરવાનું. ભલે તમે મોટી કંપનીમાં નોકરી કરો, મોટા માણસો જોડે રોજે ફરો, ખુલ્લા વિચાર ધરાવો પણ ઘર અને કાર્ય સ્થળના વિચાર ભેગા થવા જોઈએ નહીં. આ ઘર છે અને અહીં તમે મારા વહુ છો, બીજું તમે મારા ઘરના મુખ્ય માણસ છો, ત્રીજું તમે આ ઘરના સભ્ય છો અને તમે આ કુટુંબના વ્યક્તિ છો. આ તમામ ફરજ બજાવી જરૂરી છે. આજે ઘરની મોટી વહુ છો અને આવતીકાલે તમારો હોદ્દો વધે માટે અત્યારથી કમર કસવી રહી. આ ફેશનના પૂતળા અહીં નહિ ચાલે અને ચાલવા દઈશ પણ નહીં. અમે તમને નોકરી કરવા દઈએ એજ મૂળ પણ, કાર્ય સ્થળના વિચાર આ ઘરમાં પ્રવેશ કરશે નહીં. નહીંતર, 'નોકરી માંથી હાથ ધોવા પડશે અને વાસણમાં હાથ નાખવા પડશે.' આમાં મારો દીકરો પણ તમને રોકી નહીં શકે ને તમે વચમાં બોલી પણ નહીં શકો. આ નિયમ માનવો, પ્રેમ માનવો કે ગુલામી આ વિષય તમારા હાથે છે."
એમ ઘરના મુખ્ય સસરા એવા વ્રજનાથ સણદેસાઈ તેમની નવી વહુ એવી નિશાને કહે છે"
સભ્ય સમાજમાં આવેલું મોટું નામ ધરાવતા એવા સુખ અને સાધનની જૉકમાં રહેતા એવા ધનાઢ્ય પરિવારની વાત છે. રાધા નગરની પાછળ, પ્રમુખ સોસાયટી, વૃંદવિલા બંગલો, ટેક્સ ઓફિસર કે.આર. દાસ સાહેબની બાજુમાં અને જિલ્લા વડા એવા ઓ.પી.નાથુલ સાહેબની સામે મારુ મકાન.
"હું પોતે રિટાયર્ડ પ્રિન્સિપાલ વ્રજનાથ દેસાઈ. શહેરની વિખ્યાત એવી 'સી.જે.પ્રધાન' કોમર્સ કોલેજ. હું પોતે, પી.એચ.ડી. ભણેલો છું અને મને સમજાવે છે તું મારી પત્ની સુધા એ પોતે દાંતની ડોકટર છે. મારુ આખુંય ફેમેલી વેલએજ્યુકેટેડ છે અને તું કોણ ? આ મારી વહુ નિશા એ બેન્ક મેનેજર છે એની જોડે વાત કર.
"એમ વ્રજનાથ કોઈ બેંકના સામાન્ય ક્લાર્કને ખખડાવે છે"
આખી વાત જાણે એમ છે. બેંકથી કોલ આવ્યો છે અને કીધું છે : સાત દિવસની અંદરોઅંદર ટેક્સ જે ભરવાનો બાકી છે તેમજ લીધેલી લૉન જે ભરવાની બાકી છે તેમજ અન્ય ચાર્જ જે ભર્યા નથી તમામ ભરી દેવું. નહીંતર, કોઈ પગલું ભરાશે અને તમે કશુ કરી શકશો નહીં. આ વાત જાણી વ્રજનાથ ગુસ્સે અને વહુને લઈને બેંકમાં ગયા છે અને હોબાળો કરે છે. જુઓ આગળ.....
નિશા વહુ એકદમ ટિપિકલ સાડીમાં તેમજ માથે ઓઢેલું અને જાણે કોઈ અભણ હોય તેમ ઉભી હતી. વ્રજનાથ જે સારું ભણેલા છે તે કોઈ ગવાર, અણસમજુ વ્યક્તિની માફક રાડો નાખતા હતા. આખીય બેંકને માથે લીધી હતી અને તું તારી પર ઉતરી ગયા હતા.
"જુઓ સર, જે તમે લોન લીધી એ ભરવાની છે જ તેમજ આ અન્ય ચાર્જ અને ટેક્સ આ બધું પે કરવાનું છે. તેમજ આ હવે વૉર્નીગ પિરિયડ પૂર્ણ થયો માટે લીગલ પગલાં ભરાશે એના કરતાં..."એમ ક્લાર્ક ની વાતને વ્રજનાથ કાપી નાખે છે.
"એ પંદર હજાર મને ભાષણ ના આપીશ. વાય યુ ટીચ મી ? હું આર યુ ? યુ આર માય.......લ્યા તને અંગ્રેજી નહિ આવડતું હોય. મને ભાષણ નહીં આપવાનું, તારી બેન્ક મને ખોબે ખોબે રૂપિયા આપશે. હું સમાજનો મોભી અને ઈજ્જતદાર વ્યક્તિ છું. તેમજ હું જાણું છું બધું માટે તારા મેનેજર જોડે વાત કરીશ." એમ વ્રજનાથ મેનેજરની કેબિનમાં જાય છે.
મેનેજર પણ રૂપિયા ભરવાની વાત કરે છે. મેનેજર ઘણું સમજાવે છે પણ વ્રજનાથ રૂપિયા ભરવા રેડી થતા નથી. આ બાજુ નિશા માત્ર ઉભી રહી છે કારણ સસરા બોલે છે માટે વચમાં ના બોલાય..
અંતે, મેનેજરના હાથે નોટોનું બંડલ મૂકે છે અને કહે છે
"આ દેશ, આ સમાજ, આ વ્યવહાર જે ભ્રષ્ટાચાર અને ગેરરીતિથી ચાલે છે. સામટા પુરા રૂપિયા ભરવા એના કરતાં તારા જેવાના હાથ ગરમ કરવા યોગ્ય છે. આ મારી ભણેલી વહુ પણ અભણ જેવી. એની સામે જ કાર્ય કરું છું પણ મારી બીક અને મારા માન માટે એ મૂંગી બનશે. લ્યા, ટેક્સ થોડી ભરાય તેમજ લૉન ના રૂપિયા વપરાય પણ ભરાય નહીં. આ દેશમાં નિયમ મધ્યમ વર્ગ માટે છે, મારા જેવા માટે નહીં. હું તો શ્રીમંત છું, ગર્ભશ્રીમંત. આ દેશ ભલે આઝાદ પણ નિયમ તો મધ્યમ અને ગરીબ માટે જ આપણે તો રાજાની જેમ રહેવાવાળા. એ તારા પંદર હજારને બહુ ચરબી છે કાઢી નાખજો નહીંતર હું રેવડી ટાઈટ કરી નાખીશ. મનેતો લોન લેવી ગમે પણ ભરવી જરાય નહીં. એમજ પોશ એરિયામાં બંગલા બન્યા. મારી બાજુવાળો ટેક્સ ઓફિસર એક રૂપિયો ભરતો નથી અને ઘરના લાઇટબીલમાં જૉલ કરે છે. મારી સામેવાળો અડ્ડો ચલાવે છે પણ કોણ રોકે.એ ભાઈતો જવા દે વાત. મારો દીકરો બે નંબરનું પાડે છે અને એજ આવક છે. ભલે હું રિટાયર્ડ પ્રિન્સિપાલ હતો પણ મારી બીજી આવક તો વ્યાજની. આ બધું હું પંદર હજારવાળાને ક્યાં કહેવા બેસું. એ ગાંડો આપણું લેવલ જાણી શકે નહીં અને લમણાં લે. એના કરતા તું જ બરાબર છે. સારું હું જાઉં મારા ઘરે આવજે સાંજે તારી મદદ કરીશ અને તને ભેટો કરાવીશ સમજી ગયો ને ! ચાલ હવે ફોન નહિ બેંકનો નહીતો તું ગયો, આવજે "
"એમ વ્રજનાથ મેનેજર જોડે વાત કરે છે "
આ કડવી વાસ્તવિકતા છે. ભણેલો સમાજ જ દુષણ ફેલાવે છે. રૂપિયા આપી કામ કરાવવું એ તેમની આદત છે. ગેરરીતીવાળું કામ કરવું, ટેક્સ ભરવો નહીં, અનીતિ કરવી, ગરીબને હેરાન કરવો, મધ્યમ વર્ગને પીસવો, સરકારી નિયમ નેવે મુકવા, મોટી મોટી વાતો કરવી. આ સભ્ય સમાજની ચાવી છે.
એ ભણેલો ગણેલો પણ વિચારથી સાવ બૂઠ. સ્ત્રીએ સાડી જ પહેરવી, રાત્રે બહાર જવું નહિ, વચમાં બોલવું નહિ, મોભી કહે તે સત્ય, અન્યાય સહન કરવો, કઠ પૂતળી માફક રહેવું, આ સભ્ય સમાજની ગુલામી છે.
કહે છે ઇન્ડિયા આગ ળ આવ્યું પણ જવાબ છે, ના,એ ત્યાં છે માત્ર આધુનિક બન્યું છે, શહેરો મોટા અને વિકસિત થયા, સ્વાસ્થ્ય શિક્ષણ સુધર્યું પણ, રૂઢિગત વિચારો અને દેશવ્યાપી ઉધઈ એવી ભ્રષ્ટાચાર એ વધી ગયા છે.
આઝાદ થયો અંગ્રેજથી અને ગુલામ બન્યો વિચારથી, સ્વતંત્ર થયો ટેકનોલોજીથી પાંગળો બન્યો રૂપિયાથી,
મર્યાદાના નામે લૂંટી ઘવાઈ સ્ત્રી ઘણી, રૂઢિગત ઘર કરી હણાઈ ભારત માતા ઘણી. આજ ઇન્ડિયાની સચ્ચાઈ છે જે સ્વીકારવી રહી.
ઉપર ની કથા કાલ્પનિક છે.
