STORYMIRROR

Prakruti Shah 'Preet'

Others

3  

Prakruti Shah 'Preet'

Others

ગણગણાટ

ગણગણાટ

1 min
139

નિરવ અને નિશાની ગણના સમાજમાં એક આદર્શ દંપતી તરીકે થતી. સોશિયલ મીડિયામાં તેમનાં પ્રવાસ અને પાર્ટીઓનાં અવનવા ફોટાઓ જોઈ તેમનાં મિત્રો અને સંબંધીઓને તેમની છૂપી ઈર્ષા થતી. છેલ્લાં થોડાં સમયથી એ નિરવ અને નિશા વચ્ચે કોઈ કારણોસર નાનાં-મોટાં ઝગડાં થતાં રહેતાં, વાત છૂટાછેડા સુધી પહોંચવાની તૈયારી હતી, પરંતુ ઘરની બહાર નીકળતાં જ બંને પ્રેમાળ દંપતીનું મહોરું પહેરી લેતાં. 

એક પાર્ટી દરમિયાન બંનેએ લોકોમાં તેમનાં વિશે છૂપો ગણગણાટ સાંભળ્યો અને એકબીજા સામે જોતાં વિચારવા લાગ્યાં કે, ખરેખર દીવાલોને કાન હોય છે ?


Rate this content
Log in